Vol. 3 No. 361 About   |   Contact   |   Advertise December 1, 2023


 
 
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા બધા જ 41 શ્રમિકોને 17મા દિવસે આખરે બચાવી લેવાયા

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા બધા જ 41 મજૂરોને 17 દિવસની ભારે જહેમત પછી આખરે મંગળવારે મોડી સાંજે બચાવી લેવાયા હતા. જો કે, એ પહેલા છેલ્લા ત્રણ-ચાર દિવસનો ઘટનાક્રમ ઉતાર-ચડાવ ભર્યો અને ચિંતાજનક રહ્યો હતો. શ્રમિકોને લાંબા અને જટિલ રેક્સ્યુ ઓપરેશન પછી રેસ્ક્યુ પાઇપ મારફત એક પછી એક બહાર કાઢવામાં આવ્યાં હતાં. શ્રમિકો 12 નવેમ્બરે 4.5-કિમી (3-માઇલ) લાંબી ટનલમાં ફસાયાં હતાં અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકન ઓગર મશીન સહિતની હેવી ઇક્વિપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણોતોની મદદ લેવામાં આવી હતી. ઓગર મશીન સહિતના હેવી ઇક્વિપમેન્ટ નિષ્ફળ રહ્યાં હતા અને આખરે સોમવારે મેન્યુઅલ ડ્રિલિંગ માટે રેટ માઇનર્સને કામે લગાડવામાં આવ્યાં હતાં અને તેમને મોટી સફળતા મળી હતી.

Read More...
ગુજરાતમાં વ્યાપક માવઠું, અનેક સ્થળે કરા પડ્યા, 29નાં મોત

ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 27 લોકોનાં મોત નીપજ્યા હતા, તો માવઠાથી પાકને નુકસાન થયું હતું.

Read More...
લઘુત્તમ વેતન વધીને કલાકના £11.44 થયું

એપ્રિલ 2024 થી 21 વર્ષથી મોટી વયના સૌ કોઇ માટે બ્રિટનનું લઘુત્તમ વેતન 9.8 ટકા વધારીને £11.44 પ્રતિ કલાક કરવાની ચાન્સેલર જેરેમી હંટે બજેટ અપડેટની પૂર્વસંધ્યાએ જાહેરાત કરી હતી.

Read More...
એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં અગ્રણી ઉદ્યોગસાહસિકોને એવોર્ડ્સ એનાયત કરાયા

એશિયન બિઝનેસ એવોર્ડ્સનીની ઐતિહાસિક 25મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ. સેન્ટ્રલ લંડનના વેસ્ટ મિન્સ્ટર બ્રિજના છેવાડે થેમ્સ નદીના તટે આવેલ ભવ્ય પાર્ક પ્લાઝા હોટેલમાં તા.

Read More...
ટેક્સ કટ બાદ ઓપિનિયન પોલમાં સુનકને ફાયદો

આ અઠવાડિયે યુકેના ચાન્સેલર જેરેમી હંટે ઓટમ સ્ટેટમેન્ટમાં કરના દરો ઘાડવાની જાહેરાત બાદ વડા પ્રધાન ઋષિ સુનક અને શાસક કન્ઝર્વેટિવ્સને ઓપિનિયન પોલમાં નાનો ફાયદો થયો હતો.

Read More...
UKના સ્કીલ્ડ વર્કર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ વિઝામાં ભારતીયોનું પ્રભુત્વ

ગયા વર્ષે પણ બ્રિટનના સ્કીલ્ડ વર્કર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ વિઝા મેળવવામાં ભારતીયોનો દબદબો જળવાઈ રહ્યો હતો, એમ બ્રિટનના સત્તાવાર ઇમિગ્રેશન ડેટામાં જણાવાયું હતું. ટુરિસ્ટ વિઝિટર વિઝામાં પણ ભારતીય નાગરિકોનું પ્રમાણ 27 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

Read More...
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ભારતીયો 7.25 લાખ સાથે ત્રીજા ક્રમે

અમેરિકા ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા વધી 7.25 લાખ થઈ છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અનધિકૃત ઇમિગ્રન્ટ્સની ત્રીજા ક્રમે સૌથી મોટી વસ્તી છે, એમ વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના નવા અંદાજમાં જણાવાયું છે.

