Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન:ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.. ધ્રુમિલ પટેલ વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી તપાસ ચાલતી હતી. ધ્રુમિલ પટેલ પર પોલીસ ઈન્સ્પેક્ટરો પાસેથી તેમની પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ લેવા માટે વહીવટ કરાયાનો આક્ષેપ છે, આ સિવાય બિલ્ડરોની ફાઈલો ક્લિયર કરવા માટે પણ તેમણે કથિત રીતે રુપિયાની લેતી-દેતી કરી હોવાની ચર્ચા છે.
ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલીવાર ઘાટલોડિયાથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા ત્યારથી ધ્રુમિલ પટેલ તેમની સાથે કામ કરી રહ્યો છે. કોલેજના દિવસોમાં તે NSUIના સક્રિય કાર્યકર્તા હતા, પરંતુ પાછળથી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ અગાઉ તે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પાર્ટી ઓફિસમાં પણ કામ કરી ચૂક્યા છે.

હાલમાં જ 17 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે ધ્રુમિલે વરિષ્ઠ અધિકારીને ફોન કરીને કેટલીક ટ્રાન્સફર રદ કરવા માટે કહ્યું હતું. થોડા દિવસ પહેલા જ ધ્રુમિલે પોતાના જોડિયા દીકરાના બર્થડે પર જોરદાર પાર્ટી આપી હતી. આ ભપકાદાર પાર્ટીમાં કેટલાક અમલદારો, રાજકારણીઓ તેમજ મોટા વેપારીઓએ પણ હાજરી આપી હતી. ધ્રુમિલ પટેલને હટાવાયા બાદ તેમની કામગીરી મુખ્યપ્રધાન ઓફિસના OSD પ્રણવ પારેખને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાનના આસિસ્ટન્ટની ગેરરીતિના આક્ષેપો બાદ તાત્કાલિક અસરથી હટાવાયા હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે,