Vol. 3 No. 186 About   |   Contact   |   Advertise 08th February 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
સાઉથ લંડનના સ્ટ્રેધામમાં છુરાબાજી, હુમલાખોર ઠાર

સાઉથ લંડનના સ્ટ્રેધામ હાઇ રોડ પર રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે નકલી સુસાઇડ વેસ્ટ પહેરી બે લોકોને ચાકુ મારી ગંભીર ઇજા કરનારા ત્રાસવાદી હુમલાખોર સુદેશ અમ્માનને પોલીસે ગણતરીની પળોમા ઠાર કર્યો હતો. એક સપ્તાહ પહેલા જ જેલમાંથી છૂટેલા અને હેરોમાં વસતા 20 વર્ષના સુદેશ અમ્માન વિષે પોલીસને શંકા હતી જ, તેથી પ્રોએક્ટીવ કાઉન્ટર ટેરરીઝમ ઓપરેશન હેઠળ સશસ્ત્ર પોલીસની પહેલેથી તેના પર નજર હતી અને તે વધુ લોકોને ઇજા કરે તે પહેલા તેને ઠાર કરાયો હતો. લંડન બ્રિજ પર ઉસ્માન ખાને કરેલા હુમલા પછી ત્રણ જ મહિનાના ટુંકાગાળામાં જેલમાંથી છૂટેલા અપરાધીએ બીજો ત્રાસવાદી હુમલો કરતાં સરકાર આવા આરોપીઓ સામે કડક પગલા ભરવા કટિબધ્ધ બની છે.ત્રાસવાદી હુમલાનું કાવતરૂ ઘડવાના અને બીજા 13 જેટલા આરોપો બદલ સુદેશ અમ્માનને ચાલીસ મહિનાની સજા કરાઈ હતી. અડધી સજા પુરી થયા પછી લગભગ એક અઠવાડિયા અગાઉ તેનો છોડવામાં આવ્યો હતો. પોલીસ આ બનાવને ઇસ્લામ સંબંધિત ત્રાસવાદી ઘટના માને છે. Read More...
ભારતના બજેટમાં NRIને પણ ટેક્સનેટમાં સમાવાયા
ભારતના અર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય પ્રજાને થોડી રાહત આપવાનો નવી દિશાનો પ્રયાસ કર્યો હતો તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ રદ કરીને કંપનીઓને રાહત આપી હતી. Read More...
ઇઝરાયેલ-પેલેસ્ટાઇનને અલગ દેશો ગણવા ટ્રમ્પનો પ્રસ્તાવ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે આજે મિડલ ઈસ્ટ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન મુજબ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બન્ને અલગ દેશ તરીકે રહે એવી ટુ નેશન થિયરી રજૂ થઈ છે. પ્લાન પર ટ્રમ્પ ૩ વર્ષથી કામ કરતા હતા.
Read More...
લેસ્ટરના મિતેશ કોટેચાને 20,000 પાઉન્ડની વસુલાત માટે ધમકી આપવા બદલ જેલ અને દંડ
70,000 પાઉન્ડની ખાંડના એક્સપોર્ટ ડીલના નાણાંની વસુલાત કરવા બાબતે લેસ્ટરના બિઝનેસમેન મિતેશ કોટેચાએ ખાંડનો સોદો કરવામાં મદદ કરનાર એક વ્યક્તિને ધમકી આપી હતી કે જો તે £20,000 નહીં આપે તો તારા પગ તોડી નાખીશ Read More...
હાઉન્ડ ઑફ હન્સલો: નવિન્દર સારાઓને જંગી સ્કેમ છતાં સાવ નજીવી સજા
વેસ્ટ લંડનના હન્સલોમાં આવેલા માતાપિતાના સેમી ડિટેચ્ડ ઘરના પહેલે માળે આવેલા બેડરૂમમાંથી શેરની લે-વેચનો ધંધો કરી 45 મિલિયન પાઉન્ડ બનાવનાર 41 વર્ષીય નવિન્દર સારાઓને શિકાગોના જજે એક વર્ષ માટે લંડનમાં તેના ઘરે અટકાયતમાં રાખવો જોઈએ તેવો ચુકાદો આપ્યો હતો.
Read More...
ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીઝનું યુકેમાં મહત્ત્વનું પ્રદાન
યુકેમાં ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીઝ ખૂબજ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે અને એમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી હોવાનું એક નવા રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. ગ્રાંટ થોર્નટન યુકે એલએલપી દ્વારા યુકે ખાતેના ભારતીય હાઈકમિશન તેમજ ફિક્કી યુકેના સહયોગથી હાથ ધરાયેલી
Read More...
પરીક્ષાના ભયથી પીડાઓ છો?
શ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય? સદ્્ગુરુ – પરીક્ષાનો ભય? તમે આજ પ્રશ્ન કરો છો અને તે પણ જેને ક્યારેય પરીક્ષાનો ભય ન હતો તેને.મને પરીક્ષાનો ભય ન હતો તે વાતની મારા પિતાને ઘણી ચિંતા રહેતી.
Read More...
  sports

