(Photo by Jeff J Mitchell/Getty Images)

બોરિસ જ્હોન્સને ડેઇલી ટેલિગ્રાફમાં લખેલા એક લેખમાં જાહેરાત કરી છે કે તેઓ યુકેમાં વંશીય અસમાનતાના “તમામ પાસાં”ની તપાસ માટે ક્રોસ-ગવર્નમેન્ટ કમિશનની સ્થાપના કરશે. વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે જાતિવાદને કાબૂમાં લેવા માટે બ્રિટને ઘણું બધુ કરવાનું હતું અને જાતિ અને વંશીય ભેદભાવ અંગેનું આ કમિશન રોજગાર, આરોગ્ય, શૈક્ષણિક અને જીવનના અન્ય તમામ ક્ષેત્રમાં અસમાનતાના તમામ પાસાંને જોશે.

તેમણે જણાવ્યું હતું કે ‘’આ દેશની કાળજી લેનાર કોઈ પણ વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનમાં જોડાયેલા હજારો લોકોને અવગણી શકે નહીં. આપણે જાતિવાદ સામે લડવામાં મોટી પ્રગતિ કરી છે. પણ આપણે ઘણું કરવાની જરૂર છે; અને અમે કરીશું.”

ધ ટેલિગ્રાફે અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’નવુ કમિશન સીધા જ વડાપ્રધાનને રિપોર્ટ કરશે અને ઇક્વાલીટી મિનીસ્ટર કેમી બેડેનોચ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. સંસ્થાની દેખરેખ માટે સ્વતંત્ર અધ્યક્ષ અથવા કોઇ સ્ત્રીની નિમણૂક કરવામાં આવશે જે “વંશીય, સામાજિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિના મિશ્રણવાળા” હોય.

વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના નંબર 10ના સલાહકાર મુનીરા મિર્ઝા યુકેના રેસ ઇક્વાલીટી કમિશનની રચના માટે વ્યવસ્થા કરશે. મુનીરા મિર્ઝાએ સંસ્થાકીય જાતિવાદના અસ્તિત્વ પર શંકા વ્યક્ત કરી છે અને ‘ફરિયાદની સંસ્કૃતિ’ ની ટીકા કરી છે. બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પ્રદર્શનની વૈશ્વિક લહેર પછી રવિવારે બોરીસ જ્હોન્સન દ્વારા જાહેર કરાયેલી જાતિ અને વંશીય અસમાનતા અંગેના પંચની રચના કરવા માટે નંબર 10માં પોલીસી યુનિટના વડા મુનીરા મિર્ઝાની પસંદગી કરવામાં આવી છે.

સમજાય છે કે મિર્ઝાએ કહ્યું છે કે તેઓ કમિશનના ભાગ રૂપે ટ્રેવર ફિલિપ્સની ભરતી કરશે. ફિલિપ્સ, સમાનતાઓ અને માનવાધિકાર આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. જેમણે  વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે યુકેના મુસ્લિમો “રાષ્ટ્રની અંદર એક રાષ્ટ્ર” છે.

લેબર સાંસદ અને ભૂતપૂર્વ શેડો હોમ સેક્રેટરી ડિયાન એબોટે જણાવ્યું હતું કે “મુનીરા મિર્ઝાના નેતૃત્વમાં એક નવા રેસ ઇક્વાલીટી કમિશનનું આગમન થતાં જ અવસાન થયું છે. તે ક્યારેય સંસ્થાકીય જાતિવાદમાં વિશ્વાસ નથી કરતી.” મિર્ઝા, જેઓ કમિશનના સભ્યોની ભરતી માટેના અગ્રણી તરીકે મનાઇ રહ્યા છે તેઓ વંશીય અસમાનતા પાછળના માળખાકીય પરિબળોને પહોંચી વળવા માટેના અગાઉની સરકારના પ્રયત્નોના વિવેચક રહ્યા છે.

રનીમીડ ટ્રસ્ટના વચગાળાના દિગ્દર્શક ઝુબૈદા હકે  જણાવ્યું હતું કે વડા પ્રધાને કમિશન માટેની અંતિમ જવાબદારી લીધી હતી. “આ સરકારમાં ઘણા સભ્યો છે જેઓ થેરેસા મેની રેસ ડિસ્પરિટી ઑડિટના મજબૂત સમર્થક ન હતા, જેમાં મુનિરા મિર્ઝા પણ સામેલ છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે વડા પ્રધાન અહીં પ્રભારી છે.