Vol. 3 No. 292 About   |   Contact   |   Advertise 26th May 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પાર્ટીગેટના ફોટા જાહેર: જૉન્સન જોખમમાં

પાર્ટીગેટના ફોટાઓ બહાર આવ્યા પછી દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સનનું પદ જોખમમાં આવી ગયું છે. ખુદ તેમના પક્ષ કોન્ઝર્વેટીવના સાંસદોએ વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. તેમના ખુદના કેબિનેટના મિનિસ્ટર્સે સ્વીકાર્યું છે કે જે રીતે જૉન્સન તેમના કોમ્યુનિકેશન હેડ લી કેન છૂટા થયા તેની પાર્ટીમાં ટોસ્ટ કરતા હતા તે તસવીરો સુયોગ્ય નથી. આ તસવીરોના કારણે કેબિનેટમાં ફરીથી બળવો થવાનો ભય સર્જાયો છે.

Read More...
મહારાણીના 70 વર્ષના શાસનની પ્લેટીનમ જ્યુબિલીની તૈયારીઓ પૂર્ણ

મહારાણીના 70 વર્ષના શાસનની શાનદાર ઉજવણી માટે યોજાઇ રહેલા પ્લેટીનમ જ્યુબિલી ઉત્સવની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જૂન માસની શરૂઆતમાં ચાર દિવસના બેંક હોલિડે વીકએન્ડ દરમિયાન દેશના લાખ્ખો લોકો સ્ટ્રીટ પાર્ટી અને અન્ય આયોજીત કાર્યક્રમોનો લાભ લેશે.

Read More...
ઋષિ સુનકે મોંઘવારી વધતા આગામી મહિનાઓ મુશ્કેલ હોવાની ચેતવણી આપી

ચાન્સેલર ઋષિ સુનકે વાર્ષિક CBI ડીનરમાં ચેતવણી આપી છે કે ચીજ વસ્તુઓના ભાવો 40 વર્ષોમાં સૌથી ઝડપી દરે વધી રહ્યા છે ત્યારે આગામી કેટલાક મહિનાઓ લોકો માટે “કઠિન હશે”.

Read More...
Click Full Screen
યુકેમાં મંકીપોક્સના 56 કેસ નોંધાયાઃ વધુ પ્રમાણમાં રસીની વ્યવસ્થા કરાઇ

યુકે સરકારે જણાવ્યું હતું કે, મંકીપોક્સના કેસોમાં વધારો થતાં તેની સામે રક્ષણ આપવા માટે શીતળાની રસીઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, મંકીપોક્સ શીતળા જેવો વાઇરલ ચેપ છે.

Read More...
એશિયામાં તંગદિલી વધારતા પગલાંનો ક્વાડ દેશો સાથે મળીને સામનો કરશે

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા ક્વાડ ગ્રૂપના દેશોના વડાઓની ટોકિયોમાં મંગળવાર, 23 મેએ બીજી રૂબરુ બેઠક યોજાઈ હતી.

Read More...
‘ઢોલીડા ઢોલ રે વગાડ…’ બ્રિટનની મહારાણી સમક્ષ ગુજરાતી ઢોલ ઢબુક્યો

રવિવારના રોજ રોયલ વિન્ડસર મહેલના ખાનગી મેદાનમાં ગુજરાતી ઢોલ ઢબક્યો અને હાજર તમામ લોકો દેશી હોય કે વિદેશ બધા જ ઝૂમી ઉઠ્યા હતા.

Read More...
Click Full Screen
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસની વારાસણી કોર્ટમાં ટ્રાન્સફર કર્યો

જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વારાણસીની આ મસ્જિદજમાં હિન્દુ મુર્તિઓ અને અવશેષો હોવાના દાવાની સુનાવણી ઉત્તરપ્રદેશના વધુ અનુભવી ન્યાયાધિશ કરશે.

Read More...
ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ભૂપેન્દ્ર પટેલના આસિસ્ટન્ટની તાકીદની અસરથી હકાલપટ્ટી

ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન:ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી..

