Getty Images)

વિશ્વભરમાં કોરોનાના 82.76 લાખ કેસ નોંધાયા છે. જેમા 4.46 લાખથી વધારે લોકોના મોત થયા છે. 43 લાખ 23 હજાર 357 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં 24 કલાકમાં 7943 કેસ નોંધાયા છે અને 194 લોકોના મોત થયા છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધારે કોરોના સંક્રમિત દેશ છે. અહીં 5 લાખ 53 હજાર 301 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7,478 લોકોના મોત થયા છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ગરીબીમાં જીવી રહેલા 8 કરોડથી વધારે લોકો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. મહામારીના કારણે આ દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. UNએ આ દેશોમાં રહેનાર લોકોની મદદ કરવા માટે આંતરાષ્ટ્રિય એકતાની અપીલ કરી છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 22 લાખ 8 હજાર 400 કેસ નોંધાયા છે. 1.19 લાખ લોકોના મોત થયા છે. 9 લાખ 3 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં પણ સંક્રમણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. અહીં 9 લાખ 28 હજાર 834 કેસ નોંધાયા છે. 45 હજાર 456 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર 918 કેસ નોંધાયા છે અને 1282 લોકોના મોત થયા છે. અમેરિકા પછી બીજો સૌથી સંક્રમિત દેશ છે.