Vol. 3 No. 360 About   |   Contact   |   Advertise November 24, 2023


 
 
વૈશ્વિક આર્થિક મંદી હોવા છતાં વેલ્થ લીગમાં ટોપર્સ બનતા એશિયનો

વિશ્વવ્યાપી આર્થિક પડકારો હોવા છતાં યુકેમાં વસતા એશિયન ઉદ્યોગસાહસિકોએ ગયા વર્ષે તેમની સંપત્તિમાં £6.8 બિલિયનનો આશ્ચર્યજનક વધારો કર્યો હોવાનું એશિયન રિચ લિસ્ટના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ બ્રિટનમાં 101 સૌથી ધનિક એશિયન લોકોની પ્રોફાઇલ રજૂ કરે છે જેને બુધવાર તા. 22ના રોજ સાંજે એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં રિલીઝ કરાશે. એશિયન રિચ લિસ્ટ 25મા વર્ષે પ્રસિધ્ધ થઇ રહ્યું છે.

Read More...
ડેવિડ કેમરન નવા ફોરેન સેક્રેટરી : હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને બરતરફ કરાયા

વડા પ્રધાન ઋષિ સુનકે પોતાની સત્તાને પુનઃસ્થાપિત કરવા માટે એક વિશાળ ફેરબદલની શરૂઆત કરી ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને નવા ફોરેન સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપી છે અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે.

Read More...
વડા પ્રધાન ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિએ ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીના દીવા પ્રગટાવ્યા

એક ભારતીય અને હિન્દુ તરીકે આપ સૌ વાચકોને ગર્વ થાય તેવી ક્ષણો આ દિવાળી પર્વે જોવા મળી હતી. જેમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક વિશેષ રીસેપ્શનમાં દિવાળીના દીવા પ્રગટાવ્યા હતા.

Read More...
ડૉ એસ જયશંકરે લંડનમાં BAPS મંદિરની મુલાકાત લીધી

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે ભારતીય ડાયસ્પોરાના લોકો અને બ્રિટિશ હિંદુઓ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા રવિવાર 12 નવેમ્બર 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાત લીધી હતી.

Read More...
બેસ્ટવે ફાઉન્ડેશન યુકે દ્વારા નેશનલ બ્રેઈન અપીલને £100,000નું દાન કરાયું

બેસ્ટવે ફાઉન્ડેશનના ચેરમેન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સર અનવર પરવેઝ OBE H Pk તથા ગ્રુપ CEO લોર્ડ ઝમીર ચૌધરી CBE SI Pk એ નેશનલ બ્રેઈન અપીલના CEO ક્લેર વૂડ હિલને £100,000 નો ચેક અર્પણ કર્યો હતો.

Read More...
અમેરિકામાં હવે રીપબ્લિકન્સે હિન્દુ કોકસની સ્થાપના કરી

અમેરિકામાં રીપબ્લિકન સાંસદોએ તાજેતરમાં એક વધુ કોંગ્રેસનલ હિન્દુ કોકસનો પ્રારંભ કર્યો હતો. આ કોકસ હિન્દુ અમેરિકનો સંબંધિત મુદ્દાઓના સમર્થન માટેનો બીજો, પણ સૌથી મોટો મંચ હશે.

Read More...
અમેરિકન મિલિયોનેર નેવિલ રોય સિંઘમને ભારતની તપાસ એજન્સીનું સમન્સ

અમેરિકન મિલિયોનેર નેવિલ રોય સિંઘમને ન્યૂઝક્લિક કેસ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું.

Read More...
અયોધ્યામાં 22.23 લાખ દીવાઓ સાથે ભવ્ય દીપોત્સવની ઉજવણી

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 51 ઘાટ પર 24 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ ઉત્સવને બીજી વાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.

Read More...
ડેવિડ બેકહામે ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટનો આનંદ માણ્યો

ઇંગ્લિશ ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકેની તેમની ભૂમિકામાં ભારતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટ રમવાનો આનંદદાયક સમય પસાર કર્યો હતો.

Read More...
ગાંધીનગરમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસનો પ્રારંભ

ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે’આરંભ (ધ બિગિનિંગ): ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસીસ ઇન ઇન્ડિયા’નો પ્રારંભ કરાવ્યો હતો.

Read More...

  Sports
વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન

રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપનો તાજ પ્રાપ્ત કર્યો હતો.

