Vol. 1 No. 34 About | Contact | Advertise 16th June 2020


‘ ’
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ


UK News
નાના ભાઇ-બહેનની હાજરીમાં રેસીઝમનો ભોગ બન્યો હતો : ચાન્સેલર ઋષિ સુનક

યુકેમાં જન્મેલા ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકે રવિવારે બ્રિટનમાં ઉછરેલા બાળક તરીકે પોતે પણ નાના સીબલીંગની હાજરીમાં થયેલા રેસીસ્ટ દુર્વ્યવહાર વિશે વાત કરી હતી જો કે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં સમય જતાં પ્રચંડ પ્રગતિ થઈ છે. વીકેન્ડમાં થયેલા ફાર રાઇટ અને BLM પ્રદર્શકો વચ્ચે થયેલી અથડામણો અંગે ટિપ્પણી કરતાં સુનકે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’આ પ્રકારની રેસીસ્ટ વર્તણુંક તમારી સાથે થાય તે પૂરતી મુશ્કેલ છે પરંતુ જ્યારે મારી સાથે મારો નાનો ભાઈ અને બહેન હતા ત્યારે થયું હતું તેથી ખાસ કરીને અસ્વસ્થ થયો હતો. હું તેમને તેનાથી બચાવવા માંગતો હતો. તે ફક્ત શબ્દો હોઈ શકે છે, પરંતુ તે એવી રીતે ડંખે છે કે જે અન્ય વસ્તુઓની જેમ ડંખતા નથી. તે [રેસીસ્ટ એબ્યુઝ] કંઈક અલગ જ હોય છે જે તમારા મુખ્ય ભાગને કાપી નાખે છે.”
Read More...
મેયર સાદિક ખાને લંડનવાસીઓને વિરોધ ન કરવા વિનંતી કરી
લંડનના મેયર સાદિક ખાને શુક્રવારે તા. 12 જૂનના રોજ કોરોનાવાયરસ રોગચાળાના કારણે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી વખતે રોગ ફેલાવાનું જોખમ ખૂબ જ વધારે હોવાના કારણે લંડનવાસીઓને ગયા વિકેન્ડમાં કોઇ વિરોધ પ્રદર્શન નહિં કરવાની અપીલ કરતો એક વિડિઓ શેર કર્યો હતો. બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપવા માટે રાજધાની લંડનમાં હાઇડ પાર્ક અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. મેયરે ટ્વીટ કર્યું હતું કે ‘’તમારા માટે, તમારા કુટુંબના સભ્યો માટે, જે લોકો કોવિડ-19 માટે સંવેદનશીલ હોઈ શકે છે તેવા લોકો માટે તમે સૌ ઘરે રહો અને તમારો અવાજ રજૂ કરવા સલામત માર્ગ શોધો. લંડનના ટ્રોકાડેરો બિલ્ડીંગમાં મસ્જિદ માટે કરાયેલી અરજી સામે વિરોધ કરવા રેસીસ્ટ ટિપ્પણીઓની નિંદા કરવામાં આવી છે
Read More...
કોરોનાવાયરસ ઇન્કમ સપોર્ટથી એક મિલિયનથી વધુ લોકો વંચિત
સાંસદોના પ્રભાવશાળી જૂથના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની કોવિડ-19 ઇન્કમ સપોર્ટ યોજનાઓમાં રહેલી ચૂકના કારણે મિલિયનથી વધુ લોકો વંચિત રહ્યા હતા જેમને મદદ કરવા કાર્ય કરવું જોઇએ. ટ્રેઝરીની સર્વપક્ષી સીલેક્ટ કમીટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો આર્થિક તંગી સહન કરી રહ્યા છે અને તેઓ નોકરીયાત કે સેલ્ફ એમ્પલોઇડ લોકોની જેમ ચાન્સેલરની યોજનાઓનો લાભ મેળવવામાં અસમર્થ છે. આ સમિતિએ જણાવ્યું હતું કે ચાન્સેલર, ઋષિ સુનાકે, વ્યક્તિઓ અને વ્યવસાયોને રોગચાળાની અસરથી બચાવવાના પોતાના વચનને પૂરું કરવાની અને કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ અને સેલ્ફ એમ્પલોઇડ ઇન્કમ સપોર્ટ સ્કીમમાં રહેલી ગેપને પહોંચી વળવા હાકલ કરી.
Read More...

international news
વિશ્વભરમાં કોરોના વાયરસના 81.13 લાખ કેસ, બેઈજિંગમાં સ્પોર્ટ્સ સેન્ટર અને થિયેટર બંધ
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 81 લાખ 13 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4 લાખ 39 હજારથી વધારે લોકોના મોત થયા છે. 42 લાખ 13 હજાર 284 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં સંક્રમણ બીજો તબક્કો સામે આવી રહ્યો છે. અહીં ત્રણ દિવસમાં 106 કેસ નોંધાયા છે. સરકારે તમામ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને થિયેટર બંધ કરી દીધા છે.
Read More...

વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ કરતાં સાજા થનારાની સંખ્યા વધી ગઈ
લોકડાઉનના ત્રણ મહિના બાદ હવે ઇન્ગ્લેન્ડમાં બિનઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ ખોલવામાં આવી છે. જો કે, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જેમ કે સુપરમાર્કેટ, ફાર્મસી અને બેન્ક તો પહેલેથી જ ચાલુ હતી. હવે બુક શોપથી માંડી તૈયાર વોની દુકાનો પણ ખુલી ગઇ છે.વડા પ્રધાન બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે લોકોએ ખરીદી કરવી જોઇએ, અને તેઓ સલામત છે તેવા વિશ્વાસ સાથે ખરીદી કરવી જોઇએ. હું તમને તમે સલામત છો તેવી ખાતરી આપું છું.
Read More...

સ્પેન અલગ અલગ તબક્કામાં અનલૉક કરી રહ્યું છે
સ્પેનમાં ગત એક અઠવાડિયામાં દેશમાં કોરોનાને લીધે એક પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી. કુલ મૃતકાંક 27,136 છે. સ્વાસ્થ્ય મંત્રાલય, ગ્રાહક બાબતો અને સમાજ કલ્યાણ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે ગત એક અઠવાડિયામાં એક પણ વ્યક્તિ કોરોનાને કારણે મૃત્યુ પામી નથી.
Read More...





THIS WEEK
Click Full Screen
BUY NOW
India news

ભારતમાં કોરોનાથી એક જ દિવસમાં 396 મોત

ભારતમાં કોરોનાના કહેરમાં કોઈ રાહત નથી અને નવા કેસ તથા મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 3.43 લાખ પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 10,000 આસપાસનો થયો છે. એક જ દિવસમાં 396 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. કોરોના સામેની લડાઈ અસરકારક બનાવવા માટે વડાપ્રધાન મોદીએ આજથી બે દિવસની બેઠક રાખી છે. Read More...

રાજયસભાની ચૂંટણીમાં પોઝીટીવ કે ક્વો૨ન્ટાઈન ધારાસભ્યો પીપીઈ પહેરીને મતદાન ક૨શે
ગુજરાત સહિત દેશભ૨માં તા.૧૯ના રોજ રાજયસભાની ૧૮ બેઠકો માટે મતદાન થવાનું છે તે સમયે કોરોના સંક્રમણનો ભોગ બનેલા અથવા તો ક્વો૨ન્ટાઈનમાં ૨હેલા ધારાસભ્યો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચે એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા જાહે૨ કરી છે તે મુજબ આ ધારાસભ્યો અલગથી મતદાન ક૨વા આવશે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિતના રાજયોમાં મતદાન યોજાવાનું છે
Read More...

ભારત-ચીનના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના ત્રણ જવાન શહીદ
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં ચાલી રહેલો વિવાદ હવે વધુ વિકરી ગયો છે. સોમવારે રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ અથડામણમાં ભારતીય સેનાના ઓફિસર અને બે જવાન શહીદ થઈ ગયા છે. ગલવાન ઘાટીમાં બંને સેનાઓને પાછળ હટવા માટેની પ્રક્રિયા દરમિયાન બંને દેશના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.
Read More...
Gujarat News
ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 24104 પહોંચી ગયો, કુલ મૃત્યુઆંક 1506
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાતા હવે કુલ કેસનો આંક 24 હજારને પાર થઇને 24104 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 28 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી હવે કુલ મૃત્યુઆંક 1506 થઇ ગયો છે.
Read More...

લોકડાઉનથી ગુજરાતને 1.63 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું નુક્સાન ગયુ હોવાનો અંદાજ મુક્વામાં આવ્યું છે
Read More...

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે. આગામી 18-19 જૂનના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
Read More...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 87 સ્થળે વરસાદ,દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારે વરસાદ અને તીડના આક્રમણથી ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 87 સ્થળે વરસાદ નોઁધાયો છે.
Read More...

gg2 gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store