ભારતમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા અને વિદેશમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI પ્લેટફોર્મને અમુક શરતો સાથે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર ધરાવતા દસ દેશોના બિન-નિવાસી ખાતાધારકો (NRE/NRO એકાઉન્ટ્સ)ને ઓનબોર્ડ કરવાની મંજૂરી આપી છે. આ 10 દેશોના NRE અથવા NRO એકાઉન્ટ ધરાવતા NRI ને UPI પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટે ભારતીય મોબાઈલ નંબરની જરૂર નથી.

10 જાન્યુઆરી, 2023ના NPCI પરિપત્ર મુજબ શરૂઆતમાં NPCI દેશના કોડ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, યુએસએ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમના દેશના કોડ ધરાવતા મોબાઇલ નંબરોથી ટ્રાન્ઝેક્શન ચાલુ કરશે.

NPCIના પરિપત્ર મુજબ, કેટલીક શરતોને આધીન આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર સાથેના NRE અથવા NRO ખાતાધારકોને UPI પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવીને યુપીઆઇ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરી શકશે.

મેમ્બર બેંકોએ એ સુનિશ્ચિત કરવુ પડશે કે NRE અથવા NRO ખાતાઓને માત્ર હાલના FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નિયમો અનુસાર જ મંજૂરી આપવામાં આવે છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સંબંધિત નિયમનકારી વિભાગો દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકા/સૂચનાઓનું પાલન કરવામાં આવે છે.
આટલા વર્ષોમાં NRIs UPI નેટવર્કનો ઉપયોગ કરી શકતા ન હતા. તે ફક્ત ભારતીય સિમ કાર્ડ્સ (ફોન) માટે ઉપલબ્ધ હતી. હવે, ઘણા દેશોના મોબાઈલ (સિમ)નો ઉપયોગ કરી શકાશે છે.

તેઓ હવે તેમના હાલના વૈશ્વિક મોબાઈલ ફોન પર UPI નો ઉપયોગ કરી શકશે. NRI એ ફક્ત તેમના NRE અને NRO એકાઉન્ટને તેમના આંતરરાષ્ટ્રીય સિમ સાથે UPI સાથે લિંક કરવાની જરૂર પડશે અને અન્ય ભારતીય UPI ની જેમ તેનો ઉપયોગ કરી શકશે.

UPI શું છે?

UPI એક રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઇલ પ્લેટફોર્મ પરથી તરત જ ફંડ ટ્રાન્સફર કરે છે. તમે UPI-સક્ષમ બેંક એકાઉન્ટ વડે UPI ID બનાવી શકો છો અને પૈસા મોકલવા/ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ડિસેમ્બર 2022 માં, UPI દ્વારા કરવામાં આવેલી ચૂકવણી રૂ 12.82 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી.

LEAVE A REPLY

18 + 20 =