Read More...
હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

Read More...
Click Full Screen
હળવદમાં મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના મોત

મોરબી જિલ્લાના હળવદના ઔદ્યોગિક વસાહતમાં એક સોલ્ટ પેકેજિંગ ફેક્ટરીમાં બુધવાર (18મે)એ દીવાલ ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 12 શ્રમિકોના મોત થયા હતા.

Read More...

  Sports
ગુજરાત, રાજસ્થાન, લખનૌ, બેંગલોર આઈપીએલના પ્લેઓફ્સમાં

આ સપ્તાહે આઈપીએલ 2022 ઉપર ભવ્ય સમાપન સમારંભ સાથે પૂર્ણાહુતિનો પડદો પડી જશે. આ વર્ષની ટુર્નામેન્ટની શરૂઆતથી જ એક પેટર્ન ઉભરી આવી હતી અને તે વચ્ચે થોડા ઉતાર-ચડાવ છતાં આખરે છેક સુધી યથાવત રહી હતી.

Read More...
સા. આફ્રિકા સામે ટી-૨૦ સીરીઝમાં રાહુલ કેપ્ટન, ઉમરાન-અર્શદીપને તક

રતમાં આ સપ્તાહના અંતે આઈપીએલ પુરી થયા પછી આઠ દિવસના વિરામના પગલે સાઉથ આફ્રિકાની પ્રવાસી ટીમ સામે ઘરઆંગણે પાંચ ટી-20ની સીરીઝ રમાવાની છે, તે માટેની ટીમ ગયા સપ્તાહે જાહેર કરાઈ હતી.

Read More...
ભારતની પુરૂષોની ટીમને તીરંદાજીના સતત બીજા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ

સાઉથ કોરીઆમાં યોજાઈ ગયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતના અભિષેક વર્મા, અમન સૈની અને રજન ચૌહાનની મેન્સ કમ્પાઉન્ડ ટીમે શાનદાર દેખાવ સાથે સતત બીજા તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

Read More...
ભારતની નિખટ ઝરીનનો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન ઈતિહાસ

ભારતની બોક્સર નિખટ ઝરીન 52 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેણે ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને 5-0 થી હરાવી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે સ્પર્શતા મંદીના ભણકારા

બ્રિટનમાં ફુગાવો ૯ ટકાની ૪૦ વર્ષની ઊંચાઇએ પહોંચ્યો છે ત્યારે અર્થતંત્રમાં મંદીની આશંકા વધી છે. બુધવારે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર બ્રિટનમાં માર્ચ મહિનામાં ફુગાવો ૭ ટકા હતો, જે એપ્રિલમાં વધીને હવે ૯ ટકા થયો છે. ફુગાવાનો આ દર 1980ના દાયકા પછીથી સૌથી ઊંચો છે. આ ઉપરાંત જી-સેવન દેશોમાં બ્રિટનમાં ફુગાવો સૌથી ઊંચો છે. અમેરિકામાં હાલ 8.3 ટકા અને જર્મનીમાં 7.4 ટકા ફુગાવો છે. યુકેના ચાન્સેલર ઓફ એક્સચેકર રિશી સુનાકે ફુગાવામાં વૃદ્ધિ માટે ઊર્જાના વૈશ્વિક ભાવોની વૃદ્ધિને જવાબદાર ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે, સુનાક પર ઘરના જુદાજુદા બિલોમાં મોટા ઉછાળને કારણે રોજિંદા બજેટનો ખર્ચ હળવો કરવાના પગલાં લેવાનું દબાણ છે. સુનાકે જણાવ્યું હતું કે, “વિશ્વભરના દેશો વધતા ફુગાવાનો સામનો કરી રહ્યા છે. ફુગાવાના આજના આંકડા માટે એપ્રિલમાં ઊર્જા સ્રોતોના ભાવમાં વૃદ્ધિ જવાબદાર છે.

