પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપની એમ્વે ઇન્ડિયાએ વિવિધ બિઝનેસમાંથી ગેરકાયદેસર રીતે રૂ.૪,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. જેમાંથી ૭૦ ટકા રકમ વિદેશના બેન્ક ખાતાંમાં ખસેડી ટ્રાન્સફર કરી હતી, એવો ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ આરોપ મૂક્યો હતો. તે  અમેરિકન મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપનીની પેટાકંપની છે. તે આરોગ્ય, સૌંદર્ય અને હોમ કેર પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.

ઇડીએ એમ્વે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ સામે તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, “એમ્વેના સભ્યો દ્વારા એકત્ર કરાયેલું રૂ.૨,૮૫૯ કરોડથી વધુનું ભંડોળ ડિવિડન્ડ, રોયલ્ટી અને અન્ય ખર્ચની ચુકવણી પેટે વિદેશના ખાતાંમાં ખસેડી દેવાયું છે.” ઇડીના જણાવ્યા અનુસાર એમ્વે ડાયરેક્ટ સેલિંગની આડમાં પિરામીડ સેલિંગનું પ્રમોશન કરતી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, “છેતરપિંડીના ગુના દ્વારા એમ્વેએ કુલ રૂ.૪,૦૫૦.૨૧ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે.”

આ અંગે પ્રતિક્રિયા આપતા એમ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇડીએ કરેલી ફરિયાદ ૨૦૧૧ની તપાસને લગતી છે. ત્યારથી અમે વિભાગને સહકાર આપી રહ્યા છીએ. અમે સમયાંતરે માંગવામાં આવેલી માહિતી પૂરી પાડી છે. એમ્વેએ ૨૫ વર્ષ પહેલાં ભારતમાં કામગીરી શરૂ કરી ત્યારથી કાનૂની અને નિયમન સંબંધી ધોરણોનું પાલન કરવા કટિબદ્ધ છે.

 

 

LEAVE A REPLY

10 − 9 =