Read More...
વિરાટ કોહલી વર્લ્ડ કપનો ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’

વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવા બદલ ભારતના વિરાટ કોહલીને ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ નો એવોર્ડ અપાયો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં 765 રન કરી બીજા પણ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

Read More...
ભારતનો મોહમ્મદ શામી વર્લ્ડ કપનો નં. 1 બોલર

રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પુરી થઈ તેમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ શામી સૌથી વધુ સફળ, વધુ ઘાતક બોલર તરીકે નિવડ્યો હતો.

Read More...
ફાઈનલમાં હાર્યા પછી મોદીએ ટીમને આશ્વાસન આપ્યું

રવિવારે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને સુકાની રોહિત શર્મા,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
વિમાન ભાડાં એરલાઇન્સ નક્કી કરે છે, સરકારનો અંકુશ નથીઃ કેન્દ્ર

ભારત સરકારે તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે એરલાઈન્સ તેમની સંચાલકીય સદ્ધરતા મુજબ હવાઈ ભાડાં વસૂલવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને સરકાર એરલાઈનના વ્યાપારી પાસાઓમાં દખલ કરતી નથી અથવા તેમનું ભાડું નક્કી કરતી નથી. એક એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે એરલાઇન્સની ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી એક વૈશ્વિક પ્રથા છે. ભાડામાં ફેરફાર અલ્ગોરિધમ્સ પર આધારિત છે, જે હરીફ ભાવ, પુરવઠો અને માંગ તથા અન્ય બાહ્ય પરિબળોને ધ્યાનમાં લે છે. ઝૈનુઆબિદ્દીન નામની વ્યક્તિએ તહેવારો દરમિયાન ગલ્ફ સેક્ટરમાં કાર્યરત એરલાઇન્સ દ્વારા ભાડામાં વધારાને કોર્ટમાં પડકાર્યો હતો.

Read More...
સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું લાંબી બીમારી પછી અવસાન

સહારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુબ્રત રોયનું બુધવાર, 15 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારી પછી અવસાન થયું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેઓ 75 વર્ષના હતાં. સુબ્રત રોયના પરિવારમાં પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો, સુશાંતો રોય અને સીમંતો રોય છે, જેઓ વિદેશમાં રહે છે. 1948માં બિહારના અરરિયામાં જન્મેલા સુબ્રત રોયની સફળતાની કહાની 1978માં સહાર પરિવાર સાથે ચાલુ થઈ હતી અને પછી એક વિશાળ ગ્રૂપનું પતન થયું હતું. માત્ર ₹2,000ની મૂડીથી શરૂ કરીને કંપનીએ ઉદ્યોગસાહસિકતામાં લાંબો રસ્તો પસાર કર્યો છે. તેમનું ગ્રુપ સફળતાના શિખરો સર કરતું હતું અને દેશના 12 લાખ જેટલા લોકોને રોજગારી આપી હતી. તેઓ પોતાને મેનેજિંગ વર્કર તરીકે ઓળખવાનું પસંદ કરતા હતાં.

Read More...
હોટેલ જગતના માંધાતા પીઆરએસ ઓબેરોયનું નિધન

ભારતીય હોસ્પિટાલિટી જગતના માંધાતા અને ઓબેરોય ગ્રૂપના ચેરમેન એમેરિટસ પૃથ્વી રાજ સિંહ ઓબેરોય ઉર્ફે ‘બીકી’નું મંગળવાર, 14 નવેમ્બરે અવસાન થયું હતું, એમ ઓબેરોય ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું. તેઓ 94 વર્ષના હતાં. ભારતમાં હોટલ સેક્ટરને નવી દિશા આપવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પૃથ્વી રાજ સિંહનો જન્મ 3 ફેબ્રુઆરી 1929એ દિલ્હીમાં થયો હતો. પૃથ્વી રાજે ભારત, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. તેમને એક પુત્ર વિક્રમ અને પુત્રી નતાશા છે. પૃથ્વી રાજ સિંહે 2002માં તેમના પિતાના અવસાન બાદ ઓબેરોય ગ્રુપની મુખ્ય કંપની EIHના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

Read More...
બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા 32 વર્ષે પત્નીથી અલગ થયાં

ભારતના જાણીતા ટેક્સટાઇલ ગ્રૂપ રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ સોમવારે પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે લગ્નજીવનનો અંત આણવાની સોમવારે જાહેરાત કરી હતી. ગૌતમ અને નવાઝ લગ્નજીવનના 32 વર્ષે પછી અલગ થયા હતા. ગૌતમે સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી જાહેર કરી હતી. સિંઘાનિયા દંપતી વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાની બિઝનેસ વર્તુળોમાં અગાઉ અટકળો ચાલતી હતી. 58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1999માં ભારતીય સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા.આ પહેલા બંને 8 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા.

