યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

કોરોનાવાયરસ રોગચાળાના કારણે દેશમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે આપણી ફૂડ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા માટે આપણે બધાં ઘણું બધું કરી શકીએ તેમ છીએ. આપણે હાલની સીઝનમાં મળતા સીઝનલ શાકભાજી ખાઇ શકીએ છીએ તો બીજી તરફ તાજા શાકભાજી અને રસાદાર ફળોમાંથી નવી નવી વાનગીઓ અને વ્યંજનો પણ બનાવી શકીએ છીએ અથવા તો ફાર્મમાં સમર જોબ કરીએ.

ખરેખર કહીએ તો દરેક સીઝનમાં મળતા તાજા અને પૌષ્ટીક શાકભાજી ખાવાથી ઘણાં બધાં જરૂરી વીટામીન્સ મળે છે. જે કોઈપણ વ્યક્તિ ચાહે તે બાળક હોય, પુખ્ત વયના હોય અથવા વૃદ્ધ, તે સૌ માટે આવશ્યક છે.

યુકે સરકાર જે લોકો યોગ્ય અને સ્વસ્થ છે તેવા લોકોને આ ઉનાળામાં ખેતરોમાં સીઝનલ જોબ કરવા માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેથી પોતાના તરફથી કઇંક કરવા માંગતા લોકો આપણાં રાષ્ટ્રને જમાડી શકે.

 

પિક ફોર બ્રિટન

‘પિક ફોર બ્રિટન’ અભિયાન બધા ખેડૂતો વતી ભરતી કરનારા લોકોને નોકરી શોધતા લોકો માટે એક જગ્યાએ લાવે છે. પિકર્સથી લઇને પેકર્સ, પશુપાલન અને ટ્રેક્ટર ડ્રાઇવર અથવા ફોર્કલિફ્ટ ડ્રાઇવરની ઘણી બધી નોકરીઓ હાલના તબક્કે દેશના વિવિધ ફાર્મમાં ઉપલબ્ધ છે.

સમર જોબ કરવાની તકો ખેતરોમાં ઉપલબ્ધ છે. જેઓ યોગ્ય, તંદુરસ્ત અને કામચલાઉ નોકરી કરવા માંગે છે તેમને યુકે સરકાર ફાર્મમાં જોબ કરવા ઑનલાઇન ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરે છે. જેથી તેઓ સીઝનલ લેબર તરીકેની નોકરીઓ માટે અરજી કરી શકે છે અને ઉત્તમ ગુણવત્તાવાળા ફળ અને શાકભાજીનો આનંદ માણવા માટે તે દરેકને પહોંચાડી શકે.

હાલમાં કોલેજ અને યુનિવર્સીટીઝ બંધ છે ત્યારે ઉનાળાના મહિનાઓમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફાર્મમાં નોકરી કરીને તેમના આગળના ભાવિ માટે પૈસા કમાઇ શકે છે. તેમને માટે નવા લોકોને મળવાની અને આ મૂલ્યવાન કામનો અનુભવ મેળવવાની શ્રેષ્ઠ તક છે.

એમ્પલોયર દ્વારા ફર્લો કરાયેલા કામદારો, જેમને કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરવાની મંજૂરી મળેલી છે તેઓ તેમનું ફર્લો હેઠળનુ વેતન ચાલુ રાખીને વધારાની કમાણી કરવા માટે ફાર્મમાં સીઝનલ કામ કરી શકે છે.

અત્યારે પાક ઉગાડવાની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે. જૂનથી સપ્ટેમ્બર માસ સુધી, દેશભરના ખેડુતો અને ઉત્પાદકોને લણણીની સીઝનમાં અસાધારણ મદદ અને સહકારની જરૂર છે. જેમાં આપણે સૌ આ ઉનાળાની સીઝન દરમિયાન ફાર્મમાં નોકરી કરીને મદદ કરી શકીએ છીએ. ફાર્મ પર રહીને કામ કરવાથી લઇને સારા પગારની વિપુલ તકો છે.

વધુ માહિતી માટે ‘પિક ફોર બ્રિટન’ વેબસાઇટની https://pickforbritain.org.uk/ મુલાકાત લો.

