REUTERS/Andrew Boyers

ઈંગ્લેન્ડના બેટર જો રૂટે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રૂટ તો હજી આ વર્ષે જ પહેલીવાર  રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલ રમ્યો હતો. રાજસ્થાન રોયલ્સે શનિવારે 25 નવેમ્બરે આ માહિતી આપી હતી. રૂટ આઈપીએલને અલવિદા કરનારો ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર છે. એ પહેલાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો.

ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપમાં રમ્યા પછી જો રૂટને ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બ્રેક આપ્યો છે. 3 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વનડે અને 5 ટી-20 મેચોની શ્રેણી માટે જાહેર કરવામાં આવેલી ઈંગ્લેન્ડની ટીમમાં રૂટનો સમાવેશ કરાયો નથી.

ઈંગ્લેન્ડની ટીમના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કીએ કહ્યું હતું કે રૂટને વર્લ્ડ કપ પછી બ્રેકની જરૂર છે. રૂટે ODI વર્લ્ડ કપની 9 મેચમાં 30.66ની એવરેજથી 276 રન કર્યા હતા.

રૂટ માટે આ વર્ષની આઈપીએલ જો કે, ખાસ ફળદાયી નહોતી રહી, તેણે ફક્ત ત્રણ મેચ રમી 10ની એવરેજથી માત્ર 10 રન કર્યા હતા. તો આ વર્ષની આઈપીએલમાં બેન સ્ટોક્સ પણ ચેન્નાઈ તરફથી ફક્ત બે મેચ રમ્યો હતો.

LEAVE A REPLY

thirteen − 7 =