Vol. 1 No. 19 About   |   Contact   |   Advertise 19th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
રસી બનાવનાર યુનિટ માટે £93 મિલિયનના રોકાણની જાહેરાત કરતા આલોક શર્મા

કોરોનાવાયરસ રોગચાળા સામે લડવાની વ્યાપક યોજનાઓના ભાગ રૂપે બ્રિટનના ભારતીય મૂળના યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી, આલોક શર્માએ ઑક્સફર્ડશાયરમાં હાર્વેલ સાયન્સ એન્ડ ઇનોવેશન કેમ્પસ ખાતે રસીનુ ઉત્પાદન કરનાર યુનિટને વેગ આપવા માટે 93 મિલિયન પાઉન્ડના નવા રોકાણની જાહેરાત કરી હતી. શ્રી શર્માએ જણાવ્યું હતુ કે આ નવુ વેક્સીન મેન્યુફેક્ચરીંગ એન્ડ ઇનોવેશન સેન્ટર (VMIC) પૂર્ણ થયા પછી છ મહિનામાં ટૂંકા ગાળામાં સમગ્ર યુકેની વસ્તી માટે પૂરતી રસી ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવશે. ભંડોળ સુનિશ્ચિત થતા શેડ્યૂલના 12 મહિના પહેલાં અને આગામી વર્ષના પહેલા ભાગમાં આ સેન્ટર ખોલાશે. વધુ 38 મિલિયન પાઉન્ડનુ સરકારનું રોકાણ સુવિધાને ઝડપી બનાવશે. રસી શોધવામાં આંતરરાષ્ટ્રીય જોડાણમાં સૌથી મોટો ફાળો આપનાર તરીકે યુકે વૈશ્વિક પ્રતિસાદની આગેવાની કરી રહ્યું છે.
Read More...
કોવિડ-19ના કારણે BAME લોકોના મરણ અંગે સ્વતંત્ર તપાસનો સમનો કરતા બોરિસ જ્હોન્સન
બ્રિટનમાં વસતા શ્યામ, એશિયન માઇનોરીટી એથનિક (BAME) લોકોના કોવિડ-19ના કારણે થઇ રહેલા અપ્રમાણસર મરણ અંગે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સ્વતંત્ર તપાસનો સમનો કરવા માટે ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. બ્રિટનમાં જાતિ અને આરોગ્યની અસમાનતાઓની વિસ્તૃત તપાસ કરવા માટે વડા પ્રધાનને ડોરીન લૉરેન્સ અને લેખક માલોરી બ્લેકમેન સહિતના સેંકડો લોકોએ લખેલા પત્રમાં હસ્તાક્ષર કરનારા લોકોમાં લંડનના મેયર સાદિક ખાન પણ જોડાયા છે.
Read More...
કોવિડ-19 રોગથી હોસ્પિટલમાં દાખલ થયેલી સગર્ભા BAME મહિલાઓનો હિસ્સો 55%
યુકેમાં કોરોનાવાયરસના કારણે બીમાર થયેલી અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલી 4,2૨7 સગર્ભા સ્ત્રીઓમાંથી 55% મહિલાઓ શ્યામ અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિની હતી તેમ એક અધ્યયનમાં બહાર આવ્યું છે. રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સ (આરસીએમ)એ આ અંગે મિડવાઇફ્સ અને મેટરનિટી સપોર્ટ વર્કર્સને નવી ગાઇડલાઇન વિકસાવવા હાઇ એલર્ટ પર રહેવા અને નિદાન માટે થ્રેશોલ્ડ ઘટાડવાનું સૂચન કર્યું છે.
Read More...
  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં 48.91 લાખ કેસ નોંધાયા, 3.20 લાખ લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 48.91 લાખ કેસ નોંધાયા છે, 3.20 લાખ લોકોના મોત થયા છે. 19 લાખ 7 હજાર 422 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં દર્દીઓની સંખ્યા બ્રિટન કરતા વધી ગઈ છે. હવે અમેરિકા, રશિયા, સ્પેન પછી બ્રાઝીલ સંક્રમણની બાબતમાં ચોથા નંબરે આવી ગયો છે. અહીં અત્યાર સુધીમાં 2.55 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.
Read More...
WHO યોગ્ય નિર્ણય કરે, નહીં તો હંમેશા માટે ફન્ડિંગ બંધ કરાશે : ડોનાલ્ડ ટ્રમ્પ
કોરોના વાયરસની મહામારીને લઇને અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માટેની નારાજગી વધી રહી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ અમેરિકા દ્વારા WHOને આપવામાં આવતી ફન્ડિંગ બંધ કરી દીધી છે, આ દરમિયાન ટ્રમ્પે WHO પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયેસસને એક પત્ર લખ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ પત્રમાં લખ્યુ છે કે જો આગામી ત્રીસ દિવસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પોતાની નીતિ અને સંગઠનમાં મોટા ફેરફાર નહીં કરે તો અમેરિકા પોતાનું ફન્ડિંગ હંમેશા માટે બંધ કરી દેશે.
Read More...
યુરોપમાં સ્લોવેનિયા કોરોના મુક્ત થયેલો પ્રથમ દેશ
વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીમાંથી મુક્ત થનારો સ્લોવેનિયા યુરોપનો પ્રથમ દેશ બન્યો છે. યુરોપિયન યુનિયનના સભ્ય સ્લોવેનિયાની સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-19નું સંક્રમણ હવે નિયંત્રણમાં છે, અને વિશેષ આરોગ્ય ઉપાયો કરવાની કોઇ જરૂરીયાત નથી. સરકારે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના બીજા દેશના રહેવાસીઓને સ્લોવેનિયા આવવાની છૂટ છે, તેમને સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું ફરજિયાત નથી.
Read More...
 



THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખને પાર કરી ગયો, કુલ 3163 લોકોના મોત

કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે અને તેમ છતા પણ કોરોના વાયરસના કેસ એક લાખ સુધી પહોંચી ગયા છે. દેશમાં પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં 111 દિવસમાં એક લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. Read More...

ભારતમાં કોરોના દર્દીઓની સાજા થવાની દર 20 ગણો સારો, અત્યાર સુધીમાં 39 હજારથી વધુ લોકો ડિસ્ચાર્જ
ભારતમાં કોરોના પીડિતોની રિકવરી દર યુ.એસ. કરતા 20 ગણી સારી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, જ્યારે ચેપના કુલ કેસો એક લાખ હતા, ત્યારે ફક્ત બે ટકા લોકો આ રોગમાંથી સાજા થયા હતા. જ્યારે ભારતમાં લગભગ 40 ટકા લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે. વિશ્વના ઘણા દેશો કરતાં ભારત પાસે સુખાકારીનો દર ઘણો ઉંચો છે.
Read More...

ભારતમાં અમ્ફાન વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં બદલાશે, 180 કિ.મી.ની ઝડપ પવન ફૂંકાશે
સુપર સાઈક્લોનિક તોફાન ‘અમ્ફાન’ મંગળવારે બપોર સુધીમાં નબળું પડતાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 14 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આગળ વધી રહેલું આ ચક્રવાત પશ્ચિમબંગાળા દીઘાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 670 કિ.મી.ના અંતરે છે
Read More...
  Gujarat News
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પ્રજા જોગ સંદેશઃ લૉકડાઉન 4ના નવા નિયમો જાહેર કર્યાં
વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ આપણે બધા એક થઈને કોરોના સામે લડી રહ્યા છે. આપણે લોકડાઉનમાં સારો સહકાર આપ્યો, લોકોને તકલીફ પડી છતાં પણ પોતાનો સહકાર આપ્યો.
Read More...
ગુજરાતમાં વધુ 366 પોઝીટીવ: મૃત્યુદરમાં મુંબઈ કરતાં અમદાવાદ આગળ નિકળ્યું
ગુજરાતમાં લોકડાઉન ત્રણનાં અંત અને વધુ છુટછાટો સાથેના લોકડાઉન 4 ના પ્રારંભ છતાં રાજય કોરોનાની દ્રષ્ટિએ વધુને વધુ જોખમી બનતુ જાય છે. તેવા સંકેતમાં ગઈકાલે સાંજે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજયમાં 366 નવા કેસ પોઝીટીવ અને 35 મૃત્યુ નોંધાયા છે. આમ રાજયમાં કોરોના પોઝીટીવ સતત છેલ્લા 10થી વધુ દિવસથી 300+ નો આંકલ બતાવી રહી છે
Read More...
સ્વદેશી વેન્ટીલેટર ધમણ-1 માટે રેગ્યુલેટરી લાયસન્સ લેવાયું જ નથી: નવો ધડાકો
કોવિડ 19ની બીમારી સામે બાથ ભીડવામાં પતા ખાવા બદલ અને ઉંચા મૃત્યુદરના કારણે ટીમનો સામનો કરી રહેલી વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાત મોડેલના કબાટમાંથી વધુ હાડપિંજરો બહાર નીકળતા તેના માટે મુંઝવણની મોસમ બની છે.

Read More...
ગુજરાતમાં આંતરજિલ્લામાં હેરફેર માટે હવે પાસની જરૂર રહેતી નથી: નીતિન પટેલ
ગુજરાત સરકારે મંગળવારથી અમલમાં આવે એવી રીતે લોકડાઉન-૪ના અમલમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને છુટ આપી છે ત્યારે અત્યાર સુધી એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પાસની આવશ્યક્તા રહેતી હતી, તે હવે રહેશે નહીં તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે. જોકે, કન્ટેન્મેન્ટ વિસ્તારમાં આ છુટછાટ લાગુ પડશે નહીં.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store