ગયા વર્ષે પણ બ્રિટનના સ્કીલ્ડ વર્કર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ વિઝા મેળવવામાં ભારતીયોનો દબદબો જળવાઈ રહ્યો હતો, એમ બ્રિટનના સત્તાવાર ઇમિગ્રેશન ડેટામાં જણાવાયું હતું. ટુરિસ્ટ વિઝિટર વિઝામાં પણ ભારતીય નાગરિકોનું પ્રમાણ 27 ટકા જેટલું ઊંચું રહ્યું છે. આ કેટેગરીમાં ચીનનો હિસ્સો 19 ટકા અને તુર્કીનો હિસ્સો 6 ટકા રહ્યો છે.

સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષ માટેના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) ડેટા દર્શાવે છે કે ભારતીય નાગરિકો માત્ર સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવામાં જ નહીં , પરંતુ હેલ્થ એન્ડ કેર વિઝા પ્રાપ્ત કરવામાં પણ મોખરે રહ્યાં હતા. તુલનાત્મક રીતે નવા પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ વિઝા સ્કીમ હેઠળ ભારતના નાગરિકોએ સૌથી વધુ વિઝા મેળવ્યાં હતા. કુલમાંથી 43 ટકા વિઝા મંજૂરી થયાં હતાં.

બ્રિટનની હોમ ઓફિસ વિશ્લેષણ જણાવાયું છે કે છેલ્લાં એક વર્ષમાં સ્કીલ્ડ વર્કર્સ વિઝામાં નવ ટકાનો વધારો થયો હતો. જોકે સ્કીલ્ડ વર્કર -હેલ્થ એન્ડ કેર વિઝા મંજૂરીમાં 135 ટકાનો વધારો થયો હતો.  આ કેટેગરીમાં ભારતીય નાગરિકોને 38,866, નાઇજિરિયન નાગરિકોને 26,715, અને ઝિમ્બાબ્વેના લોકોને 21,130 વિઝા મળ્યાં હતા.

ભારતીય અરજદારો માટેના હેલ્થ એન્ડ કેર વિઝામાં 76 ટકાનો વધારો થયો હતો, જોકે સ્કીલ્ડ વર્કર્સ વિઝાની સંખ્યા અગાઉના વર્ષની 20,360થી ઘટીને 18,107 થઈ હતી.

સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષમાં ભારતીય નાગરિકોને 133,237 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા આપવામાં આવ્યા હતા, જે સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા વર્ષની સરખામણીમાં 5,804 (5 ટકા) નજીવો વધારો છે, પરંતુ  સપ્ટેમ્બર 2019 ના રોજ પૂરા થતા વર્ષની સરખામણીમાં તેમાં આશરે પાંચ ગણો વધારો થયો છે. સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષ માટે તમામ સ્પોન્સર્ડ સ્ટડી વિઝામાં ભારતીય નાગરિકોને હિસ્સો હવે 27 ટકા થયો છે.

જૂન 2023 સુધીના 12 મહિના માટેના તાજેતરના ONS માઇગ્રેશનના ડેટા મુજબ બ્રિટનમાં આશરે 6.70 લાખ વિદેશીઓ આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા માટે 745,000 નેટ માઇગ્રેશનની સરખામણીમાં નીચું છે.

LEAVE A REPLY

15 + four =