Vol. 1 No. 35 About | Contact | Advertise 17th June 2020


‘ ’
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ



UK News
યુકેમાં વંશીય અસમાનતાના “તમામ પાસાં”ની તપાસ માટે ક્રોસ-ગવર્નમેન્ટ કમિશનની સ્થાપના

બોરિસ જ્હોન્સને ડેઇલી ટેલિગ્રાફમાં લખેલા એક લેખમાં જાહેરાત કરી છે કે તેઓ યુકેમાં વંશીય અસમાનતાના “તમામ પાસાં”ની તપાસ માટે ક્રોસ-ગવર્નમેન્ટ કમિશનની સ્થાપના કરશે. વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે જાતિવાદને કાબૂમાં લેવા માટે બ્રિટને ઘણું બધુ કરવાનું હતું અને જાતિ અને વંશીય ભેદભાવ અંગેનું આ કમિશન રોજગાર, આરોગ્ય, શૈક્ષણિક અને જીવનના અન્ય તમામ ક્ષેત્રમાં અસમાનતાના તમામ પાસાંને જોશે. તેમણે જણાવ્યું હતું કે ‘’આ દેશની કાળજી લેનાર કોઈ પણ વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનમાં જોડાયેલા હજારો લોકોને અવગણી શકે નહીં. આપણે જાતિવાદ સામે લડવામાં મોટી પ્રગતિ કરી છે. પણ આપણે ઘણું કરવાની જરૂર છે; અને અમે કરીશું.”
Read More...
તમારા માટે સત્ય, બીજાઓ માટે પ્રેમ અને બધા માટે કરુણા
ઉમેશ ભૂડિયા, યુએસએ દ્વારા 2020 – નવા દાયકાની શરૂઆત. લક્ષ્યો, આકાંક્ષાઓ અને ઇચ્છાઓને વ્યાખ્યાયિત અને કોડિફાઇ કરવાની અને તમે જે બનવા માંગો છો ત્યાં જવા માટે, તે લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં દરરોજ પોતાને વચન આપવાની તક. તે વર્ષની અધવચ્ચે, અને ઘણા લોકો માટે, તે ધ્યેયો અને સપનાઓનો કોઇ પણ વાંક ન હોવા છતાં તેના પર પ્રહાર કરવામાં આવશે.
Read More...
પિક ફોર બ્રિટન : ચાલો રાષ્ટ્રને ખવડાવવાનું કામ કરીએ
કોરોનાવાયરસ રોગચાળાના કારણે દેશમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે આપણી ફૂડ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા માટે આપણે બધાં ઘણું બધું કરી શકીએ તેમ છીએ. આપણે હાલની સીઝનમાં મળતા સીઝનલ શાકભાજી ખાઇ શકીએ છીએ તો બીજી તરફ તાજા શાકભાજી અને રસાદાર ફળોમાંથી નવી નવી વાનગીઓ અને વ્યંજનો પણ બનાવી શકીએ છીએ અથવા તો ફાર્મમાં સમર જોબ કરીએ.
Read More...

લેસ્ટરના હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની ફૂડબેંકને જોરદાર સફળતા
લેસ્ટરના સેન્ટ બાર્નબાસ રોડ પર અવેલ શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા નબળા લોકો અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા તા. 5 મી એપ્રિલ 2020થી સ્થાપવામાં આવેલી ફૂડબેંકને જોરદાર સફળતા સાંપડી છે.શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રેસિડેન્ટ શીતલભાઇ આડતીયાએ જણાવ્યું હતું કે ‘’અમે લેસ્ટરશાયરમાં રહેતા જરૂરિયાતમંદ અને બીમાર-નબળા લોકોને લાંબો સમય ટકી રહે તેવુ અનાજ-કરીયાણું અને તૈયાર ભોજન આપીએ છે.
Read More...

international news
વિશ્વભરમાં કોરોના વાયરસના 82.76 લાખ કેસ નોંધાયા, 4.46 લાખથી વધારે લોકોના મોત થયા
વિશ્વભરમાં કોરોનાના 82.76 લાખ કેસ નોંધાયા છે. જેમા 4.46 લાખથી વધારે લોકોના મોત થયા છે. 43 લાખ 23 હજાર 357 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં 24 કલાકમાં 7943 કેસ નોંધાયા છે અને 194 લોકોના મોત થયા છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધારે કોરોના સંક્રમિત દેશ છે. અહીં 5 લાખ 53 હજાર 301 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7,478 લોકોના મોત થયા છે.
Read More...

