Muslims offer Namaz 5 times and kidnap Hindu girls: Baba Ramdev
(ANI Photo)

કટોકટીના સમયમાં અદાણી ગ્રૂપમાં અબજો ડોલરનું રોકાણ કરનારી એનઆરઆઇ રાજીવ જૈનના વડપણ હેઠળની ફ્લોરિડા સ્થિત GQG પાર્ટનર્સએ બાબા રામદેવનીની પતંજલિ ફૂડ્સમાં પણ રૂ.2400 કરોડનું રોકાણ કર્યું છે.  

આમ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સને એક બહુ મોટા વિદેશી રોકાણકાર મળી ગયા છે. પતંજલિ ફૂડ્સે તાજેતરમાં ઓફર ફોર સેલ (OFS) લાવી હતી. જેમાં GQG પાર્ટનર્સે 5.96 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પતંજલિના કુલ મળીને 2.15 કરોડ શેર ખરીદવામાં આવ્યા છે જેની કિંમત લગભગ 2400 કરોડ થાય છે. આ ઓએફએસમાં શેરની ફ્લોર પ્રાઈસ 1000 રૂપિયા રાખવામાં આવી હતીપરંતુ નોન-રિટેલ ઈન્વેસ્ટરોને 1103 રૂપિયાના ભાવે શેર એલોટ કરાયા હતા. 

કંપનીએ આ ઓફર ફોર સેલમાં 7 ટકા હિસ્સો વેચ્યો હતો. GQG ચાલુ વર્ષે માર્ચ મહિનામાં લાઈમલાઈટમાં આવી હતી જ્યારે તેણે અદાણીના શેરો માટે કોન્ટ્રા બેટ લગાવી હતી. હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલના પગલે અદાણીના શેરો ખરીદવા માટે કૌઈ તૈયાર ન હતું ત્યારે GQG પાર્ટનર્સે નીચા ભાવે જંગી ખરીદી કરી હતી. રાજીવ જૈને અદાણીના શેરોમાં બે અબજ ડોલરની બિડ સાથે ખરીદીની શરૂઆત કરી હતી. ત્યાર પછી પણ તેમણે ગૌતમ અદાણીની કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટના ઓછામાં ઓછા બે રાઉન્ડ કર્યા છે. 

પતંજલિ ગ્રૂપે દેવામાં ડુબી ગયેલી રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી હતી અને ત્યાર પછી તેને પતંજલિ ફૂડ્સ નામ આપ્યું હતું. 

 

LEAVE A REPLY

fifteen − six =