Read More...
પાકિસ્તાનમાં લક્ઝરી પ્રોડક્ટ્સની આયાત પર પ્રતિબંધ

નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાને આર્થિક કટોકટી ટાળવા આકરા પગલાં લેવાનું ચાલુ કર્યું છે. સરકારે બુધવાર (18 મે)એ બિનજરૂરી અને લક્ઝરી આઇટમની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે. હાલમાં પાકિસ્તાનની વિદેશી હૂંડિયામણો ઝડપથી ઘટી રહી છે અને રૂપિયામાં ભારે ધોવાણ થયું છે. સૂત્રોના ટાંકીને જિયો ન્યૂઝે જણાવ્યું હતું કે વડાપ્રધાન શહેબાઝ શરીફે આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નથી, તેવી બિનજરૂરી આઇટમની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ડોલરના આઉટફ્લોને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

Read More...
વંશિય ભેદભાવ સહિતના મુદ્દે S&P 500 ESG ઇન્ડેક્સમાંથી ટેસ્લાની હકાલપટ્ટી

એસ એન્ડ પી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે તેના જાણીતા S&P 500 ESG ઇન્ડેક્સમાંથી પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની હકાલપટ્ટી કરી છે. વંશિય ભેદભાવ અને ઓટોપાઇલટ વ્હિકલ સંબંધિત ક્રેસ સહિતના મુદ્દાને કારણે ટેસ્લા સામે આ કાર્યવાહી કરી છે. જોકે ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે આ નિર્ણયની ટ્વીટર પર આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ESG એક કૌભાંડ છે. તેનો સામાજિક ન્યાયના બનાવટી યોદ્ધ એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. એસ એન્ડ પી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસના નોર્થ અમેરિકા માટેના ઇએસજી ઇન્ડાઇસિસના વડા માર્ગારેટ ડોર્ને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લો કાર્બન સ્ટ્રેટેજી કે બિઝનેસ કન્ડક્ટ કોડ અંગે જાહેરમાં માહિતીના અભાવ સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો છે.

Read More...
શ્રીલંકામાં વિદેશી કરન્સી રાખવા પર મર્યાદા લદાઈ

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે બેંકે ગુરુવારે કોઈ વ્યક્તિ પાસે વિદેશી નાણું રાખવાની મર્યાદા 15,000 ડોલરથી ઘટાડીને 10,000 ડોલર કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વિદેશી હૂંડિયામણ સંકટના કારણે તેની પાસે ઈંધણ માટે ચૂકવણી માટે રૂપિયા નથી. અહેવાલ મુજબ, કેન્દ્રીય બેંકના ગવર્નર નંદલાલ વીરાસિંઘેએ કહ્યું કે, વિદેશી કરન્સી એક્સચેન્જ એક્ટ અંતર્ગત કોઈપણ માટે વિદેશી ચલણ રાખવાની મર્યાદા હોય છે. અત્યાર સુધી આ મર્યાદા 15,000 ડોલર હતી. ગવર્નરે કહ્યું કે, 10 હજાર ડોલરની મર્યાદા સાથે સંબંધિત વ્યક્તિએ એ જણાવવું પડશે કે તેને એ રૂપિયા ક્યાંથી મળ્યા છે.

Read More...
  Entertainment

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની ઝાકમઝોળ

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022નો પ્રારંભ થયો છે. ફેસ્ટિવલમાં ભારતના અનેક કલાકારોએ ભાગ લીધો છે. બોલિવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મેમ્બર તરીકે પસંદ કરવામાં આવી છે. ભારતના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ ભારતીય ડેલિગેશન રેડ કાર્પેટ પર ઊતર્યું હતું. આ ડેલિગેશનમાં આર. માધવન, ગ્રેમી વિજેતા કમ્પોઝર રિકી કેજ, CBFCના ચેરમેન પ્રસૂન જોષી, ડાયરેક્ટર શેખર કપૂર, એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી, વાણી ત્રિપાઠી ટીકૂ, નયનતારા, તમન્ના ભાટિયા, પૂજા હેગડે, ઉર્વશી રૌતેલાનો સમાવેશ થાય છે. આ બધા જ સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલના માર્ચ ડુ ફિલ્મમાં ભારતને ‘ઓફિશિયલ કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે દેશના પ્રાદેશિક સિનેમાના કલાકારોને પણ પ્રતિનિમંડળમાં સાથે છે.

