Vol. 1 No. 25 About   |   Contact   |   Advertise July 27, 2023


 
 
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળતાંડવ સર્જાયું હતું. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જાનમાલને ભારે નુકસાન થયું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યાં હતાં. બંગાળમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત ભણી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં મેઘતાંડવ થઈ રહ્યું છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ચારેકોરથી બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

Read More...
અમેરિકનો, બ્રિટિશરોએ 2024થી યુરોપ જવા માટે ‘વિઝા’ લેવા પડશે

યુરોપિયન યુનિયનમાં હંમેશા વિઝા ફ્રી મુસાફરી કરતાં અમેરિકનો અને બ્રિટિશરોએ આગામી વર્ષથી યુરોપની યાત્રા માટે ટ્રાવેલ ઓથોરાઇઝેશન લેવું પડશે. યુરોપિયન યુનિયન આગામી વર્ષથી યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ (ETIAS)નો અમલ કરશે.

Read More...
નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના

નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના ભારતના ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, જે વિદેશવાસી ભારતીયો (NRI) અને વિદેશી નાગરિકોનો ભારતનો પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)

Read More...
રોયલ મેઇલના કોરોનેશન સ્ટેમ્પમાં નીસ્ડન મંદિરનો સમાવેશ

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને રોયલ મેઈલના ‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકની યાદમાં ખાસ સ્ટેમ્પ્સનો

Read More...
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન હાલતમાં પરેડ કરાવાતા દેશભરમાં આક્રોશ

આશરે છેલ્લાં એક મહિનાથી હિંસાગ્રસ્ત મણિપુરમાં એક ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી હોવાનો એક કથિત વીડિયો બુધવારે બહાર આવતા ચકચાર મચી હતી અને સરકાર

Read More...
સુપ્રીમ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો માગી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની કોર્ટોમાં

Read More...
અમેરિકામાં H1 B વિઝાની સંખ્યા બમણી કરવા કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ બિલ રજૂ કર્યું

ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ ગત સપ્તાહે શુક્રવારે રજૂ કરેલા બિલમાં H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65 હજારથી વધારીને 130,000 કરવાનો પ્રસ્તાવ છે. અમેરિકામાં કુશળતા ધરાવતા કામદારોની અછત નિવારવી એ H-1B વિઝા પ્રોગ્રામનો ધ્યેય છે.

Read More...
મોદીની અમેરિકા યાત્રા બંને દેશોના સંબંધોના ઇતિહાસમાં સૌથી અસાધારણ મુલાકાત હતીઃ ગાર્સેટી

​​વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મહિને અમેરિકાની ઐતિહાસિક સત્તાવાર મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં સૌથી અસાધારણ મુલાકાત હતી,

Read More...
અર્થતંત્ર, ગર્ભપાત અધિકારો મુદ્દે વલણના પગલે પ્રેસિડેન્ટપદની રેસમાં બાઈડેન લાભની સ્થિતિમાં

અમેરિકાના સ્થિર અર્થતંત્ર અને ગર્ભપાતના અધિકારો સામેના જોખમો અંગે મતદારોનો ગુસ્સો ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ જો બાઈડેનની તરફેણમાં બાજી વાળી રહ્યો છે, પરંતુ તેમના રીપબ્લિકન હરીફો પ્રચાર કરી રહ્યા છે તેવા અનેક સાંસ્કૃતિ-યુદ્ધ જેવા મુદ્દાઓ માટે મતદારો સંવેદનશીલ હોવાનો નવો

Read More...
અમદાવાદમાં અકસ્માત જોવા ભેગાં થયેલા લોકો પર કાર ચઢી જતાં 9નાં મોત

અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અન્ય 10 ઘાયલ થયાં હતાં. ગાંઘીનગર-સરખેજ હાઇવે પર પહેલા એક થાર ગાડી ડમ્પર ટ્રક સાથે અથડાઇ હતી.

