Vol. 3 No. 319 About   |   Contact   |   Advertise January 18, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સમગ્ર યુકે થીજી ગયું

સમગ્ર દેશમાં આકરી હાડ થીજાવતી ઠંડી સાથે બર્ફીલા રોડ અને કેટલેક સ્થળે હિમવર્ષાના કારણે સોમવારે તા. 16ની રાત્રે આખું યુકે થીજીને ત્રસ્ત થઇ ગયું હતું. બરફ, આઇસી રોડ અને તેજ પવનને કારણે મંગળવારે સવારથી જ વિવિધ શહેરો અને નગરોમાં મુસાફરી કરતા લોકો માટે અરાજકતા સર્જાઈ હતી. આ અઠવાડિયે આત્યંતિક ઠંડી પડશે તેવી આગાહી સાથે દેશના અમુક વિસ્તારોમાં તાપમાન -11C જેટલું નીચું ઘટી જશે એવી આગાહી કરાઇ હતી. સમરસેટમાં A39 પર એક ડબલ-ડેકર બસ પલટી ખાઇ જવાના સમાચાર સાથે બર્ફીલા આઇસી રોડ અને સ્નોથી છવાયેલા રસ્તાઓ પર અંધાધૂંધી સર્જાઇ છે. માત્ર કોર્નવોલમાં જ 100થી વધુ વાહનો બરફના કારણે સરકી જવાથી અકસ્માત થયા હોવાના બનાવો નોંધાયા છે.

Read More...
કેલિફોર્નિયામાં પૂર, અલાબામામાં ટોર્નાડોઝે તબાહી મચાવી

અમેરિકામાં કેલિફોર્નિયા તોફાની વાવાઝોડા અને વરસાદની જાણે એક હારમાળામાં સપડાયું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ વાવાઝોડા અને પૂર પ્રકોપના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયા છે.

Read More...
અમેરિકાની વસતીના કુલ એક ટકા ઇન્ડિયન અમેરિકન છ ટકા ટેક્સ ચૂકવે છેઃ રીચ મેકકોર્મિક

અમેરિકન કોંગ્રેસમેને ગુરુવારે હાઉસમાં તેમના સાથીઓને જણાવ્યું હતું કે, અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન સમુદાયની કુલ એક ટકા વસતી છે, પરંતુ તેઓ લગભગ છ ટકા ટેક્સ ચૂકવે છે.

Read More...
કેલિફોર્નિયામાં બંદૂકધારીના ફાયરિંગમાં છના મોત

કેલિફોર્નિયાના ટુલારી કાઉન્ટીમાં સોમવારે બે બંદૂકધારીઓએ કરેલા ફાયરિંગમાં છ મહિનાના એક બાળક સહિત છ લોકોના મોત થયા હતા.

Read More...
ભારતમાં સૌથી ધનિક 1% લોકો પાસે દેશની 40% સંપત્તિઃ રીપોર્ટ

ભારતમાં સૌથી અમીર એક ટકા લોકો હવે દેશની કુલમાંથી 40 ટકાથી વધુ સંપત્તિની માલિકી ધરાવે છે, જ્યારે તળિયાની 50 ટકા વસ્તી માત્ર 3 ટકા સંપત્તિ છે, એમ ઓક્સફામ ઇન્ટરનેશનને સોમવારે જારી કરેલા એક રીપોર્ટમાં જણાવાયું હતું.

Read More...
મેલબોર્નમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલ ભારત વિરોધી લખાણોથી વિકૃત કરાઇ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર કથિત ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો અને ભારત વિરોધી લખાણો લખીને દિવાલને વિકૃત કરી હતી.

Read More...
નેપાળમાં વિમાન તૂટી પડતા પાંચ ભારતીય સહિત 72ના મોત

નેપાળની યતિ એરલાઇન્સનું કાઠમંડુથી પોખરા જઈ રહેલું વિમાન ગત રવિવારે સવારે તૂટી પડતાં પાંચ ભારતીયો સહિત 72 લોકોના મોત થયા હતા. વિમાન લેન્ડિંગ વખતે તૂટી પડ્યું હતું અને તેમાં આગ લાગી હતી.

Read More...
અમદાવાદમાં વૃદ્ધ NRI દંપતિનો આપઘાતનો પ્રયાસ

અમેરિકાના ફેલિફોર્નિયાથી અમદાવાદ રહેવા આવેલું એક વૃદ્ધ NRI કપલ ગુરુવાર, 12 જાન્યુઆરીએ પોતાના ઘરમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ દંપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે.

Read More...
ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ગત સપ્તાહે ફરી વળ્યું હતું. સૂસવાટા મારતા બર્ફીલા પવનના કારણે રાજ્યના ભુજ, ડીસા, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના અનેક શહેરોમાં શીત લહેર ફેલાઇ હતી.

Read More...
ઉત્તર ભારતમાં ફરી કોલ્ડવેવ, ચુરુમાં તાપમાન માઈનસ 2.5 ડિગ્રી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં 15 જાન્યુઆરીથી ફરી કોલ્ડવેવ ચાલુ થઈ હતી. દિલ્હીમાં સોમવાર, 16 જાન્યુઆરીની વહેલી સવારે લઘતુમ તાપમાન ઘટીને 1.4 ડિગ્રી સેલ્શિયસ થયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું હતું.

