પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2024ના આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ જંગમાં માં 20 ટીમો ભાગ લેવાની છે. તેની ક્વોલિફાઈંગ મેચોમાં યુગાંડાની ટીમે ઝિમ્બાબ્વેને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

રવાન્ડા ખાતે રમાઈ રહેલી આફ્રિકાની આ ક્વોલિફાઈંગ મેચોમાં પરાજય સાથે ઝિમ્બાબ્વે માટે વર્લ્ડ કપ 2024 માં ક્વોલિફાઈ થવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ ક્વાલિફાયરની ટોપ 2 ટીમો જ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વાલિફાય કરી શકશે. આવી સ્થિતિમાં યુગાન્ડાએ ઝિમ્બાબ્વેને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

યુગાંડા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી આ ક્વાલિફાયર મેચમાં યુગાંડાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 136 રન બનાવી શકી હતી. તેના જવાબમાં યુગાંડાની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. યુગાંડા માટે અલ્પેશ અને રિયાઝ શાહે શાનદાર બેટિંગ કરી ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

4 × 1 =