રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ બુધવારે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સંબોધન કર્યું હતું.(ANI Photo)

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે અને વર્તમાન પેઢીના મહાન વૈશ્વિક નેતા છે. અંબાણીએ તેમના જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગુજરાતી વારસા અને છેલ્લા 10 વર્ષમાં તેના 150 બિલિયન ડોલરના (રૂ. 12 લાખ કરોડ) રોકાણનો પણ ગર્વપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

સમીટના મંચ પર મોદી પણ હાજર હતા ત્યારે અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને “વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ” તરીકે ઓળખાવી હતી અને જણાવ્યું હતું કે આપણા પ્રિય નેતા આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. મોદી બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે એટલું જ નહીં તાળીઓ વગાડે છે. વિદેશના મારા મિત્રો મને પૂછે છે: કરોડો ભારતીયો મોદી હૈ તો મુમકીન હૈ?ના નારા લગાવે છે, તેનો અર્થ શું છે. હું તેમને કહું છું: તેનો અર્થ એ છે કે ભારતના વડા પ્રધાન તેમના વિઝન, દૃઢ નિશ્ચય અને અમલથી અશક્યને શક્ય બનાવે છે! તેઓ સંમત છે, અને તેઓ પણ પણ કહે છે: ‘મોદી હૈ તો મુમકીન હૈ!”

પોતાના ગુજરાતી મૂળનો ગર્વ લેતા તેમણે કહ્યું હતું કે “મને ગુજરાતી હોવાનો ગર્વ છે. રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને હંમેશા રહેશે. જ્યારે વિદેશીઓ ન્યુ ઇન્ડિયા વિશે વિચારે છે, ત્યારે તેઓ ન્યુ ગુજરાત ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? એક નેતાના કારણે. તે છે સૌથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તમે અમૃત કાલમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર તરીકે ‘વિકાસ ભારત’ – માટે મજબૂત પાયો નાખ્યો છે. પૃથ્વી પરની કોઈ શક્તિ ભારતને 2047 સુધીમાં USD 35 ટ્રિલિયન અર્થતંત્ર (હવે USD 3 ટ્રિલિયનથી ઓછી છે) બનતા રોકી શકશે નહીં. હું જોઉં છું કે એકલું ગુજરાત 3 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે, મોદી કહેતા હતા કે ‘ભારત કે વિકાસ કે લિયે ગુજરાત કા વિકાસ. હવે ભારતના વડા પ્રધાન તરીકે, તમારું મિશન છે – દુનિયા કે વિકાસ કે લિયે ભારત કા વિકાસ. તમે ગ્લોબલ ગુડના મંત્ર પર કામ કરી રહ્યા છો અને ભારતને વિશ્વનું ગ્રોથ એન્જીન બનાવો છો.” માત્ર બે દાયકામાં મોદીની ગુજરાતથી વૈશ્વિક મંચ સુધીની સફર કોઈ આધુનિક મહાકાવ્યથી ઓછી નથી. મોદી યુગ ભારતને સમૃદ્ધિ, પ્રગતિ અને ગૌરવના નવા શિખરો પર લઇ જશે.
અંબાણીએ જણાવ્યું હતું કે તેમના ઓઇલ-ટુ-ટેલિકોમ ગ્રૂપે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં વિશ્વ-સ્તરની એસેટ અને ક્ષમતાઓ બનાવવા માટે USD 150 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ ગુજરાતમાં જ રોકાણ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન તરીકે પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને ગુજરાતને ન્યુ ઈન્ડિયાના ચહેરામાં રૂપાંતરિત કરવાનો શ્રેય તેમને આપ્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમારા પ્રિય નેતા જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.આ પ્રકારની અન્ય કોઈ સમિટ 20 વર્ષ જેટલાં લાંબા સમય સુધી ચાલુ રહી નથી અને આ સમીટને વધુને વધુ મજબૂત થઈ રહી છે. આનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને સાતત્યને મળે છે.

LEAVE A REPLY

twenty − eighteen =