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું શાનદાર સમાપનઃ 1 કરોડથી વધુ ભાવિકોએ લાભ લીધો

પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત

Read More...
NRG પ્રોપર્ટી ફ્રોડ રોકવા ગુજરાતમાં નવો નિયમ

બિનનિવાસી ગુજરાતીઓ (NRG)ની મિલકતોનું છેતરપિંડી કરીને થતું વેચાણ રોકવા માટે ગુજરાત સરકારે નવો નિયમ બનાવ્યો છે.

Read More...

  Sports
ત્રીજી વન-ડેમાં ભારતે વર્લ્ડ રેકોર્ડ રનથી શ્રીલંકાને હરાવ્યું, સીરીઝમાં 3-0થી વિજય

રવિવારે ભારતના બે બેટ્સમેને રનની આતશબાજી સાથે સદીઓ નોંધાવી હતી તો એ પછી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વેધક બોલિંગ દ્વારા શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી,

Read More...
કોહલીનો 74 સદીનો જબરજસ્ત રેકોર્ડ

વિરાટ કોહલી શ્રીલંકા સામેની સીરીઝમાં, ખાસ કરીને વન-ડેમાં જબરજસ્ત ફોર્મમાં રહ્યો હતો અને તેણે બે સદી નોંધાવી હતી. તેમાં પણ રવિવારે 46મી વન-ડે સદી તથા એકંદરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 74મી

Read More...
ન્યૂ ઝીલેન્ડ સામેની સીરીઝમાં આખરે પૃથ્વી શોને તક

આગામી તારીખ 18થી ભારતના પ્રવાસે આવેલી ન્યૂ ઝીલેન્ડની ક્રિકેટ ટીમની પહેલા ત્રણ વન-ડે અને પછી ત્રણ ટી-20 મેચની સીરીઝની શરૂઆત થાય છે અને તેમાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે

Read More...
વર્લ્ડ કપ હોકીમાં ભારત – ઈંગ્લેન્ડ મેચ 0-0થી ડ્રો

ભારતમાં ગયા સપ્તાહે શરૂ થયેલી વર્લ્ડ કપ હોકી ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ ઈંગ્લેન્ડ સામે રૂરકેલા ખાતે રવિવારે રમાઈ હતી, જેમાં એકપણ ટીમ ગોલ નહીં કરી શકતાં મેચ 0-0થી ડ્રો થઈ હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
NRI ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરથી UPIનો ઉપયોગ કરી શકશે

ભારતમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા અને વિદેશમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI પ્લેટફોર્મને અમુક શરતો સાથે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર ધરાવતા દસ દેશોના બિન-નિવાસી ખાતાધારકો (NRE/NRO એકાઉન્ટ્સ)ને ઓનબોર્ડ કરવાની મંજૂરી આપી છે. આ 10 દેશોના NRE અથવા NRO એકાઉન્ટ ધરાવતા NRI ને UPI પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટે ભારતીય મોબાઈલ નંબરની જરૂર નથી. 10 જાન્યુઆરી, 2023ના NPCI પરિપત્ર મુજબ શરૂઆતમાં NPCI દેશના કોડ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, યુએસએ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમના દેશના કોડ ધરાવતા મોબાઇલ નંબરોથી ટ્રાન્ઝેક્શન ચાલુ કરશે.

Read More...
વિદેશી વર્કર્સ માટે રેમિટન્સનો ખર્ચ ઘટાડી 2027 સુધી 3% કરાશે

જી-20 નેતાઓએ ભારતની બહારના કામદારો માટેના ઊંચા રેમિટન્સ ખર્ચના મુદ્દા પર વધુ ભાર મૂક્યો છે અને 2027 સુધીમાં રેમિટન્સના ખર્ચના દરને સરેરાશ 3 ટકા સુધી લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એમ નાણા મંત્રાલયના એક ટોચના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. હાલમાં, રેમિટન્સ ખર્ચ સરેરાશ ધોરણે દરેક ટ્રાન્ઝેક્શનના 6 ટકા જેટલો છે, એમ તેમણે જણાવ્યું હતું. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના આર્થિક સલાહકાર ચંચલ સરકારે જણાવ્યું હતું કે “ભારતની બહાર નોકરી કરતા કામદારો અને મજૂરોએ ઊંચો રેમિટન્સ ખર્ચ સહન કરવો પડે છે, અને G20 નેતાઓએ આ દરમાં ઘટાડો કરવા માટે ઘણું મહત્વ આપ્યું છે. 2027 સુધીમાં તેને સરેરાશ 3 ટકા સુધી લાવવાનું લક્ષ્ય છે.”