ભારતનો ટી-ર૦ સીરીઝમાં પ-૦થી ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ વિજય
ભારતે રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વધુ એક વખત રસાકસીભર્યા મુકાબલામાં સાત રને વિજય સાથે આ સીરીઝમાં બે નવા રેકોર્ડ કર્યા છે. છેલ્લી ત્રણ મેચમાં ન્યૂઝીલેન્ડ વિજયના આરે આવ્યા પછી હારી ગયું હતું
Read More...

રાની રામપાલને ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર’ પુરસ્કાર
ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર’ પુરસ્કાર ગયા સપ્તાહે પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર મેળવનારી તે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી છે. ભારતીય હોકી ટીમની સુપરસ્ટાર રાની વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર 2019 તરીકે પસંદગી પામી છે’.
Read More...

જોકોવિચનો રેકોર્ડ આઠમું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ, કેનિન નવી ચેમ્પિયન
રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પુરી થયેલી ટેનિસની ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરૂષોની સિંગલ્સમાં સર્બીઆના નોવાક જોકોવિચે રેકોર્ડ આઠમી વખત આ સ્પર્ધાનો તાજ ધારણ કર્યો હતો. તો મહિલા સિંગલ્સમાં અમેરિકાની 21 વર્ષની સોફિયા કેનિન ઓસ્ટ્રેલિયન ઓપનની નવી ચેમ્પિયન બની છે.
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

કોટક મહિન્દ્રા રિઝર્વ બેન્ક સામેનો કેસ પરત લેશે

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક કોટક મહિન્દ્રા બેન્કે ગયા સપ્તાહે કહ્યું હતું કે તે પ્રમોટર હિસ્સો ઘટાડવાના મામલે રિઝર્વ બેન્ક સામેનો કોર્ટ કેસ પાછો ખેંચી લેશે. તેણે આ સાથે કહ્યું હતું કે બેન્કના પ્રમોટરો તેમનો હિસ્સો 6 મહિનામાં ઘટાડીને 26 ટકા કરી દેશે. કોટક મહિન્દ્રા બેન્કે કહ્યું હતું કે RBIએ આગામી છ મહિનામાં પ્રમોટરનો હિસ્સો ઘટાડીને પેઈડ અપ વોટિંગ ઈક્વિટી શેર કેપિટલ(PUVESC)ના 26 ટકા હિસ્સો કરવા માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે.રિઝર્વ બેન્કે અગાઉ પ્રમોટરોને તેમનો હિસ્સો 31 ડિસેમ્બર, 2018 સુધીમાં ઘટાડીને 20 ટકા કરી દેવા કહ્યું હતું
Read More...

એપલના નફામાં 11 ટકાનો વધારોઃ ચોખ્ખો નફો 22.2 બિલિયન ડોલર
અમેરિકામાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળા (ઑક્ટોબરથી ડિસેમ્બર)ના પરિણામો જાહેર થયા છે. ટેકનોલોજી જાયન્ટ એપલની ત્રિમાસિક કુલ આવક ૯૧.૮ બિલિયન ડૉલર (૬૫૪૬ બિલિયન રૂપિયા) નોંધાઈ છે. જ્યારે આ ત્રણ માસ દરમિયાન એપલનો ચોખ્ખો નફો ૨૨.૨ બિલિયન ડૉલર (૧૫૮૩ બિલિયન રૂપિયા) થયો છે. એ રીતે આવકમાં ૯ ટકા, જ્યારે નફામાં ૧૧ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
Read More...

