પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકા ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા વધી 7.25 લાખ થઈ છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અનધિકૃત ઇમિગ્રન્ટ્સની ત્રીજા ક્રમે સૌથી મોટી વસ્તી છે, એમ વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના નવા અંદાજમાં જણાવાયું છે.

2021 સુધીમાં અમેરિકામાં 10.5 મિલિયન અનધિકૃત ઇમિગ્રન્ટ્સ હતા, જે તેની કુલ વસ્તી લગભગ ત્રણ ટકા અને વિદેશી જન્મેલા વસ્તીના 22 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

અમેરિકામાં વર્ષ 2007થી 2021ના ડેટાનો અભ્યાસ દર્શાવે છે કે વિશ્વના લગભગ દરેક ભાગમાંથી લોકો અહીં આવી રહ્યા છે જેમાં ગેરકાયદે લોકો પણ મોટી સંખ્યામાં છે. યુએસમાં સૌથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ સેન્ટ્રલ અમેરિકા અને સાઉથ-ઈસ્ટ એશિયામાંથી આવે છે. સેન્ટ્રલ એશિયામાંથી આવેલા ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં 2.40 લાખનો વધારો થયો છે, જ્યારે સાઉથ ઈસ્ટ એશિયામાંથી 1.80 લાખ નવા લોકો યુએસમાં ગેરકાયદેસર રીતે આવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ તરીકે આવતા ટોચના ત્રણ દેશોમાં મેક્સિકો, અલ સાલ્વાડોર અને ભારતનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બ્રાઝિલ અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયનના દેશોનો વારો આવે છે. વર્ષ 2021ના આંકડા પ્રમાણે અમેરિકામાં મેક્સિકોના 4.1 મિલિયન લોકો ગેરકાયદે રહેતા હતા. જ્યારે અલ સાલ્વાડોરના લોકોની સંખ્યા આઠ લાખ અને ભારતીયોની સંખ્યા 7.25 લાખથી વધારે હતી.

2021માં અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટની સૌથી વધુ સંખ્યા કેલિફોર્નિયામાં છે. કેલિફોર્નિયામાં 1.9 મિલિયન લોકો ગેરકાયદે વસવાટ કરે છે. જ્યારે ટેક્સાસમાં 1.6 મિલિયન, ફ્લોરિડામાં 9 લાખ, ન્યૂ યોર્કમાં છ લાખ, ન્યૂ જર્સીમાં 4.50 લાખ અને ઇલિનોઈસમાં ચાર લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વસવાટ કરે છે.

ગેરકાયદે ઈમિગ્રેશનને રોકવા માટે પ્રયાસો થતા હોવા છતાં તેની સંખ્યા વધતી જાય છે. વર્ષ 2017માં અહીં 55 લાખ ગેરકાયદો લોકો વસતા હતા. ત્યાર પછી ચાર વર્ષમાં તેમાં નવ લાખનો વધારો થયો અને 2021માં ગેરકાયદે ઈમિગ્રન્ટની સંખ્યા વધીને 64 લાખ થઈ હતી. સૌથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ મોકલવામાં ગ્વાટેમાલા (સાત લાખ) અને હોન્ડુરસ 5.25 લાખ)નો પણ સમાવેશ થાય છે. તેના કારણે અમેરિકામાં ઇલિગલ રીતે પહોંચેલા લોકોની કુલ સંખ્યા 1.05 કરોડ થઈ હતી.

યુરોપ અને બીજા કેટલાક ધનિક વિસ્તારોને બાદ કરવામાં આવે તો દુનિયાના દરેક ભાગમાંથી લોકો અમેરિકા આવી રહ્યા છે જેમાં ગેરકાયદે ઘૂસતા લોકોની સંખ્યા પણ મોટી છે. અમેરિકામાં સેન્ટ્રલ અમેરિકા, કેરેબિયન, સાઉથ અમેરિકા, એશિયા, યુરોપ અને સબ-સહારન આફ્રિકાના લોકોની સંખ્યા વધી છે.

 

LEAVE A REPLY

nine − 3 =