ચાન્સેલર ઋષિ સુનક (Photo by Dan KitwoodGetty Images)

યુકેમાં જન્મેલા ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકે રવિવારે બ્રિટનમાં ઉછરેલા બાળક તરીકે પોતે પણ નાના સીબલીંગની હાજરીમાં થયેલા રેસીસ્ટ દુર્વ્યવહાર વિશે વાત કરી હતી જો કે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં સમય જતાં પ્રચંડ પ્રગતિ થઈ છે.

વીકેન્ડમાં થયેલા ફાર રાઇટ અને BLM પ્રદર્શકો વચ્ચે થયેલી અથડામણો અંગે ટિપ્પણી કરતાં સુનકે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’આ પ્રકારની રેસીસ્ટ વર્તણુંક તમારી સાથે થાય તે પૂરતી મુશ્કેલ છે પરંતુ જ્યારે મારી સાથે મારો નાનો ભાઈ અને બહેન હતા ત્યારે થયું હતું તેથી ખાસ કરીને અસ્વસ્થ થયો હતો. હું તેમને તેનાથી બચાવવા માંગતો હતો. તે ફક્ત શબ્દો હોઈ શકે છે, પરંતુ તે એવી રીતે ડંખે છે કે જે અન્ય વસ્તુઓની જેમ ડંખતા નથી. તે [રેસીસ્ટ એબ્યુઝ] કંઈક અલગ જ હોય છે જે તમારા મુખ્ય ભાગને કાપી નાખે છે.”

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શનિવારે લંડનમાં કેટલાક વિરોધ પ્રદર્શન દરમિયાન જોવા મળેલું હિંસક ઘર્ષણ, આઘાતજનક અને ઘૃણાસ્પદ બંને હતું અને જવાબદારોએ કડક કાયદાકીય પરિણામો ભોગવવા જોઈએ. બ્રિટન હંમેશાં એક મુક્ત અને સહિષ્ણુ દેશ રહ્યો છે અને આપણે ગઈ કાલે જે જોયું તે તે દેશને અનુરૂપ નહોતું. હંમેશાં એક નાનકડી લઘુમતી, કદાચ રેસીસ્ટ હશે પરંતુ એકંદરે મારો દેશ તેવો નથી. મારા દેશે અને આપણા સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે.”