કોરોના મુક્ત થયેલા ન્યૂઝિલેન્ડમાં ફરીવાર કોરોનાએ એન્ટ્રી મારી
કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસના એક પણ કેસ સામે ન આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતાં.
Read More...

સંયુક્ત રાષ્ટ્રએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને લઈ ચિંતા વ્યક્ત કરી
ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે અને ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારત અને ચીન વચ્ચેના આ તણાવ પર અમેરિકાએ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
Read More...





THIS WEEK
Click Full Screen
BUY NOW
India news

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 3,54,065 થઇ, 3168 લોકોના મૃત્યુ થયાં

દેશમાં સતત કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરવા છતાં કોરોનાનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 3,54,065 થઇ ચુકી છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10, 974 કેસ સામે આવી ચુક્યા છે અને 2003 લોકોના મૃત્યુ થયા છે. આ પ્રથમવાર છે જ્યારે દેશમાં એક દિવસમાં એટલા કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે, સૌથી વધારે 1409 મોત મહારાષ્ટ્રમાં થયા છે. Read More...

કોરોનાના સંક્રમણને અટકાવવામાં સફળતા પ૨ જ અનલોક-1 ની છુટછાટોનો આધા૨ : મોદી
દેશમાં કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસ વચ્ચે આગામી સમયની વ્યૂહ૨ચના નકકી ક૨વા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બે દિવસની વિડીયો કોન્ફ૨ન્સમાં ગઈકાલે પ્રથમ તબકકામાં અનલોક-૧ના પ્રથમ બે સપ્તાહની પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વામાં આવી હતી. તેમાં એક ત૨ફ વધતા જતા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત ક૨વામાં આવી તો સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપી દીધો કે કોરોનાનું જોખમ યથાવત છે
Read More...

ગરમીની જેમ ચોમાસુ પણ કોરોના વાયરસ પર બેઅસર રહેશે
ગરમીના વાતાવરણમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે તેવી માન્યતા ખોટી પડી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં દરરોજ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હેલ્થ અને ઈન્ફેકશન એકસપર્ટ વાયરસને સમજવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં માત્ર અનુમાનો પર આધાર રખાઈ રહ્યો છે. તબીબો અનુસાર, આ વાયરસ હજુ નવો છે તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે.
Read More...
Gujarat News
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 24628 અને મૃત્યુનો આંક 1534 થયો
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો એક સાથે ઉમેરો થવાનો અત્યાર સુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રાજ્યના કુલ કેસની સંખ્યા વધીને ૨૪૬૨૮ અને મૃત્યુનો આંક વધીને ૧૫૩૪ થયો છે. અમદાવાદમાં વધુ ૩૩૨ કેસ ઉમેરાયા છે જ્યારે ૨૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નોંધાયા છે.
Read More...

ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે 20 પ્રકારો સક્રિય
કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા તમામ સંશોધનોમાં વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના માટે સમય અને સ્થળ સહિતની ક્ષેત્રીય પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. ગુજરાતમાં બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના અભ્યાસમાં કરાયેલા દાવા પ્રમાણે માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના 20થી વધારે પ્રકારો (વેરિએન્ટ્સ) ઉપસ્થિત છે.
Read More...

માસ્ક પહેર્યા વિના સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં મુકશો તો દંડાશોઃ રાજકોટ પોલીસ કમિશનર
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેર્યા વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો તો દંડ ફટકારવામાં આવશે. ફરજિયાત માસ્કની અમલવારી કરાવવા સાયબર સેલની ટીમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ આઇવે પ્રોજેક્ટ હેઠળ માસ્ક પહેર્યા વગર જણાશો તો ઘરે ઇ-મેમો આવી જશે.
Read More...

રથયાત્રા અંગે રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથીઃ પ્રદિપસિંહ જાડેજા
કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, રથયાત્રા અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું
Read More...

gg2 gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store