Read More...

  Sports
એશિયા કપ ક્રિકેટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી શ્રીલંકા, પાકિસ્તાનમાં રમાશે

આખરે પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ ગયા સપ્તાહે જાહેર કરાયો હતો. આ ટુર્નામેન્ટ શ્રીલંકા અને પાકિસ્તાનમાં હાઈબ્રીડ મોડેલના આધારે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા પછી એસીસી અને પીસીબીએ

Read More...
ચોથી ટેસ્ટ ડ્રો, ઓસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસની રમત સતત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં 2-1ની લીડના આધારે એશિઝ જાળવી રાખી છે.

Read More...
વરસાદમાં બીજી ટેસ્ટની છેલ્લા દિવસની રમત ધોવાઈ, મેચ ડ્રો

પોર્ટ ઓફ સ્પેન ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટના છેલ્લા દિવસે સોમવારે વરસાદના કારણે આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. આ રીતે ભારતને 2-0થી સીરીઝ જીતવાની તક હતી તે છીનવાઈ ગઈ અને પ્રવાસી ટીમ ફક્ત Read More...

ભારતના સાત્વિક – ચિરાગ કોરીઆ ઓપન બેડમિંટનમાં ડબલ્સ ચેમ્પિયન

ભારતના બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરીઆ ઓપન બેડમિન્ટનમાં વર્લ્ડ નંબર 1 ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રીઆનની ઈન્ડોનેશિયાની જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા ગ્રુપ $5 બિલિયનના રોકાણ સાથે UKમાં EV બેટરી પ્લાન્ટ સ્થાપશે

ભારતના અગ્રણી ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપે બુધવાર, 19 જુલાઇએ યુકેમાં 4 બિલિયન પાઉન્ડથી વધુના રોકાણ સાથે ગ્લોબલ બેટરી સેલ ગીગાફેક્ટરીની સ્થાપના કરવાની મેગા યોજનાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરીનો હેતુ ઓટોમોટિવ ક્ષેત્રના ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનની પ્રક્રિયાને મદદ કરવાનો છે. નવી ગીગાફેક્ટરીમાં ઉત્પાદન 2026માં શરૂ થવાનો અંદાજ છે.

Read More...
પેન્ટાગોનને પાછળ રાખી સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બની

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન મેળવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ 15 માળનું કોમ્પ્લેક્સ છે જેની ફ્લોર સાઈઝ લગભગ 71 લાખ ચોરસ ફૂટ કરતા પણ વધારે છે.

Read More...
બાબા રામદેવની પતંજલિ ફૂડમાં NRIની કંપનીનું રૂા. 2,400 કરોડનું રોકાણ

કટોકટીના સમયમાં અદાણી ગ્રૂપમાં અબજો ડોલરનું રોકાણ કરનારી એનઆરઆઇ રાજીવ જૈનના વડપણ હેઠળની ફ્લોરિડા સ્થિત GQG પાર્ટનર્સએ બાબા રામદેવનીની પતંજલિ ફૂડ્સમાં પણ રૂ.2400 કરોડનું રોકાણ કર્યું છે. આમ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સને એક બહુ મોટા વિદેશી રોકાણકાર મળી ગયા છે.

Read More...
જેટ એરવેઝના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલના ત્યાં દરોડા

ભારતની તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ બુધવારે જેટ એરવેઝના ભૂતપૂર્વ પ્રમોટર નરેશ ગોયલ અને તેમના સહયોગીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા, ED દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોને આવરી લઇને આ કાર્યવાહી કરી હતી.

Read More...
AHLA ફાઉન્ડેશને ‘નો રૂમ ફોર ટ્રાફિકિંગ’ એડવાઇઝરી કાઉન્સિલ શરૂ કરી

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન ફાઉન્ડેશને હોટેલ અને લોજિંગ ઉદ્યોગના અગ્રણીઓનો સમાવેશ કરતી તેની પ્રારંભિક ‘નો રૂમ ફોર ટ્રાફિકિંગ’ એડવાઇઝરી કાઉન્સિલના પ્રારંભની જાહેરાત કરી છે.

