India's richest 1% hold 40% of country's wealth
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં સૌથી અમીર એક ટકા લોકો હવે દેશની કુલમાંથી 40 ટકાથી વધુ સંપત્તિની માલિકી ધરાવે છે, જ્યારે તળિયાની 50 ટકા વસ્તી માત્ર 3 ટકા સંપત્તિ છે, એમ ઓક્સફામ ઇન્ટરનેશનને સોમવારે જારી કરેલા એક રીપોર્ટમાં જણાવાયું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક પહેલા ઓક્સફામે તેના વાર્ષિક અસમાનતા રીપોર્ટની ઇન્ડિયા સપ્લીમેન્ટ જારી કરી હતી.

રીપોર્ટમાં જણાવાયા મુજબ ભારતના દસ સૌથી ધનિકો પર 5 ટકા ટેક્સ લગાવવાથી બાળકોને શાળાએ પાછા લાવવા માટેના સંપૂર્ણ નાણાં મળી શકે છે. માત્ર એક અબજોપતિ ગૌતમ અદાણીની 2017-2021ની કમાણી પરના વન ટાઇમ ટેક્સથી ₹1.79 લાખ કરોડની આવક થઈ શકે છે. આ રકમથી ભારતના પાંચ મિલિયન પ્રાયમરી સ્કૂલોમાં એક વર્ષ સુધી શિક્ષકોને રોજગારી આપી શકાય છે.

ભારતના 100 સૌથી ધનિકોની સંયુક્ત સંપત્તિ $660 બિલિયન (રૂ. 54.12 લાખ કરોડ)ને સ્પર્શી છે – આ રકમ જે 18 મહિનાથી વધુ સમય માટે સમગ્ર કેન્દ્રીય બજેટને ભંડોળ પૂરું પાડી શકે છે.

‘સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ’ નામના અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે જો ભારતના અબજોપતિઓ પર તેમની સંપૂર્ણ સંપત્તિ પર એક વખત 2 ટકાના દરે ટેક્સ લાદવામાં આવે તો તે આગામી ત્રણ વર્ષ માટે દેશમાં કુપોષિત લોકોના પોષણ માટે ₹40,423 કરોડની જરૂરિયાતને ટેકો આપશે.

દેશના 10 સૌથી ધનાઢ્ય અબજોપતિઓ પર 5 ટકાનો વન-ટાઇમ ટેક્સ લાદવામાં આવે તો તેનાથી રૂ.1.37 લાખ કરોડ ઊભા થઈ શકે છે. આ રકમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રૂ. 86,200 કરોડના અંદાજિત ખર્ચ અને આયુષ મંત્રાલયના રૂ.3,050 કરોડના અંદાજિત ખર્ચ કરતાં 1.5 ગણી વધુ છે.

લિંગ અસમાનતા પર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે પ્રત્યેક પુરુષ કામદાર એક રૂપિયાની કમાણી કરે ત્યારે પ્રત્યેક મહિલા કામદારને માત્ર 63 પૈસા મળે છે. ઓક્સફામે જણાવ્યું હતું કે નવેમ્બર 2022થી કોરોના મહામારી પછીથી ભારતમાં અબજોપતિઓએ તેમની સંપત્તિમાં 121 ટકા અથવા ₹3,608 કરોડ પ્રતિ દિવસનો વાસ્તવિક વધારો જોયો છે. ઓક્સફામે જણાવ્યું હતું કે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 2020માં 102થી વધીને 2022માં 166 થઈ ગઈ છે.

LEAVE A REPLY

20 − twelve =