Read More...
ભારતે બે મહિના પછી કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા શરૂ કર્યા

ભારતે આશરે બે મહિના બુધવાર, 22 નવેમ્બરે પછી કેનેડિયનો માટે ટુરિસ્ટ અને બિઝનેસ ઇ-વિઝા ફરી ચાલુ કર્યા હતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના ઓટ્ટાવાના આરોપને પગલે આવી સેવાઓ સ્થગિત કરાઈ હતી.

Read More...
અમેરિકાએ ખાલિસ્તાની નેતા પન્નુનની હત્યાની યોજના નિષ્ફળ બનાવી હતીઃ રીપોર્ટ

અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની અમેરિકન ધરતી પર કથિત રીતે હત્યા કરવાની યોજનાને નિષ્ફળ બનાવી હતી. બુધવારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે સરકાર અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદીને મારી નાખવાના કાવતરાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

Read More...
કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીની જાતીય સતામણીની ફરિયાદ

ગુજરાત સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન મૂળની મહિલાએ દાખલ કરેલી અરજીમાં ઉત્પીડનના કૃત્યો અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

Read More...

  Sports
ભારતે પહેલી બે ટી-20માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

રવિવારે (26 નવેમ્બર) થિરૂવનંથપુરમમાં રમાયેલી બીજી ટી-20માં ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવી પાંચ મેચની આ સીરીઝમાં 2-0ની સરસાઈ સાથે વર્ચસ્વ જમાવી દીધું હતું.

Read More...
બેન સ્ટોક્સ પછી જો રૂટ પણ 2024માં આઈપીએલમાં નહીં રમે

ઈંગ્લેન્ડના બેટર જો રૂટે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રૂટ તો હજી આ વર્ષે જ પહેલીવાર રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલ રમ્યો હતો. રાજસ્થાન રોયલ્સે શનિવારે 25 નવેમ્બરે આ માહિતી આપી હતી.

Read More...
યુગાંડાએ ટી-20 વર્લ્ડ કપની ક્વોલિફાઈંગમાં ઝિમ્બાબ્વેને 5 વિકેટે હરાવ્યું

2024ના આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ જંગમાં માં 20 ટીમો ભાગ લેવાની છે. તેની ક્વોલિફાઈંગ મેચોમાં યુગાંડાની ટીમે ઝિમ્બાબ્વેને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

Read More...
સાત્વિક-ચિરાગ ચાઇના માસ્ટર્સ બેડમિંટનમાં રનર્સઅપ

ભારતના ટોપ સીડેડ શટલર્સ સાત્વિકસાઇરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી સિઝનની છેલ્લી સુપર 750 સિરીઝની ચાઈના માસ્ટર્સ બેડમિંટનમાં રનર્સ અપ બની હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
લગ્નસરાની મોસમથી $51 બિલિયનના બિઝનેસની તક ખુલશે

ભારતમાં નવેમ્બરના અંતથી ડિસેમ્બરના મધ્યમાં સુધીમાં આશરે 35 લાખ લગ્નો થવાનો અંદાજ છે. લગ્નની આ મોસમથી ભારતીય બિઝનેસ માટે $51 અબજની તકનું નિર્માણ કરશે. લગ્નપ્રસંગોને કારણે ગ્રાહકો સોનાના દાગીના, કપડાં, લગ્ન આયોજન સેવાઓ અને ઘરની સજાવણી પરના ખર્ચમાં વધારો કરે છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કુમાર રાજગોપાલનને અપેક્ષા છે કે નવેમ્બરના અંતથી જાન્યુઆરીના અંત સુધીમાં જ્વેલરી,

Read More...
સિંઘાનિયા દંપતી વચ્ચે કાનૂની જંગની શક્યતા

ભારતની જાણીતા ટેક્સટાઇલ ગ્રૂપ રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ આ છૂટાછેડા તેમને ભારે પડી જાય તેવી શક્યતા છે, કારણ કે નવાઝે તેમની 12 હજાર કરોડની સંપત્તિમાં 75 ટકા હિસ્સો માગ્યો છે. ગૌતમ સિંઘાનિયા આ માગણી સ્વીકારવા માટે તૈયાર છે.

