Vol. 2 / No. 52 About   |   Contact   |   Advertise February 29, 2024


 
 
જાહ્નવી કંડુલા કેસમાં ભારતનો ઉગ્ર વિરોધ

અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાનું કાર દુર્ઘટનામાં મોત નિપજાવનારા પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકવાનો મુદ્દા ભારતીય દૂતાવાસે અમેરિકાના સત્તાવાળા સમક્ષ ઉઠાવ્યો છે. પ્રોસેક્યુશન એટર્નીએ જણાવ્યું હતું કે પૂરતા પુરાવાને અભાવે પોલીસ અધિકારી સામે કોઇ ગુનાહિત આરોપો નહીં મુકાય.

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામીનો સંવાદિતાનો સંદેશ લઈને ઓડિસીયસ IM-1 મૂન લેન્ડરનું ચંદ્ર પર ઐતિહાસિક ઊતરાણ…

અમેરિકાની પ્રખ્યાત અવકાશ એજન્સી નાસા અને સ્પેસએક્સના સહયોગમાં ગુરુવાર, 22 ફેબ્રુઆરીએ IM-1 મિશનના કમર્શિયલ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું.

Read More...
યુકેમાં 25 ટકા વિદેશી કેર વર્કર્સ વિઝા નિયમોનો દુરુપયોગ કરે છે

યુકેના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઇમિગ્રેશનની તપાસમાં જણાયું હતું કે, અહીં કાર્યરત ચોથાભાગના વિદેશી કેર વર્કર્સે દેશના અન્ય ઉદ્યોગોમાં ગેરકાયદે કામ કરીને વિઝાના નિયમોનો દુરુપયોગ કર્યો હતો.

Read More...
ટ્રમ્પની પ્રિન્સ હેરીને દેશનિકાલ કરવાની ધમકી

પ્રિન્સ હેરીએ ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ રાણી વિશ્વાસઘાત કર્યો હોવાનુ જણાવી અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, પોતે બાઇડેનની જેમ પ્રિન્સ હેરીને કોઈ મદદ કરશે નહીં.

Read More...
ડિંગુચાકાંડનો મહત્ત્વનો આરોપ હર્ષ પટેલ અમેરિકામાં ઝડપાયો

અમેરિકાના સત્તાવાળાએ ગુજરાતના ડીંગુચા માનવ તસ્કરી કેસના કથિત મુખ્ય આરોપી હર્ષકુમાર પટેલ ઉર્ફે “ડર્ટી હેરી”ની શિકાગો એરપોર્ટથી પરથી ધરપકડ કરી હતી.

Read More...
હાઈકોર્ટેનો ચુકાદો; જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

અલ્હાબાદ હાઈકોર્ટે સોમવાર, 26 ફેબ્રુઆરીએ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુ પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા અદાલતના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.

Read More...
ભારતીય ન્યાયજગતના ‘ભીષ્મ પિતામહ’ ફલી એસ. નરીમાનનું અવસાન

આધુનિક ભારતનું નિર્માણ કરનારી અનેક સીમાચિહ્નરૂપ કાનૂની કાર્યવાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને ભારતીય ન્યાયતંત્રના ‘ભીષ્મ પિતામહ’ ગણાતા ફલી એસ નરીમનનું બુધવારે દિલ્હીમાં અવસાન થયું હતું.

Read More...
જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને જ્ઞાનપીઠ એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 25 જાન્યુઆરીના ​​ગુજરાતના દ્વારકામાં ભારતના સૌથી લાંબા કેબલ પરના બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો ‘સુદર્શન સેતુ’ ₹979 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે.

Read More...
ગુજરાતની પ્રથમ એઇમ્સનું રાજકોટમાં લોકાર્પણ

વડાપ્રધાન રવિવારે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યુ હતું. રાજકોટ એઈમ્સ ઉપરાંત વડાપ્રધાને આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અન્ય ચાર નવી-નિર્મિત એઈમ્સનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...
અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી કંપની બનાવવાનો મોદીનો ટાર્ગેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં ભાગ લીધો હતો અનેક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...

