(Photo by Christopher Furlong/Getty Images)

’યુકેમાં શ્યામ લોકો અને સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા વાસ્તવિક રેસીઝમને ગેસલાઇટ કરવા માટે તમે જે રીતે તમારા વારસા અને રેસીઝમના અનુભવોનો ઉપયોગ કર્યો છે તેથી અમે નિરાશ થયા છીએ. આપણી બધાની જાતિવાદની વ્યક્તિગત કથાઓ છે જેનો આપણે સામનો કરવો પડ્યો છે, ચાહે તે આપણી ત્વચાના રંગ બાબતેની હોય કે આપણા ધર્મ અંગેની.”

દૈનિક ડાઉનિંગ સ્ટ્રીટ કોરોનાવાયરસ બ્રીફિંગમાં પત્ર વિશે પૂછવામાં આવતા, હેનકોકે કહ્યું હતું કે “અલબત્ત પ્રીતિ પટેલે રેસીઝમ વિષે તેમના વ્યક્તિગત અનુભવો વિશે વાત કરી તે ખોટી નહોતી. મેં આ પત્ર જોયો છે, અને હું પ્રીતિ પટેલ પર લગાડવામાં આવતી આ વિભાજનકારી રાજકારણને ધિક્કારું છું. મને ઇતિહાસની સૌથી વૈવિધ્યસભર સરકારનો ભાગ બનવા બદલ અતિ ગૌરવ છે.”

ભૂતપૂર્વ કુલપતિ સાજિદ જાવિદે આ પત્રને “સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરનાર અને બેજવાબદાર” ગણાવી ટ્વિટ કર્યું હતું કે “વંશીય-લઘુમતી મહિલાના જાતિવાદી દુર્વ્યવહારનો ઇતિહાસ સાંભળવાની કલ્પના કરો – અને પછી નિર્ણય લો કે દુર્વ્યવહાર કરનારની તમે નિંદા કરશો કે પીડિત બનનારની.”

સોમવારે તા. 8 ના રોજ કૉમન્સની ચર્ચામાં, લેબર સાંસદ ફ્લોરેન્સ એશાલોમીએ સૂચન કર્યું હતું કે લોકોમાં વ્યાપેલા ગુસ્સા અને માળખાકીય જાતિવાદને હલ કરવાની ઇચ્છાને સરકાર સમજી નથી.

પટેલે કૉમન્સને કહ્યું હતું કે તે ફ્લોરેન્સની ટીકાથી “ખરેખર, ખૂબ દુ:ખી હતી” અને ઉમેર્યું હતું કે  “તે એક ખૂબ જ અલગ હોમ સેક્રેટરી હોત, જેને એક બાળક તરીકે રમતના મેદાનમાં વારંવાર પા* કહેવામાં આવતી હતી, એક ખૂબ જ અલગ હોમ સેક્રેટરી જેની સાથે શેરીઓમાં રેસીસ્ટ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અથવા તેની કારકિર્દીને આગળ વધારવા માટે તેની અટક બદલી તેના પતિની અટક વાપરવા સલાહ આપવામાં આવી હતી. એક અલગ જ હોમ સેક્રેટરી જેને તાજેતરમાં ગાર્ડિયન અખબારમાં નાકમાં કડી સાથેની જાડી ગાય તરીકે ચિતરવામાં આવી હતી [પટેલ સ્ટીવ બેલના કાર્ટૂનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.]. જે માત્ર રેસીસ્ટ જ નહિં પણ સંસ્કૃતિક અને ધાર્મિક રીતે પણ અપમાનજનક હતું. તેથી જ્યારે રેસીઝમ, સેક્ષીઝમ, સહિષ્ણુતા અથવા સામાજિક ન્યાયની વાત આવશે ત્યારે હું હાઉસની બીજી બાજુથી પ્રવચનો નહીં લઉં.”

આ પત્રમાં, લેબર સંસદોએ પટેલને કહ્યું હતું કે “એક કલરના વ્યક્તિ હોવાને લીધે આપમેળે રેસીઝમના તમામ પ્રકારો પર અધિકાર સ્થાપિત નહીં થાય અને તે અનુભવો બીજાઓને “મૌન” કરવા માટે ઉપયોગમાં લેવા જોઈએ નહીં. અમે યુકેમાં શ્યામ સમુદાયો પર રેસીઝમ સામેના તેમના અવાજોને વાચા આપવા અને થઇ રહેલા પ્રભાવને ધ્યાનમાં લેવા કહીએ છીએ. આપણા વહેંચાયેલા અનુભવોનો ઉપયોગ શ્યામ લોકોની પાછળ ઉભા રહેવા અને તેમના અવાજોને ટેકો આપવા કરવો જોઇએ જેથી તેઓ યુકેમાં અને વિશ્વમાં વ્યાપેલા રેસીઝમ સામે ઉભા રહી શકે.”

પટેલે સોમવારે કહ્યું હતું કે વિકેન્ડમાં લંડનમાં મોટાપાયે શાંતિપૂર્ણ જાતિ-વિરોધી પ્રદર્શનમાં હિંસા આચરનારા “ઠગ અને ગુનેગારો”ને ન્યાયના પાંજરામા લવાશે.

પત્રનુ સંકલન શેડો કોમ્યુનિટી કોહેશન મિનીસ્ટર નાઝ શાહે કર્યુ હતુ અને અન્ય સિનિયર લેબર સાંસદો તુલિપ સિદ્દિક, કેટ ઓસામોર, ચી ઓનવુરાહ, સીમા મલ્હોત્રા, ડોન બટલર અને રોઝના એલિન-ખાન સહિતના અન્ય વરિષ્ઠ લેબર સાંસદોએ સહી કરી હતી.