Read More...

પૂજા ભટ્ટે લીધો અનોખો સંકલ્પ

પૂજા ભટ્ટે ખાતરી અપાવી છે કે તે તેની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ નહીં કરે તેથી પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેનાર પૂજા ભટ્ટ ભારતની પ્રથમ દિગ્દર્શક બની ગઈ છે. તેના આ નિર્ણયની પ્રશંસા કરતાં સંસ્થાએ તેને લેટર લખ્યો છે. એ લેટરને પૂજાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. એ પત્રમાં લખ્યું છે કે ‘ડિયર મિસ ભટ્ટ. ફિશ આઇ નેટવર્ક તરફથી અમને એ વાતની અતિશય ખુશી થઈ છે કે તું દેશની પ્રથમ એવી ડાયરેક્ટર બની ગઈ છે જેણે પોતાની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. તારો આ સંકલ્પ વિશ્વના અનેક ફિલ્મમેકર્સને પ્રેરણા આપશે અને એથી પશુઓને તકલીફ અને પીડામાંથી બચાવી શકાશે. પશુઓ પ્રત્યે દયા દર્શાવવા બદલ પીટા ઇન્ડિયાના કમ્પેશનેટ ફિલ્મ પ્રોડક્શન કંપની એવોર્ડથી તને નવાજવામાં આવે છે. અભિનંદન.’

Read More...

હવે આનંદ અને તેજાબની રીમેક બનશે

બોલીવૂડમાં નવા કથાનકો-નવા વિચારો-મુદ્દાની ભારે અછત ઊભી થઇ હોય તેવું જણાય રહ્યું છે. કારણ કે, જુની અને જાણીતી બે ફિલ્મોની રીમેક બનાવવાની જાહેરાત થઇ છે. પહેલા અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા પછી હવે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ છે. આનંદ ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ જ આ ફિલ્મ ફરી બનાવવાની જાહેરાત કરી છે. આ અંગે સમીરે જણાવ્યું હતું કે, નવી પેઢી માટે આ ફિલ્મને આધુનિક રીતે બનાવવી જરૂરી છે. તેમની સાથેના સહ નિર્માતા વિક્રમ ખખ્ખરનું કહેવું છે કે, આપણે જ્યારે નવી નવી સ્ટોરીઝ શોધી રહ્યા છીએ ત્યારે જો આપણી જ ઓરિજિનલ ક્લાસિક્સમાં નજર નાખીએ તો તેમાં કિંમતી ખજાનો ઉપલબ્ધ છે જ.

Read More...

વિકી કૌશલે ન્યૂયોર્કમાં ઉજવ્યો જન્મદિન

વિકી કૌશલે તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ન્યૂયોર્કમાં ઉજવ્યો હતો, જેમાં તેની સાથે કેટરિના કૈફ પણ હતી. લગ્ન પછી વિકી કૌશલનો પ્રથમ જન્મ દિવસ હતો. આ ઉજવણીનો એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં વિકી તેના જન્મ દિવસની કેક સાથે જોવા મળી રહ્યો છે. તેણે આખો દિવસ મિત્રો સાથે ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. વિકી કૌશલે તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે કેટરિના કૈફ સાથે તેનો જન્મદિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો પોસ્ટ કરતાં વિકી કૌશલે લખ્યું છે કે, ‘હું મારા મનપસંદ લોકો સાથે નવા વર્ષમાં ઝૂમી રહ્યો છું. મારું હૃદય ઘણી બધી ખુશીઓ અને આભારથી ભરેલું છે. મને આટલો પ્રેમ અને શુભેચ્છાઓ મોકલવા બદલ આપ સહુનો આભાર.’ આ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store