Getty Images)

દેશમાં સતત કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરવા છતાં કોરોનાનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 3,54,065 થઇ ચુકી છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10, 974 કેસ સામે આવી ચુક્યા છે અને 2003 લોકોના મૃત્યુ થયા છે. આ પ્રથમવાર છે જ્યારે દેશમાં એક દિવસમાં એટલા કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે, સૌથી વધારે 1409 મોત મહારાષ્ટ્રમાં થયા છે.

મુંબઇમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 હજારથી પણ વધારે છે, જેમાંથી 3168 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ રેકોર્ડ 437 કોરોના દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, આ દિલ્હીમાં અત્યાર સુધી થયેલા મોતનો સૌથી મોટો આંકડો છે, સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ અનુસાર, દેશમાં હાલ 1,55,227 એક્ટિવ કેસ છે, ત્યારે મહામારીથી અત્યાર સુધીમાં 1,86,934 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અહીં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 93 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારબાદ ડેથ ઓડિટ કમેટીએ 344 અન્ય મોત થઇ હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 1837 થઇ ચુકી છે.

શહેરમાં ડેથ રેટ વધીને 4.1 ટકા સુધી પહોંચી ગયો છે, જ્યારે સમગ્ર દેશમાં મૃત્યુ દર 3.3 ટકા છે. વર્લ્ડોમીટર અનુસાર, કોરોનાથી અત્યાર સુધીમાં 11,921 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે, જ્યારે એક લાખ 87 હજારથી વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 54 હજારથી વધારે છે.