Read More...
ભારતમાં વિસ્ટ્રોનનો આઇફોન પ્લાન્ટ ખરીદવાની ટાટાની મંત્રણા

ટાટા ગ્રુપ ટૂંકસમયમાં આઈફોનનું ઉત્પાદન કરનારું પ્રથમ ભારતીય ગ્રુપ બની જશે. ટાટા હવે તાઈવાની કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની વિસ્ટ્રોનનો બેગ્લોર ખાતેનો પ્લાન્ટ ખરીદવાની મંત્રણા કરી રહ્યું છે. વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જવાની શક્યતા છે. તેનાથી પહેલી એપ્રિલથી શરુ થતા નવા નાણાકીય વર્ષથી ટાટા ગ્રુપના નેતૃત્વમાં આઈફોનનું ઉત્પાદન શરૂ થાય. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બન્ને પક્ષોએ ભાગીદારી બાબતે ચર્ચાઓ થઈ હતી. પરંતુ હવે એ નક્કી થઈ ગયુ છે કે ટાટા ગ્રુપ એક સંયુક્ત સાહસમાં બહુમતી હિસ્સો લેશે. ટાટા ગ્રુપ વિસ્ટ્રોનની મદદથી પ્લાન્ટની મુખ્ય ઉત્પાદનની કામગીરીની દેખરેખ રાખવા તૈયાર છે.

Read More...
ઇલોન મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (GWR) એ જણાવ્યું હતું કે ઈલોન મસ્કે ઇતિહાસમાં વ્યક્તિગત સંપત્તિના સૌથી મોટા નુકસાનનો વિશ્વ રેકોર્ડ મેળવ્યો છે. એક બ્લોગ પોસ્ટમાં આ સંસ્થાએ ફોર્બ્સના અંદાજને ટાંક્યો કે મસ્કને નવેમ્બર 2021 થી લગભગ $182 બિલિયનનું નુકસાન થયું છે, પરંતુ નોંધ્યું છે કે અન્ય સ્ત્રોતો સૂચવે છે કે આ આંકડો $200 બિલિયનની નજીક છે. ટ્વીટર સંબંધિત વિવાદોને કારણે ચમકેલા મસ્ક માટે આ મુંઝવણભરી સ્થિતિ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ અંદાજિત આંકડો છે. મસ્ક પહેલા આ રેકોર્ડ જાપાની ટેક ઈન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો. તેમણે વર્ષ 2000માં $58.6 બિલિયન ગુમાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મસ્કનો આંકડો આના કરતા ઘણો વધારે છે.

Read More...
  Entertainment

ઓસ્કાર એવોર્ડ 2023: પાંચ ભારતીય ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ

એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર એવોર્ડ માટે પાત્રતા ધરાવતી 301 ફીચર ફિલ્મોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ ભારતીય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એસએસ રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી, વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ અને ઋષભ શેટ્ટીની કંતારાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યાદીમાં પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ શો (છેલ્લો ફિલ્મ શો)નો પણ સમાવેશ કરાયો છે, જેને ભારત તરફથી સત્તાવાર રીતે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમાં મરાઠી ફિલ્મો મી વસંતરાવ, તુજ્યા સાથી કહી હી, આર માધવનની રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ, કન્નડ ફિલ્મ વિક્રાંત રોનાનો પણ સમાવેશ થાય છે.

Read More...

ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સઃ RRRને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ અને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ 28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં એક નહીં, પરંતુ બે એવોર્ડ જીતીને ફરી ભારતને ગૌરવ અપાવ્યું હતું.15 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં આયોજિત એક સમારોહમાં ફિલ્મને તેના વાયરલ સોંગ નાટુ નાટુ માટે શ્રેષ્ઠ ગીતનો તથા શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અગાઉ ફિલ્મના નાટુ નાટુ ગીતને શ્રેષ્ઠ ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો. RRRના અધિકૃત ટ્વિટર એકાઉન્ટે આ સમાચાર શેર કર્યા અને એમએમ કીરાવાનીનો એવોર્ડ સ્વીકારતો વિડિયો પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેસ્ટ સોંગ માટેનો ક્રિટિક્સચોઇસ એવોર્ડ મળ્યો છે તે જાણકારી આપતા ઘણો જ આનંદ થયો છે.

Read More...

‘લાસ્ટ ફિલ્મ શો’ના ભાવિન રબારીને IPAનો એવોર્ડ

ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમી (આઇપીએ)ના 27માં સેટેલાઇટ એવોર્ડ સમારંભમાં ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ના યુવા અભિનેતા ભાવિન રબારીને બ્રેકથ્રુ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો છે, જ્યારે એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ RRR ને ઓનરરી સેટેલાઇટ એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનેલી ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ને વધુ એક સફળતા મળી હતી. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ

Read More...

શિવાજીની ભૂમિકામાં અક્ષય

અક્ષયકુમાર અત્યારે પોતાની મરાઠી ફિલ્મ અંગે ચર્ચામાં છે. તે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષયકુમારની આ પ્રથમ મરાઠી ફિલ્મ છે જેનું નામ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ છે. તેણે સોશિયલ મીડિયામાં એક ખાસ પોસ્ટ મુકીને ફિલ્મના શૂટિંગની શરૂઆત વિશે માહિતી આપી હતી અને થોડા સમય પછી એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં જોવા મળી રહ્યો છે. તેણે છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો શેર કર્યો છે, જેમાં અક્ષય કુમારની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store