Vol. 3 No. 205 About   |   Contact   |   Advertise 18th June 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન્સના મોતનો સિલસિલો, બોરિસે નવું રેસ કમિશન રચ્યું

એનએચએસના વરિષ્ઠ હોદ્દાઓ પર પૂરતુ પ્રતિનિધિત્વ કરવામાં આવતું ન હોવાથી એશિયન અને શ્યામ લોકો બિનજરૂરી અને અપ્રમાણસર સંખ્યામાં મૃત્યુ પામે છે એમ ડોકટરો, સંસદસભ્યો અને આરોગ્ય અધિકારીઓએ ગરવી ગુજરાતને જણાવ્યું છે. અમને એ જાહેર કરતા દુ:ખ થાય છે કે કોવિડથી છેલ્લા 10 દિવસમાં વધુ 17 BAME ડૉક્ટરો મૃત્યુ પામ્યા છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ યુનિયને કહ્યું હતું કે પબ્લિક હેલ્થ ઇંગ્લેંડની છ-અઠવાડિયાની રેસ સમીક્ષા પછીથી 35 માંથી 33ની સંખ્યા આવે છે.

Read More...
સરહદે ભારત-ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ, બંને દેશના સંખ્યાબંધ જવાનો શહીદ

લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સોમવાર રાત્રે (15 જુન) ગલવાન વેલી પાસે બંને દેશ વચ્ચે ચર્ચા પછી મામલો થાળે પડી રહ્યો જણાતો હતો ત્યારે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદિલી વધી રહી છે. સોમવારની અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા છે. તો સામે પક્ષે ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ પાંચ સૈનિકોના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ચીનના અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સે આ માહિતીની ખાતરી કરી છે. જોકે, ભારતીય આર્મીએ જણાવ્યું હતું કે, બંને દેશના જવાનો શહીદ થયા છે.

Read More...
ઓનલાઈન પીટીશન બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવા બાબતે લેસ્ટર સિટી કાઉન્સિલ વિચારણા કરશે

લેસ્ટરના બેલગ્રેવના ગોલ્ડન માઇલ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવા માટે કરવામાં આવેલી ઓનલાઈન પીટીશનમાં લગભગ 6,000 લોકોએ સહિઓ કરીને આ અભિયાનને ટેકો આપ્યા બાદ લેસ્ટર સિટી કાઉન્સિલે આ અંગે વિચારણા કરશે એમ જણાવ્યું છે. બીજી તરફ અહિંસાના પૂજારી અને ભારત તથા દક્ષિણ આફ્રિકામાં સ્વાતંત્ર્ય માટે અહિંસક આંદોલન કરનાર ગાંધીજીની પ્રતિમાને દૂર કરવાના અભિયાન સામે વ્યાપક આક્રોશ ફેલાયો છે.

Read More...
BAME સાંસદોનો રેસીઝમની ચર્ચામાં પ્રીતિ પટેલ પર ગેસલાઇટિંગનો આરોપ

’યુકેમાં શ્યામ લોકો અને સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા વાસ્તવિક રેસીઝમને ગેસલાઇટ કરવા માટે તમે જે રીતે તમારા વારસા અને રેસીઝમના અનુભવોનો ઉપયોગ કર્યો છે તેથી અમે નિરાશ થયા છીએ. આપણી બધાની જાતિવાદની વ્યક્તિગત કથાઓ છે જેનો આપણે સામનો કરવો પડ્યો છે, ચાહે તે આપણી ત્વચાના રંગ બાબતેની હોય કે આપણા ધર્મ અંગેની.”

Read More...
અમેરિકામાં એચ-1બી વીસા સસ્પેન્ડ કરવા ટ્રમ્પની વિચારણા

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1બી, એલ-1 સહિતના અન્ય એમ્પ્લોયમેન્ટ વીસા સસ્પેન્ડ કરવાનું વિચારી રહ્યાં છે. મીડિયા રીપોર્ટ્સ મુજબ કોરોના વાઇરસ મહામારીના કારણે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીના પગલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ વીસા સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.એચ-1બી જેવા વીસા સસ્પેન્ડ કરવામાં આવે તો તેની સૌથી વધુ વિપરિત અસર ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે તેવું મનાય છે. અમેરિકામાં નવું નાણાંકિય વર્ષ એક ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવા નાણાંકિય વર્ષની શરૂઆતથી આ વીસા સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના છે.

