(Photo by Ian Gavan/Getty Images)

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન અને જાણીતા દિગ્દર્શક કરણ જોહરે સાથે મળીને ‘કુછ કુછ હોતા હૈં’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ અને ‘કભી અલવિદા ના કહેના’ જેવી સુપરહીટ ફિલ્મો આપી હતી. તેના ચાહકો ઈચ્છે છે કે શાહરુખ અને કરણ જોહર ફરીથી સાથે મળીને કામ કરે અને બોલીવૂડમાં જાદુ કરે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ અને કરણ જોહર ફરીથી સાથે કામ કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

શાહરુખ અને કરણ જોહરની વચ્ચે અત્યારે ફિલ્મ વિશે અનેક ચર્ચા ચાલી રહી છે. કહેવાય છે કે આ વખતે શાહરુખ ખાન સાથે મળીને કરણ જોહર એક્શન ફિલ્મ બનાવશે. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે હજુ સુધી એક્શન ફિલ્મો બનાવવાનું સાહસ ખેડ્યું નથી.

જ્યારે, શાહરુખ ખાને 2023માં ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બે-બે સફળ એક્શન ફિલ્મો આપી હતી. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સતત બે એક્શન ફિલ્મો કર્યા પછી શાહરુખ હાલ આ પ્રકારની ફિલ્મ કરવા ઉત્સુક નથી. બીજી તરફ શાહરુખખાન ‘ડંકી’ ફિલ્મ પછી આ પ્રકારના વધુ પ્રયોગ કરવા ઈચ્છતો નથી. શાહરુખ ખાન અને કરણ જોહરે સાથે મળીને ખૂબ કામ કર્યું છે. સાથે જ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

જોકે, હાલ કરણ જોહર પોતાના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘ધ બુલ’માં વ્યસ્ત છે, જેમાં મુખ્ય હીરો સલમાન ખાન છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુવર્ધન કરશે.

LEAVE A REPLY

18 + seventeen =