લંડનના મેયર સાદિક ખાને શુક્રવારે તા. 12 જૂનના રોજ કોરોનાવાયરસ રોગચાળાના કારણે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી વખતે રોગ ફેલાવાનું જોખમ ખૂબ જ વધારે હોવાના કારણે લંડનવાસીઓને ગયા વિકેન્ડમાં કોઇ વિરોધ પ્રદર્શન નહિં કરવાની અપીલ કરતો એક વિડિઓ શેર કર્યો હતો. બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપવા માટે રાજધાની લંડનમાં હાઇડ પાર્ક અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

મેયરે ટ્વીટ કર્યું હતું કે ‘’તમારા માટે, તમારા કુટુંબના સભ્યો માટે, જે લોકો કોવિડ-19 માટે સંવેદનશીલ હોઈ શકે છે તેવા લોકો માટે તમે સૌ ઘરે રહો અને તમારો અવાજ રજૂ કરવા સલામત માર્ગ શોધો. લંડનના ટ્રોકાડેરો બિલ્ડીંગમાં મસ્જિદ માટે કરાયેલી અરજી સામે વિરોધ કરવા રેસીસ્ટ ટિપ્પણીઓની નિંદા કરવામાં આવી છે

ખાને પોતાના વીડિયોમાં કહ્યું હતું કે, “હું વિશ્વભરના લાખો લોકોની સાથે ઉભો છું જે મોટેથી સ્પષ્ટપણે  કહે છે કે બ્લેક લાઇવ્સ મેટર. જાતિવાદ, અસમાનતા અને ભેદભાવને નાથવા વ્યવસ્થિત અને કાયમી પરિવર્તન લાવવા માટે આ ક્ષણ પ્રેરક હોવી જોઈએ. જેનો શ્યામ લોકો આજે પણ આ દેશ અને વિશ્વમાં સામનો કરે છે. મોટાભાગના વિરોધ શાંતિપૂર્ણ રહ્યા છે. પણ મને ચિંતા છે કે સેન્ટ્રલ લંડનમાં વધુ વિરોધ પ્રદર્શનથી માત્ર કોવિડ-19 ફેલાવવાનું જ જોખમ નથી પણ અવ્યવસ્થા, તોડફોડ અને હિંસા તરફ તે દોરી શકે છે.

મેયરે જણાવ્યું હતું કે “આપણે જાણીએ છીએ કે ફાર રાઇટ જૂથો નફરત અને વિભાજનની ખુલ્લેઆમ હિમાયત કરે છે તેઓ વિરોધની યોજના બનાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે ડિસઓર્ડરનું જોખમ વધારે છે. વિરોધીઓનો હેતુ હિંસાને ભડકાવવાનો અને તેમનું એકમાત્ર લક્ષ્ય આ મહત્વપૂર્ણ મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને હાઇજેક કરવાનું છે. તેથી જ ઘરે રહેવું અને તેમને અવગણવા એ શ્રેષ્ઠ પ્રતિસાદ છે. કોઈ પણ દ્વારા થતી હિંસા અથવા ગુનાહિત નુકસાન હંમેશાં સ્વીકાર્ય નથી અને તેને સહન કરવામાં આવશે નહીં.’’

એન્ટી રેસીઝમ અને ફારરાઇટ જૂથોએ આ સપ્તાહના અંતમાં લંડનમાં વિરોધની યોજનાઓ બનાવી હતી. જો કે, બીએલએમ લંડને કહ્યું હતું કે તેણે શનિવારે હાઇડ પાર્કમાંનું વિરોધ પ્રદર્શન રદ કર્યું હતું.