Read More...
ચાલુ વર્ષે અમેરિકાની અર્થવ્યવસ્થામાં 6.5 ટકાના ઘટાડાની શક્યતા

૨૦૨૦માં અમેરિકાની અર્થવ્યવસ્થા ૬.૫ ટકા સુધી ઘટી શકે છે અને આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં બેરોજગારીનો દર ૯.૩ ટકાની આસપાસ રહેશે એમ અમેરિકાની કેન્દ્રિય બેન્ક ફેડરલ રીઝર્વના નીતિ ઘડનારાઓએ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે, ફેડરલ રીઝર્વ બેન્ક આ મંદીમાંથી બહાર નીકળવા માટે ઘણા પ્રયાસ કરી રહી છે, જેની અસર વર્ષો સુધી જોઇ શકાશે.

Read More...
કુંડલીનીનું સામર્થ્ય – અસરકારકતા

સદ્દગુરુ -તમે જો તેના તરફ જોશો તો એક તબક્કે કુંડલીની એ અલૌ‌કિક કે દૈવી શ‌ક્તિનું બીજું નામ અથવા તમારા સર્જનનો સ્‍ત્રોત છે. તમે બહારથી શ‌ક્તિ ‌સિંચન કર્યું હોવા છતાં જન્‍મથી માંડીને આજદીન સુધી તમારા શરીરના થયેલો ‌‌વિકાસ એ આંત‌રિક કે અંદરથી જ થયેલો છે. આ બધું જેના થકી થાય છે તે ઉર્જાનું આપણે ભગવાન દૈવીશ‌‌ક્તિ કે અન્‍ય કોઇ પણ કહી શકીએ. અમે શ્રદ્ઘા કે ‌વિશ્‍વાસ તરીકે નહીં પરંતુ તેને ‌‌વિજ્ઞાન તરીકે જોતા હોવાથી યોગમાં અમે તેને ચોક્કસ નામ આપ્‍યું છે.

Read More...

  Sports
લીએન્ડર પેસે નિવૃત્તિનો નિર્ણય બદલ્યો, હવે 100મી ગ્રાન્ડસ્લેમ, 8મી ઓલિમ્પિકમાં રમવાનું લક્ષ્ય

ભારતનો લેજન્ડરી ટેનિસ સ્ટાર લીએન્ડર પેસ કારકિર્દીની ૧૦૦મી ગ્રાન્ડ સ્લેમમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. આ સાથે તેણે આઠમી ઓલિમ્પિકમાં રમવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. પેસે અગાઉ એવી જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ની સિઝનના અંતે તે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.

Read More...
ટી-20 વર્લ્ડ કપના ભાવિનો નિર્ણય આવતા મહિના ઉપર ઠેલાયો

ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટના ભાવિનો નિર્ણય આવતા મહિના ઉપર ઠેલાયો છે. આઇસીસીની હાઈ પાવર બોર્ડ ગયા સપ્તાહની મિટિંગમાં પણ ટી-૨૦ વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો અને બધાએ હજુ એક મહિનો રાહ જોવા સંમતી દર્શાવી હતી. ત્રણ કલાકની મીટિંગમાં અનેક મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી.

Read More...
ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા, ઝિમ્બાબ્વેનો પ્રવાસ રદ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ અને એ પહેલાનો જુન મહિનાનો શ્રીલંકાનો પ્રવાસ રદ કર્યાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. શ્રીલંકા ક્રિકેટે ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં રમાવાની હતી તે વન-ડે અને ટી-20ની સીરીઝ કોરોના વાઈરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ઇતિહાસ રચાયોઃ ભારતનું ફોરેક્સ રિઝર્વ અડધો ટ્રિલિયનને પાર કરી ગયું

કોરોનાના કોહરામ વચ્ચે લોકડાઉન પછી વિશ્વની અર્થવ્યસ્થા ડચકાં ખાઈ રહ્યું છે ત્યારે ભારત માટે સારા સમાચાર એ છે કે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો(ફોરેક્સ રિઝર્વ) પહેલીવાર અડધો ટ્રિલિયનને પાર ગઈ છે. ફોરેક્સ રિઝર્વમાં ભારતે નવો ઈતિહાસ રચ્યો હતો. ફોરેક્સ રિઝર્વને મામલે ભારત હવે ચીન અને જાપાન પછી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો ત્રીજો દેશ બન્યો હતો.

Read More...
ચીની કંપનીની કોરોનાનની રસીના હ્યુમન ટ્રાયલના આશાસ્પદ પરિણામ

ચીનમાં કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થવાની સંભાવનાએ સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. ચીનમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ત્યાંના બજારો બંધ થઈ રહ્યા છે ત્યારે બેઈજિંગની દવા બનાવતી કંપની સિનોવેક બાયોટેક એક સારા સમાચાર લઈ આવી છે. આ કંપની કોરોના વાયરસ માટે જે વેક્સિન બનાવી રહી છે તેના હ્યુમન ટ્રાયલના પરિણામો સુરક્ષિત અને સકારાત્મક આવ્યા છે.

