(Photo by Danny Lawson - WPA Pool/Getty Images)

સાંસદોના પ્રભાવશાળી જૂથના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની કોવિડ-19 ઇન્કમ સપોર્ટ યોજનાઓમાં રહેલી ચૂકના કારણે મિલિયનથી વધુ લોકો વંચિત રહ્યા હતા જેમને મદદ કરવા કાર્ય કરવું જોઇએ. ટ્રેઝરીની સર્વપક્ષી સીલેક્ટ કમીટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો આર્થિક તંગી સહન કરી રહ્યા છે અને તેઓ નોકરીયાત કે સેલ્ફ એમ્પલોઇડ લોકોની જેમ ચાન્સેલરની યોજનાઓનો લાભ મેળવવામાં અસમર્થ છે.

આ સમિતિએ જણાવ્યું હતું કે ચાન્સેલર, ઋષિ સુનાકે, વ્યક્તિઓ અને વ્યવસાયોને રોગચાળાની અસરથી બચાવવાના પોતાના વચનને પૂરું કરવાની અને કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ અને સેલ્ફ એમ્પલોઇડ ઇન્કમ સપોર્ટ સ્કીમમાં રહેલી ગેપને પહોંચી વળવા હાકલ કરી.

ફર્લો યોજના હેઠળ આશરે 9 મિલીયન નોકરીઓને બચાવવા £19.6 બિલીયનનો ખર્ચો કરાયો છે અને SEISS યોજના હેઠળ 2.6 મિલિયન લોકોએ દાવો કરતા £7.5 બિલિયનની સહાય કરવામાં આવી હતી. ચાન્સેલર ઋષિ સુનકે ગયા મહિને જાહેરાત કરી હતી કે કંપનીઓએ ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓને વધુ વેતન ચૂકવવું પડશે.

સમિતિએ કહ્યું હતું કે પાંચ વિશિષ્ટ જૂથો સાથે કડક વર્તન કરવામાં આવી રહ્યું છે. જેમાં નવી નોકરી શરૂ કરનારા, નવા સેલ્ફએમ્પલોઇડ લોકો, £50,000થી વધુનો વાર્ષિક નફો ધરાવતા લોકો, લીમીટેડ કંપનીઓના ડિરેક્ટર અને ફ્રીલાન્સર્સ અથવા તે ટૂંકા ગાળાના કરાર પર હોય તેવા લોકોને CJRS અથવા SEISSનો લાભ મળવાની શક્યતા નથી. .

ટ્રેઝરી કમિટીના અધ્યક્ષ મેલ સ્ટ્રાઈડે કહ્યું હતું કે ‘’એકંદરે સુનકે પ્રભાવશાળી ધોરણે અને ગતિએ કામ કર્યુ હતુ. જો કે, તેમ છતાં સમિતિએ એક મિલિયનથી વધુ લોકોએ કોઈ દોષ ન હોવા છતાં આજીવિકા ગુમાવી હોવાનું શોધ્યું છે. જો તેમણે પોતાના વચનને પૂરેપૂરૂ પૂર્ણ કરવું હોય તો આવા લોકોને મદદ કરવા તાકીદે અમારી ભલામણો લાગુ કરવી જોઈએ.”