(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મહિને અમેરિકાની ઐતિહાસિક સત્તાવાર મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં સૌથી અસાધારણ મુલાકાત હતી, એમ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ગુરુવારે જણાવ્યું હતું.

ગાર્સેટીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આપણી વચ્ચે ભૂતકાળમાં કેટલીક ખૂબ મોટી ક્ષણો હતી… પરંતુ આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેની આકાંક્ષાઓના સૌથી ઊંડા અને વ્યાપક એજન્ડા આધારિત હતી. આ ઉપરાંત તેમાં આપણા અર્થતંત્ર, સંરક્ષણ તથા શાંતિ, સમૃદ્ધિ, પર્યાવરણ અને લોકો કે જેનું આપણે પ્રતિનિધિત્વ કરીએ છીએ તેમના માટે વાસ્તવિક રીતે સાકાર કરી શકાય તેવો એજન્ડા હતો.

વડા પ્રધાન મોદી ગયા મહિને તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે યુએસ ગયા હતા, જે દરમિયાન તેમણે પ્રેસિડન્ટ જો બાઇડન સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું. બે વખત આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય નેતા બન્યાં હતાં.

આ બેઠકને સૌથી વધુ અસાધારણ ગણાવતા રાજદૂતે જણાવ્યું હતું કે આ મુલાકાત પછી સતત અનુવર્તી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભારતની સરકાર સમજૂતીઓના અમલ માટે સંખ્યાબંધ બેઠકો કરી રહી છે અને અમે પણ આવી કવાયત કરી રહ્યાં છીએ. હું વોશિંગ્ટનમાં છું એનું એક કારણ એ છે કે અમે મોમેન્ટમ જાળવી રાખવા માગીએ છીએ. વધુમાં અમારા પ્રેસિડન્ટ G-20 મીટિંગ માટે દિલ્હી આવી રહ્યાં છે.

તેમણે નોંધ્યું હતું કે આ મુલાકાતમાં ઘણી ચાવીરૂપ સમજૂતી થઈ છે. દેખિતી એક મહત્ત્વની ડીલ જીઇ જેટ એન્જિન અંગેની છે. તેનાથી સહકારનું લેવલ મૂળભૂત રીતે બદલાઈ જશે. આ ઉપરાંત ટ્રમ્પના શાસન દરમિયાન શરૂ થયેલું ટ્રેડ વોર અને ટેરિફને હળવા કરવા જેવી બીજી ઘણી બાબતો છે. અમે સ્ટીલ પ્રોડક્ટ પર ટેક્સ લાદ્યો હતો અને ભારતે અમેરિકાની કૃષિ પેદાશો પર ટેક્સ લાદ્યો હતો. હવે તેમાં મુક્ત હેરફેર શક્ય બની છે. એડ્યુકેશન એક્સ્ચેન્જમાં પણ વિસ્તરણ થયું છે.

અમેરિકા-ભારત વચ્ચેના સંબંધો માટે આકાશ જ મર્યાદા છે, તેવું અવલોકન કર્યું પછી તરત તેમણે ટીપ્પણી કરી હતી કે બંને દેશો અવકાશ ક્ષેત્રમાં પણ સહકાર સાધી રહ્યાં છે, તેથી આકાશ પણ મર્યાદા રહેશે નહીં.

યુએસ ભારત સંબંધ માટે આકાશ એ મર્યાદા છે તે અવલોકન કરીને, તેમણે કહ્યું કે બંને પક્ષો અવકાશમાં સહયોગ કરી રહ્યા છે, કદાચ આકાશ પણ મર્યાદા નથી. અમે જે કામ કરી રહ્યા છીએ તેના સંદર્ભમાં અમે સમુદ્રની ઊંડાઈથી સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ. લોસ એન્જેલસના ભૂતપૂર્વ ગવર્નરે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં આપણા નેતાઓ એક જ વર્ષમાં છથી સાત વખત એકબીજા સાથે રૂબરુ મુલાકાત કરશે.

LEAVE A REPLY

two × five =