Read More...
લોકડાઉનમાં પારલે જી બિસ્કિટના વેચાણનો 82 વર્ષનો રેકોર્ડ તુટ્યો

કોરોના મહામારી અને લોકડાઉનમાં મોટાભાગના વેપાર-ધંધા નુકસાન ભોગવી ચૂક્યા છે, પરંતુ Parle-G બિસ્કિટનું વેચાણ એ રીતે થયુ કે, વિતેલા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. Parle-G, 1938થી જ દેશવાસીઓની સૌથી લોકપ્રિય બિસ્કિટમાં પ્રસ્થાપિત થઇ ચૂકી છે અને આ લોકડાઉન વચ્ચે કંપનીએ તેના અત્યાર સુધીના વેચાણ ઇતિહાસની સૌથી વધુ બિસ્કિટ વેચીને રેકોર્ડ બનાવ્યો છે.

Read More...
  Entertainment

ગંગુબાઇ કાઠિયાવાડીમાં અજય દેવગણની એન્ટ્રીની શક્યતા

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ બહુચર્ચિત ફિલ્મોમાંની એક છે, જેની સાથે દર્શકોને ઘણી આશાઓ જોડાયેલી છે. આલિયા આ ફિલ્મમાં રૂપજીવિનીની ભૂમિકામાં નજર આવશે, જેનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. ભણસાલી આ ફિલ્મ પહેલા પ્રિયંકા ચોપરા સાથે કરવા ઇચ્છતા હતા, પણ સંજોગોને કારણે એવું થઇ ન શક્યું.
લોકડાઉન પહેલા આલિયા આ ફિલ્મની શૂટિંગ કરી રહી હતી, પરંતુ મહામારીને કારણે મેકર્સને તેનું શૂટિંગ રોકવું પડ્યું હતું. દિગ્દર્શક ભણસાલી પોતાની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ જૂનના અંતમાં ફરી શરૂ કરે એવી શક્યતા હોવાનું ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું હતું. ગંગુબાઇ કાઠિયાવાડીના નિર્માતા પહેલા ફિલ્મનો સેટ તોડવા વિશે વિચારી રહ્યા હતા, પણ તેમણે આખરે નિર્ણય બદલ્યો હતો. ફિલ્મનો સેટ હાલ એવો જ છે, પણ તેમાં રિપેરિંગની જરૂર છે.

Read More...

આમિર ખાનની નવી ફિલ્મમાં કોરોના કટોકટી

આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે શૂટિંગ અટકી પડ્યું અને રિલીઝ આગળ ધકેલવામાં આવી છે. હવે રિપોર્ટ્સ મુજબ મેકર્સે સ્ટોરીમાં કોરોના વાઇરસ સંકટને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મમાં 1947ના વિભાજન પછીની ઘણી હિસ્ટોરિકલ ઘટનાઓ સામેલ કરવામાં આવી છે. આવામાં મેકર્સને લાગે છે કે આમાં કોરોના સંકટને સામેલ નહીં કરીએ તો સ્ટોરી અધૂરી લાગશે. બોલિવૂડ હંગામામાં સૂત્રોની માહિતીના આધારે લખવામાં આવ્યું છે કે, આમ તો ફિલ્મ ઇતિહાસની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત છે. માટે આ સ્ટોરી કોરોના સંકટ બતાવ્યા વગર પૂરી ન થઇ શકે.

Read More...

ગેંગસ્ટર ફિલ્મ મુંબઇ સાગાનું શુટિંગ શરૂ થશે

કોરોનાવાઈરસને કારણે 19 માર્ચથી ટીવી તથા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ બંધ છે. ત્યારબાદ દેશમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે, સરકારે લૉકડાઉન ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું છે. સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. ટીવીના શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. બોલિવૂડ પણ હવે ધીમે ધીમે શૂટિંગ કરવાનું વિચારી રહ્યું છે. સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’નું શૂટિંગ જુલાઈમાં હૈદરાબાદમાં કરવામાં આવશે.
આ એક્શન ફિલ્મનુ શૂટિંગ લૉકડાઉન પહેલાં મુંબઈના રિયલ લોકેશનમાં થતું હતું. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મનું 12 દિવસનું શૂટિંગ બાકી છે અને હવે આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ટેકનિકલ સ્ટાફ તથા ક્રૂ મેમ્બરની મદદથી રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરશે.

Read More...

ટીવી એકટ્રેસ આશકા ગોરડિયાએ ટોપલેસ થઇને યોગાસનો કર્યા

ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા તેના ફિટનેસ વીડિયોને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. યોગના વિવિધ અને મુશ્કેલ આસનો કરતી વખતે તેમના યોગ ફેન્સને તે ખૂબ ગમે છે. હાલમાં જ વિશ્વ મહાસાગર દિવસ પર આશકાએ બીજો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સમુદ્ર કિનારે યોગ કરતી જોવા મળી રહી છે.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store