પ્રશ્નકર્તા –  કુંડલીની શું છે ?
સદ્દગુરુ -તમે જો તેના તરફ જોશો તો એક તબક્કે કુંડલીની એ અલૌ‌કિક કે દૈવી શ‌ક્તિનું બીજું નામ અથવા તમારા સર્જનનો સ્‍ત્રોત છે. તમે બહારથી શ‌ક્તિ ‌સિંચન કર્યું હોવા છતાં જન્‍મથી માંડીને આજદીન સુધી તમારા શરીરના થયેલો ‌‌વિકાસ એ આંત‌રિક કે અંદરથી જ થયેલો છે. આ બધું જેના થકી થાય છે તે ઉર્જાનું આપણે ભગવાન દૈવીશ‌‌ક્તિ કે અન્‍ય કોઇ પણ કહી શકીએ. અમે શ્રદ્ઘા કે ‌વિશ્‍વાસ તરીકે નહીં પરંતુ તેને ‌‌વિજ્ઞાન તરીકે જોતા હોવાથી યોગમાં અમે તેને ચોક્કસ નામ આપ્‍યું છે.
આજનું ‌‌વિજ્ઞાન કહે છે કે આપણું શરીર આ ધરતી ઉપરનું શ્રેષ્ઠ ઇજનેરી સર્જન છે. આપણું શરીર સાચા અર્થમાં શ્રેષ્ઠતમ નમૂનો છે. આવા સર્જન માટે સક્ષમ જે કાંઇ છે, તે આ બધું કરી શકે તેમ તમે માનો છો ? ધારો કે તમે કોઇ ‌ચિત્રકારનું ‌ચિત્ર જુઓ છો તે અદ્દભૂત હોય છે, શું તમે માનો છો કે તે આ બધું કરી શકે છે ? તે બીજું બધું પણ કરતો હોય છે. આ જ પ્રમાણે તમે તમારી શ‌ક્તિઓને માત્ર આટલું સર્જવા જ ખર્ચી હોય છે બાકીનું બધું તો તમે જોયું જ નથી. સમગ્ર યોગ પદ્ઘ‌તિ આપણી આંત‌રિક ઇજનેરી પ્રથાઅને આંત‌રિક કલાકારની પૂર્ણક્ષ્‍ામતાને ખીલવા દેવા ઉપર ધ્‍યાન આપે છે. સર્જન હાર થકી આપણા મૂળભૂત ભૌ‌તિક શરીરનું સર્જન થાય છે અને તે બધા માટે હોય છે. જો તે આવા લાખો અબજો સર્જન કરી શકે તો અન્‍ય ઘણી બધી બાબતોનું પણ સર્જન કરે છે અને આવી પૂર્ણ સર્જનાત્‍મકતાની કાર્યદક્ષતા કેવી રીતે સાકાર થતી રહે છે તે આપણે જોઇએ છીએ.
કુંડલીની શબ્‍દ ઉર્જાના તેવા ‌વિસ્‍તાર સમૂહ માટે ઉલ્‍લેખાતો હોય છે કે જેણે (ઉર્જા ‌વિસ્‍તાર) તેની પૂર્ણ ક્ષમતા હજુ હાંસલ કરવાની કે વ્‍યક્ત કરવાની બાકી છે. આપણામાં એટલી હદે ‌‌વિપુલ ઉર્જાભંડાર છે કે જેણે હજુ તેનું સામર્થ્ય બતાવવાનું બાકી છે. તે હજુ રાહ જુઅે છે કારણ કે માનવી તરીકે તમે તેને ‌નિર્માણ અવસ્‍થામાં જ ગણો છો. તમે હજુ માનવીય માનવ બન્‍યા નથી, તમે માનવ બની રહ્યા છો. તમે સંપૂર્ણતયા માનવીય માનવની ઓળખને પામ્‍યા નથી. હજુ તે માટેની ઘણી પ્ર‌ક્રિયા પૂરી થવા માટે ક્ર‌મિક ‌વિકાસ કે ઉત્‍ક્રાં‌તિની પ્ર‌ક્રિયા વણવપરાયેલી ઉર્જાના ‌વિપુલ ભંડારને આગળ આવવા દેતી હોય છે અને જો તમે જાગૃત થાઓ તો તમે તેનો ઉપયોગ કરીને તેમાંથી કાંઇક અદ્દભૂત સર્જન કરતા હો છો.
