ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ ગત સપ્તાહે શુક્રવારે રજૂ કરેલા બિલમાં H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65 હજારથી વધારીને 130,000 કરવાનો પ્રસ્તાવ છે.

અમેરિકામાં કુશળતા ધરાવતા કામદારોની અછત નિવારવી એ H-1B વિઝા પ્રોગ્રામનો ધ્યેય છે. જોકે ટીકાકારોએ દલીલ કરી છે કે, આ અછત ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ છે અને આ વિઝાનો ઉપયોગ અમેરિકન IT કંપનીઓ દ્વારા અહીં લાવવામાં આવેલા ઓછા ખર્ચાળ વિદેશી કામદારોનો ઉપયોગ કરવા માટે થાય છે.

એક વર્ષમાં મંજૂર કરાયેલા H-1B વિઝાના અંદાજિત 75 ટકામાં 85,000નો વધારો થાય છે, જેમાંથી 65 હજાર કામદારો વિદેશમાંથી અને 20,000 કામદારો અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં નોંધાયેલા વિદેશી વિદ્યાર્થીઓમાંથી ભરતી કરાયેલા-ભારતીય કામદારો તરીકે ઓળખાય છે. તેમને એમેઝોન, માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક, ઈન્ફોસીસ, ટીસીએસ અને વિપ્રો જેવી મોટી ટેકનોલોજી કંપનીઓ દ્વારા જોબમાં લેવામાં આવે છે.

કૃષ્ણમૂર્તિએ તાજેતરમાં જાહેરાત કરતા મીડિયાને જણાવ્યું હતું કે, H-1B વિઝા પ્રોગ્રામનો વ્યાપ વધવાથી અમેરિકન કંપનીઓ માટે ખૂબ જ જરૂરી કામદારો મેળવવામાં મદદ મળશે. તેમણે આ કાયદાને HIRE એક્ટ નામ આપ્યું છે, જે High-Skilled Immigration Reform for Employmentનું ટૂંકુ સ્વરૂપ છે.

આ અંગે કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે, “નોકરીઓનું સર્જન કરવા અને ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવા માટે આ જરૂરી છે કે, આપણે વિશ્વભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓ લાવીને આપણા સ્થાનિક કર્મચારીઓને વિકસાવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધીએ. એટલા માટે જ હું ઉપલબ્ધ H-1B વિઝાની સંખ્યા 65,000થી 130,000 સુધી બમણી કરીને પ્રાથમિક તથા માધ્યમિક સ્કૂલોના STEM શિક્ષણમાં રોકાણ વધારવા માટે HIRE એક્ટ રજૂ કરવામાં ગર્વ અનુભવું છું. વિશ્વભરના શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓને આકર્ષિત કરતી વખતે આપણી સ્વદેશી પ્રતિભામાં રોકાણ કરીને, આપણે વધુ સારા પગારવાળી નોકરીઓનું સર્જન શકીએ છીએ અને ભવિષ્યની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ.”

આ કાયદો સ્કૂલોમાં STEM (સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને ગણિત)ના પ્રવાહોને ભંડોળ આપીને અમેરિકામાં સ્થાનિક કુશળ કામદારોની અછત દૂર કરવાનો પણ પ્રયાસ કરે છે.

LEAVE A REPLY

one + ten =