Read More...
મેરિયટ ઇન્ટરનેશનલે વાર્ષિક ‘સર્વે 360 રીપોર્ટ’નું અનાવરણ કર્યુ

મેરિયટ ઇન્ટરનેશનલે તાજેતરમાં 2022 ના અંત સુધીના ડેટા સાથે કંપનીના પર્યાવરણીય, સામાજિક અને શાસન પહેલોના અમલીકરણ પર તેનો 2023 સર્વ 360 રીપોર્ટ બહાર પાડ્યો છે. મેરિયટનું “સર્વે 360: દરેક દિશામાં સારું કરવું” પ્લેટફોર્મ,

Read More...
બાયર્ડ-એસટીઆર હોટેલ સ્ટોક ઇન્ડેક્સ જૂનમાં 6.2 ટકા ચઢ્યો

BAIRD/STR હોટેલ સ્ટોક ઇન્ડેક્સ જૂનમાં 6.2 ટકા વધીને 5,615ના સ્તરે પહોંચ્યો હતો, STR અનુસાર. બંને એજન્સીઓ સાથેના અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ એક સંકેત છે કે આ વર્ષે મંદીની શક્યતા ઓછી છે.

Read More...
વેસાઇડ ઇન્વેસ્ટમેન્ટ ડલ્લાસમાં બે ESA હોટલ હસ્તગત કરશે

વેસાઇડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે ડલ્લાસમાં બે એક્સટેન્ડેડ સ્ટે અમેરિકા સ્યુટ પ્રોપર્ટી હસ્તગત કરવાની યોજના જાહેર કરી છે. વેસાઇડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સોદામાં ઇરવિંગમાં 118 અને 150-યુનિટ હોટલનો સમાવેશ થાય છે.

Read More...
  Entertainment

કંગનાએ રણબીર-આલિયાનાં લગ્નને નકલી કહીને વિવાદ છેડ્યો

બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિવાદો ઊભા કરવામાં યુવા અભિનેત્રી કંગના રણોતનું નામ મોખરે છે. સોશિયલ મીડિયા દ્વારા તે દિગ્ગજ ફિલ્મકારોની ટીકા કરવાનું છોડતી નથી. હવે તેણે એક દંપત્તી અંગે નવી વાત કહીને ફરીથી વિવાદ છેડ્યો છે.

Read More...

સલમાન ખાનને ‘બિગ બોસ’ માટે વિશેષ લગાવ

સલમાન ખાન કહે છે કે, ‘બિગ બોસ ઓટીટી 2’થી તેને ખાસ લગાવ છે. આ શો તે છોડી રહ્યો હોવાની ચર્ચા ચાલી હતી. તે સેટ પર ​એટલે કે સ્ટેજ પર સિગારેટ સાથે જોવા મળ્યો હતો. આ શો બે અઠવાડિયાં લંબાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

Read More...

અજય દેવગણે મુંબઇમાં રૂ.45 કરોડની બે ઓફિસો ખરીદી

અજય દેવગણ બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોની યાદીમાં સામેલ છે. કહેવાય છે કે, તેણે મુંબઇમાં પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અજયે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં ઓફિસ સ્પેસમાં આ રોકાણ કર્યું છે.

Read More...

ડિજિટલ પ્લેટફોર્મ પર જેનેલિયાનું પદાર્પણ

બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી જેનેલિયા ડિસોઝા દેશમુખનું ડિજિટલ પદાર્પણ થઇ રહ્યું છે. જેનેલિયાની આ પ્રથમ ઓટીટી ફિલ્મ ‘ટ્રાયલ પીરિયડ’ છે. જેનેલિયાએ તેમાં બંગાળી માતાનો રોલ કર્યો છે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store