(ANI Photo)

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે તેમની સરકારે ભારતના જીડીપીમાં 10 ટકા યોગદાન આપવાનું અને 2026-27 સુધીમાં $500 બિલિયનનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાત  હાલમાં દેશની જીડીપીમાંમાં 8.3 ટકાનું યોગદાન આપે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની વસ્તી દેશની કુલ વસ્તીના વસ્તીના 5 ટકા છે, પરંતુ દેશની જીડીપીમાં 8.3 ટકાથી વધુ યોગદાન આપે છે. પાછલા વર્ષમાં, રાજ્યનો ભારતની કુલ વેપારી નિકાસમાં નોંધપાત્ર 33 ટકા હિસ્સો હતો. ટેક્સટાઇલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં અગ્રેસર હોવા ઉપરાંત, ગુજરાત ઓટોમોબાઇલ સેક્ટરના હબ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેણે પોતાને દેશના આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં આવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી આગામી વર્ષોમાં વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાંનું એક બનવા માટે તૈયાર છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), 920 ચો.કિ.મી.ના વિસ્તાર સાથે, ભવિષ્યનું સૌથી મોટું ઔદ્યોગિક હબ બનવાની તૈયારીમાં છે. સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ ઉર્જા અને નાણાકીય સેવાઓ ઉદ્યોગ જેવા નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક વિકાસ આ મહત્વાકાંક્ષી ધ્યેયને હાંસલ કરવા તરફ રાજ્યની પ્રગતિના મુખ્ય ઉદાહરણો છે. મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવશે.

છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GSDP)માં 16 ગણો વધારો થયો છે. તે 2002-03માં $17.7 બિલિયનથી વધીને 2022-23માં $282 બિલિયન થઈ હતી.

LEAVE A REPLY

3 × 3 =