 

મેડલિન ઓવેનનો ખેતરમાં કામ કરવાનો અનુભવ

મેડલિન ઓવેન ઓર્મિસ્ટન રિવર્સ એકેડમીમાં ભણે છે. ન્યુ મૂર ફાર્મથી તેના શાળા નજીકમાં જ રોડ ઉતરો એટલે તુરંત જ આવે છે. તેણી યર 12 એટલે કે AS લેવલમાં ભણતી હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે શાળાઓ બંધ કરાતા હવે તેમની પરિક્ષાઓ રદ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને ખેતરમાં પીકરની નોકરી મળી છે

જે લોકોને ફાર્મમાં સમર જોબ કરવી છે તેવા લોકોને ખૂબ જ ઉપયોગી થઇ શકે તેવી મેડલિન ઓવેનની મુલાકાત અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્ન: તમે ક્યાં રહો છો?

જવાબ: હું મારા પરિવાર સાથે અહીં લોકલી, બર્નહામમાં રહું છું, તેથી મને દરરોજ સવારે મારી મમ્મી મૂકી જાય છે, જેના કારણે તે ખરેખર જાણે ચાંદ પર જઇ પહોંચી હોય તેટલી ખુશ છે.

પ્રશ્ન: તમે ફાર્મ પર આવવાનું અને કામ કરવાનું શા માટે નક્કી કર્યું?

જવાબ: મારા મમ્મીને આ વિસ્તારમાં ઘણા મિત્રો છે અને તેણે કહ્યું હતું કે માર્ક [ખેડૂત] કોઇને શોધી રહ્યો છે અને મારે પણ કંઇક કામ કરવું હતું – મને પણ સવારે પથારીમાંથી બહાર નીકળવાનું કારણ જોઈતું હતું અને દિવસ દરમિયાન કંઈક કરવું હતું, આમ મને અહિ નોકરી મળી ગઇ.

પ્રશ્ન: તમારા રોજિંદા કાર્યો વિશે મને વાત કરી શકો?

જવાબ: તમારે રોજ સવારે 6 વાગ્યે અહીં આવી જવાનું હોય છે. બે ફિલ્ડમાં પીકીંગ કર્યા પછી અમારી પાસે 15 મિનિટનો વિરામ હોય છે. જ્યારે ઠંડી હોય અને પ્રોડ્યુસ એટલી ઝડપથી વધતું ન થતું હોય ત્યારે અમે અડધો દિવસ જ કામ કરીએ છીએ, પરંતુ જ્યારે તડકો હોય છે ત્યારે અમે બપોરના ભોજન પછી પણ ખેતરોમાં લણણી કરીએ છીએ.

પ્રશ્ન: તમે અત્યાર સુધીમાં કોઈ નવુ કૌશલ્ય શીખ્યું છે?

જવાબ: હા ચોક્કસપણે, કારણ કે તે ખૂબ જ અલગ છે – તેના જેવું કામ મેં ક્યારેય કર્યું નથી. મેં રેસ્ટૉરન્ટ્સ, બાર્સ, કાફેમાં બધુ જ કામ કર્યું છે, પરંતુ આના જેવું કામ ક્યારેય નથી કર્યું. જેમ કે સેકેટર્સની જોડીની ધાર કઇ રીતે કાઢવી તે હું શીખી ગઇ છું, જો કે તેમાં મને થોડો સમય લાગ્યો. પણ આખરે મેં તે કરી લીધુ!

ઉપરાંત, ઘણી બધી સામાજિક કુશળતા કે જે હું અન્યત્ર લાગુ કરી શકું. અને મારી પાસે આવી બાબતોનો કોઇ જ માહિતી ન હતી કે આ બધું કેટલું વાસ્તવિક અને કેટલું નજીક છે.

પ્રશ્ન: જે કોઈ તમારી જેમ જ ખેતરમાં કામ કરવાનું વિચારી રહ્યુ હોય તો તેવી જ પરિસ્થિતિમાં તેમને માટે તમારો સંદેશ શું હશે?

જવાબ: ચોક્કસપણે તમે કામ કરો –100% ચોક્કસપણે કામ કરો. બહાર નીકળવાનો આ એક સરસ રસ્તો છે, હું ઘણા બધા લોકોને મળી છું જેમની પાસેથી હું ઘણું શીખી છુ, મને ઘણી બધી વાતો અને જુદી જુદી વસ્તુઓ જાણવા મળી છે અને ખરેખર તે બધી ઉપયોગી છે, તેમાં જ મજા છે.