Read More...
  Entertainment

બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા પ્રીટિ ઝિન્ટાને અનોખું સન્માન

એક સમયે બોલીવૂડમાં ખૂબ જ ચર્ચામાં રહેલી યુવા અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાને યુકેની બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રીટિએ મનોરંજન અને બિઝનેસના ક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં લઇને તેને આ સન્માન આપવામાં આવ્યું હતું. બર્મિંગહામમાં દિવાળી નિમિત્તે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પ્રીટિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રીટિએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની માનદ્ ડોક્ટરેટની ડિગ્રી ખરેખર બહુ મોટું સન્માન છે અને તે મળવા બદલ હું તેને મારું સૌભાગ્ય માનું છું. હું બર્મિંગહામમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે આતુર હતી.

Read More...

શાહરુખની જવાન ફિલ્મે ઇતિહાસ રચ્યો

બોલીવૂડના બાદશાહ-બાજિગર શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઇ છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે ત્યારે તેણે દુબઇ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે એક એવી કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે જેમાં આજ સુધી ભારતની એક પણ ફિલ્મને સ્થાન મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ યુએઇમાં આ ફિલ્મ હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ સાબિત થઇ છે. ત્યાં શાહરુખના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી છે. તેથી યુએઇ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવીને 75 કરોડથી વધુની કમાણી કરી હતી.

Read More...

અમર અકબર એન્થની ફિલ્મ ફરીથી બનાવવા લંડનના મેયરની અપીલ

લંડનના મેયરે એક અનોખી માગણી કરીને ભારતીયોને ચોંકાવ્યા છે. મેયર સાદિક ખાને બોલીવૂડની જુની સુપર હિટ ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ફરી બનાવવા માટે આગ્રહ કર્યો હતો. લંડનમાં મેયરે જણાવ્યું હતું કે, મારી પાસે બોલીવૂડ માટે એક પ્રસ્તાવ છે. યુકેમાં અમર, અકબર એન્થની ફિલ્મનું ફરીથી નિર્માણ કરવામાં આવે. કારણકે અત્યારે અહીં રાજા તરીકે એક ક્રિશ્ચન કિંગ ચાર્લ્સ છે, હું સાદિક ખાન મેયર છું અને એક હિન્દુ ઋષિ સુનક અમારા વડાપ્રધાન છે. તે ફિલ્મમાં અમિતાભ બચ્ચને ક્રિશ્ચનની ભૂમિકા ભજવી હતું. જોકે, સાદિક ખાને મજાકમાં જણાવ્યું હતું કે, હકીકતમાં મારી ઈચ્છા અમિતાભની ભૂમિકા પાત્ર ભજવવાની છે.

Read More...

‘ધૂમ’ ફેમ ડાયરેક્ટર સંજય ગઢવીનું અવસાન

હિન્દી ફિલ્મ ધૂમના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે સવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું, એમ તેમની મોટી પુત્રી સંજીનાએ જણાવ્યું હતું. તેઓ 56 વર્ષના હતાં. સંજીના ઉપરાંત, ગઢવીના પરિવારમાં તેમની પત્ની અને બીજી પુત્રી છે. તેમના અવસાનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્રણ દિવસ પછી સંજય ગઢવીનો જન્મદિવસ હતો. તેઓ યશ રાજ ફિલ્મ્સની “ધૂમ” ફ્રેન્ચાઇઝી – “ધૂમ” (2004) અને “ધૂમ 2” (2006)માં બે બ્લોકબસ્ટર હિટ ફિલ્મો માટે જાણીતા હતાં. ગઢવીની પુત્રીના જણાવ્યા મુજબ, દિગ્દર્શક “સંપૂર્ણ સ્વસ્થ” હતા. આજે સવારે 9.30 વાગ્યે તેમના નિવાસસ્થાને તેમનું નિધન થયું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store