Read More...
કોકાકોલાની ભારતના રેડી-ટુ-ડ્રિંક ટી માર્કેટમાં એન્ટ્રી

કોકા-કોલા ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે ‘ઓનેસ્ટ ટી’ના લોન્ચ સાથે રેડી-ટુ-ડ્રિંક ટી બેવરેજીસ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ બ્રાન્ડ કોકા-કોલા કંપનીની પેટાકંપની હોનેસ્ટની માલિકીની છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોડક્ટ માટે ઓર્ગેનિક ગ્રીન ટી કોલકાતા સ્થિત લક્ષ્મી ટી કો પ્રાઈવેટ લિમિટેડના મકાઈબારી ટી એસ્ટેટમાંથી મેળવવામાં આવશે. કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) ની સાતમી આવૃત્તિમાં બંને કંપનીઓ વચ્ચે આ સંબંધમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Read More...
ભારતમાં મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપની એમ્વે તપાસના ઘેરાવામાં

મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપની એમ્વે ઇન્ડિયાએ વિવિધ બિઝનેસમાંથી ગેરકાયદેસર રીતે રૂ.૪,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. જેમાંથી ૭૦ ટકા રકમ વિદેશના બેન્ક ખાતાંમાં ખસેડી ટ્રાન્સફર કરી હતી, એવો ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ આરોપ મૂક્યો હતો. તે અમેરિકન મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપનીની પેટાકંપની છે. તે આરોગ્ય, સૌંદર્ય અને હોમ કેર પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ઇડીએ એમ્વે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ સામે તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

Read More...
  Entertainment

ફિલ્મોમાં વિશેષ યોગદાન બદલ માધુરી દીક્ષિત સન્માનિત

ગોવા ખાતે તાજેતરમાં નવ દિવસીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમામાં વિશેષ યોગદાન આપવા બદલ જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરના હસ્તે માધુરીને એવોર્ડ એનાયત થયો હતો. ઠાકુરે સોશિયલ મીડિયામાં માધુરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, માધુરી વર્ષોથી આઈકોન છે.

Read More...

રજનીકાંત એશિયાના સૌથી મોંઘેરા અભિનેતા

સાઉથ ઇન્ડિયન ફિલ્મો અને બોલીવૂડ ફિલ્મોના પીઢ અભિનેતા રજનીકાતં હંમેશા ચર્ચામાં રહે છે. રજનીકાંત માટે રેકોર્ડ બનાવવા અને રેકોર્ડ તોડવાનું નવું નથી. રજનીકાંતને કારકિર્દી દરમિયાન ફિલ્મ બિઝનેસની પરંપરાગત માન્યતાઓ તોડવાની અને તમિલ સિનેમાનું સ્તર ઉંચે લઈ જવાની અનેક તક મળી છે. વિજય થલપતિ સાથે લિયો બનાવનારા ડાયરેક્ટર લોકેશ કનગારાજ અત્યારે રજનીકાંત સાથે નવી ફિલ્મ બનાવી રહ્યા છે. રજનીકાંતને આ ફિલ્મ માટે મળેલી ફીમાં નવો રેકોર્ડ બન્યો છે. આ સાથે તેઓ એશિયામાં સૌથી વધુ ફી મેળવનારા અભિનેતા બન્યા છે.

Read More...

ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ: એકતા કપૂર, વીર દાસે ઇતિહાસ રચ્યો

ન્યૂયોર્કમાં સોમવાર, 20 નવેમ્બરે યોજાયેલા 51મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સમારંભમાં બોલિવૂડ નિર્માતા એકતા કપૂરનું ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માન કરાયું હતું. આની સાથે એક્તા કપૂર ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની હતી. આ ઉપરાંત ડેરી ગર્લ્સ સીઝન 3 સાથે વીર દાસને કોમેડી માટે ઇન્ટરનેશનલ એમીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય એમી માટે વીર દાસનું આ બીજું નોમિનેશન હતું. કોમેડિયન અને અભિનેતાએ તેમની નેટફ્લિક્સ કોમેડી સ્પેશિયલ, વીર દાસ: લેન્ડિંગ માટે એવોર્ડ જીત્યો હતો. આનાથી તેઓ આ સન્માન હાંસલ કરનાર પ્રથમ ભારતીય હાસ્ય કલાકાર બન્યાં હતાં.

Read More...

જેકલીન ફર્નાન્ડિઝનું ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની ભેટ-સોગાદ લેવાના મામલે ફસાયેલી યુવા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે હવે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સુકેશના કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ બાદ જેકલીનને પણ આરોપી દર્શાવાઈ હતી અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો. કોર્ટમાંથી જેકલીને વિદેશ જવાની મંજૂરી મેળવીને લાઈવ પરફોર્મન્સ અને શૂટિંગની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મો ઉપરાંત ઓટીટી-ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરવા માટે તૈયાર છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store