(ANI Photo)

ભારતના બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરીઆ ઓપન બેડમિન્ટનમાં વર્લ્ડ નંબર 1 ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રીઆનની ઈન્ડોનેશિયાની જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું. 62 મિનિટના આ ફાઈનલ જંગ સાથે હવે સાત્વિક – ચિરાગનો ઈન્ડોનેશિયાના હરીફો સામેનો રેકોર્ડ 3-2નો થયો છે.

આ અગાઉ 2017માં પીવી સિંધુ કોરીઆ ઓપનમાં વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન બની હતી. તે કોરીઆ ઓપન ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય શટલર હતી. હવે પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઈ રાજ અને ચિરાગ શેટ્ટી ડબલ્સ ઈવેન્ટનો ખિતાબ હાંસલ કરનારી ભારતની પ્રથમ ડબલ્સ જોડી બની છે. સાત્વિક-ચિરાગે સેમિફાઇનલમાં ડીફેન્ડિંગ ચેમ્પિયન ચીની જોડી વેઇ કેંગ લિયાંગ-ચંગ વાંગને હરાવી હતી. 

સાત્વિક અને ચિરાગે આ વર્ષે ઈન્ડોનેશિયા સુપર 1000 અને સ્વિસ ઓપન સુપર 500 ટાઈટલ પણ પ્રાપ્ત કર્યા છે. જૂનમાં ઇન્ડોનેશિયા ઓપન જીત્યા પછી ભારતીય જોડી માટે આ સતત બીજું ટાઇટલ અને એકંદરે ત્રીજું BWF 500 ટાઈટલ છે. આ પહેલા તેમણે વર્ષ 2019માં થાઈલેન્ડ ઓપન અને ગયા વર્ષે ઈન્ડિયા ઓપન જીતી હતી.

એ પહેલા એચએસ પ્રણોય અને પ્રિયાંશુ રાજાવત ટુર્નામેન્ટમાં સિંગલ્સના પોતપોતાના બીજા રાઉન્ડના મુકાબલા હાર્યા પછી સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી પુલેલા ગોપીચંદની ભારતીય જોડીનો પણ બીજા રાઉન્ડમાં પરાજય થયો હતો. પ્રથમ રાઉન્ડમાં પ્રણોયે બેલ્જિયમના જુલિયન કારાગીને 21-1321-17થી હરાવ્યો હતો.  જૂનમાં વિક્ટર ડેનમાર્ક માસ્ટર્સના ચેમ્પિયન એન સિક્કી રેડ્ડી અને રોહન કપૂરનો પણ પરાજય થયો હતો. 

LEAVE A REPLY

two × 2 =