એટનાહ્સ ફાર્માએ પાંચ દવાઓના હક્ક એસ્ટ્રાઝેનેકા પાસેથી ખરીદી લીધા
વેમેડના વિજયભાઇ અને ભીખુભાઇ પટેલની માલિકીની ફાર્માસ્યુટીકલ કંપની એટનાહ્સે હાયપરટેન્શન અને બ્લડ પ્રેશરની સારવાર માટે લેવાતી પાંચ દવાઓનુ ઉત્પાદન કરવાના હક્ક બ્રિટનની સૌથી મોટી દવા કંપનીઓમાંની એક એસ્ટ્રાઝેનેકા પાસેથી ખરીદ્યા છે. એટનાહ્સ પહેલા તબક્કે 350 મિલિયન ડોલર અને પછીના બે વર્ષમાં 40 મિલિયન ડોલર ચૂકવશે.
Read More...

  Entertainment

અજયની આગામી ફિલ્મ કેન્સર પીડિત ફૂટબોલ કોચ પર હશે

અજય દેવગણે તાજેતરમાં પોતાની એક નવી ફિલ્મનું પોસ્ટર બહાર પાડયું છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ ‘મેદાન’ ફૂટબોલ ટીમ પર આધારિત છે. આ ફુટબોલ ટીમે ૧૯૫૬ની સમર ઓલિમ્પિક સુધી પહોંતી હતી અને ૧૯૬૨માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટીમની વાર્તાને રૂપેરી પડદે ફિલ્માવવામાં આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈય્યદ અબ્દુલ રહીમનું પાત્ર નિભાવતો જોવા મળશે.
Read More...

સલમાન 20 મિનિટના ક્લાઇમેક્સ સીન માટે 8 કરોડ ખર્ચશે
સલમાન ખાન હાલ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની ‘દબંગ ૩’ને મોળો પ્રતિસાદ મળતાં સલમાન આવનારી ફિલ્મ માટે બહુ મહેનત કરી રહ્યો છે. હવે તે આગામી ફિલ્મના ક્લાઇમેક્સ માટે રૂપિયા આઠ કરોડ ખરચવાનો છે. ફિલ્મને લગતા તાજા સમાચાર અનુસાર, સલમાન ખાન ક્લાઇમેક્સના ૨૦ મિનીટના દ્રશ્ય માટે રૂપિયા આઠ કરોડ ખર્ચવાનો છે.
Read More...

ધ ફોરગોટન આર્મીએ લાઈવ પર્ફોર્મન્સ કરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
ડિરેક્ટર કબીર ખાન ‘ધ ફોરગોટન આર્મી – આઝાદી કે લિયે’ ના મ્યુઝીક આલ્બમ પર એક હજાર કલાકારની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એમેઝોન પ્રાઇમ વિડિયો એ એક વિશાળ ઇવેન્ટમાં આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ માં એક હજાર ગાયકોએ મ્યુઝીક ઇન્સ્ટ્રુંમેન્ટની સાથે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
Read More...

આલિયા ભટ્ટ માટે રાજામૌલી ફિલ્મમાં વિશેષ ગીત ઉમેરશે
આલિયા ભટ્ટ એસ એસ રાજમોલીની ફિલ્મમાં કામ કરી રહી છે, તે સહુ જાણે છે. આ ફિલ્મમાં તે કેમિયો કરી રહી છે. આલિયાને રાજમોલી સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તે આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ હતી. પરંતુ આલિયા જેવી અભિનેત્રી પાસે મહેમાન ભૂમિકા કરાવવાનું દિગ્દર્શને ખૂચ્યું હતુ. રાજમૌલીને લાગ્યું હતું કે ફિલ્મમાં આલિયા ફક્ત નાનકડું પાત્ર ભજવે એ તેને અન્યાય કર્યા જેવું છે. તેથી તેણએ આ ફિલ્મમાં આલિયા ભટ્ટ માટે એક ગીત ઉમેરવાનો નિર્ણય લીધો છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]