તમે જ્યારે પશુ-પ્રાણી હતા ત્‍યારે તમે ઉત્‍ક્રાં‌તિને પસંદ કરી નહતી. જ્યારે તમે વાનર હતા ત્‍યારે તમે માનવી બનવાની ઇચ્‍છા ધરાવી ન હતી. કુદરતે જ આ બધો ઘટનાક્રમ ધકેલ્‍યો છે. પરંતુ તમે માનવી બન્‍યા તે પછી કોઇ ‌બિનજાગૃ‌‌ત ઉત્‍ક્રાં‌તિ થઇ નથી. તમે જ્યારે ‌બિનજાગૃત હો છો ત્‍યારે જ મૂર્ખામીપણાનું અનંતચક્ર ચાલતું રહેતું હોય છે. જો તમે જાગૃતપણે ઉત્‍ક્રાં‌તિને ઝંખો છો તો તે તમારી પાસે આવતી હોય છે પરંતુ ઉત્‍ક્રાં‌તિ કે કોઇ પણ ફેરફાર જરૂરી ઉર્જા ‌વિના થતો નથી. આથી જ કુદરતે તમે વાપરી શકો તેવી વણવપરાયેલી ઉર્જાના ખજાના ઉપર બેઠેલા છો, જો તમે ખોટી ‌દિશામાં જોતા હશો તો તમને આ ખજાનાની જાણ થશે જ નહીં.
આવું એક વખત થયું હતું. એક ‌ભિખારી દારૂણ ગરીબીમાં જીવતો હતો. એક ઝાડ નીચે બેસીને તે ભીખ માંગતો હતો. લોકો તેના તરફ ‌સિક્કા નાંખતા અને તે રીતે તેનું જીવન વીત્‍યે જતું હતું. એક ‌દિવસ તે મૃત્‍યુ પામ્‍યો તેનું શરીર ત્‍યાં પડી રહ્યું. તેના કોઇ ‌મિત્રો કે સગાં ન હતા અને કોઇ તેની દફન‌વિ‌ધિ કરતું નહોતું. કોઇ તેના મૃતદેહોને દૂર લઇ જવા ઇચ્‍છતું નહીં હોવાથી ઝાડ નીચે જ મૃતદેહની દફન‌‌વિ‌ધિનો ‌નિર્ણય લેવાયો. ઝાડ નીચે જ ખોદકામ કરાતું હતું ત્‍યાં જ સોનાથી ભરેલો મોટો ચરૂ મળી આવ્‍યો ગરીબ ‌ભિખારી તેની ‌જિંદગીભર આ ખજાના ઉપર બેસી ભીખ માંગતો રહ્યો પણ થોડુંક ખોદીને ધ‌નિક ના બની શક્યો.
કુંડલીની નસીબ કે પ્રારબ્‍ધનું પણ આવું જ હોય છે. તે તમારી સાથે હોય છે. તમે જેકપોટ ઉપર બેઠા હો છો પરંતુ ખોટી ‌દિશામાં જોઇને તમે ખજાનાને જોઇ શકતા નથી અને તમને ખબર જ નથી પડતી કે આવું કાંઈક તમારી આસપાસ જ હતું. કુંડલીની એ વણવપરાયેલી ‌સ્‍થિ‌તિ તમારી અંદર જ પડેલો ખજાનો છે. માનવ શરીર જેવી અદ્દભૂત સંરચનાને સર્જી શકે તેવી ઉર્જાનો ‌વિપુલ ભંડાર વણવપરાયેલો છે તો તેમાંથી શું સર્જી શકો તેની તમે કલ્‍પના કરી શકો છો ? આવી ‌વિપુલ ઉર્જામાંથી કાંઇ પણ બનાવી શકાય, ખરું કે નહીં ? તમેતેમાંથી કાંઇક અદ્દભૂત સર્જી શકોછ છો તમે આ ઉર્જાનો ઉપયોગ સંપૂર્ણતયા અલગ જ અને તમે કલ્‍પી પણ ના શકયા હો તેવા ‌વિસતાર સમૂહને સર્જવા માટે કરી શકો છો.
– Isha Foundation