  Sports
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટે વિજય

ભારતે ઘર આંગણે ટેસ્ટ સીરીઝમાં અજેય રહેવાનો રેકોર્ડ અકબંધ રાખતાં સોમવારે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી પાંચ ટેસ્ટ મેચની આ સીરીઝમાં 3-1 સાથે વિજય હાંસલ કર્યો હતો.

Read More...
આઈપીએલ આ વર્ષે પણ બે તબક્કામાં રમાવાના સંકેત, 22 માર્ચથી આરંભ

ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આંશિક કાર્યક્રમ ગયા સપ્તાહે ગુરૂવારે જાહેર કર્યો હતો. આના ઉપરથી એવા સંકેતો મળે છે કે, દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી લગભગ એપ્રિલ

Read More...
સિંગાપોરના ભારતીય સમુદાયના આઠ વર્ષના ચેસ ખેલાડીએ પોલેન્ડના ગ્રાન્ડમાસ્ટરને હરાવી રેકોર્ડ સર્જ્યો

સ્વિત્ઝરલેન્ડમાં ગયા સપ્તાહે એક ચેસ ટુર્નામેન્ટમાં સિંગાપોરના ભારતીય સમુદાયના આઠ વર્ષના આઠ વર્ષના એક બાળ ખેલાડીએ પોલેન્ડના 37 વર્ષના હરીફ, ગ્રાન્ડ માસ્ટરને હરાવી રેકોર્ડ સર્જ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રેપ કેસમાં કેડિલા ફાર્માના CMD રાજીવ મોદીને પોલીસની ક્લીન ચિટ

રેપના આરોપમાં અમદાવાદની પોલીસે બુધવારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદીને ક્લીનચિટ આપી હતી. 2022માં તેમની કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે જોડાનાર એક બલ્ગેરિયન યુવતીએ તેમના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.

Read More...
મુકેશ અંબાણી CHATGPTને ટક્કર આપવા ‘હનુમાન’ લોન્ચ કરશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં સર્વોપરિતા માટેની વૈશ્વિક રેસ ‘હનૂમાન’ના આગમન પછી વધુ તીવ્ર બનશે. ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ દ્વારા સમર્થિત એઆઇ ટુલ હનુમાન માર્ચમાં લોન્ચિંગ માટે તૈયાર છે. હનુમાન એક ChatGPT જેવું જ AI ચેટબોટ હોવાનું કહેવાય છે અને તેને BharatGPT લોન્ચ કરશે.

Read More...
અમદાવાદના રૂચિર દવે એપલના ઓડિયો ડિવિઝનના નવા બોસ!

એરપોડ્સ અને મેક્સ જેવી જાણીતી પ્રોડક્સ્ટની ઑડિઓ સુવિધાઓની દેખરેખ રાખતી હાર્ડવેર ટીમમાં અગ્રણી ટેકનોલોજી કંપની એપલે મોટા ફેરફાર કર્યા છે. એપલના અકુસ્ટિક્સ ડિવિઝનના વડા ગેરી ગ્રીવ્સ રાજીનામું આપી રહ્યાં છે અને કંપનીએ તેમની જગ્યાએ રૂચિર દવેની નિમણુક કરી હોવાનો બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. રૂચિર દવે એકુસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. જોકે આ અંગે કંપનીએ હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

Read More...
વિન્ધામનો 2023માં વિક્રમજનક રૂમ ગ્રોથ

વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સે ચોથા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ 2023ની કમાણી જાહેર કરી, જેમાં વિક્રમજનક હાઈ રૂમ ગ્રોથનો સમાવેશ થાય છે. વિન્ધામના પ્રેસિડેન્ટ અને CEO જ્યોફ બેલોટીએ જણાવ્યું હતું કે, કંપનીના મજબૂત પરિણામો ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના વિન્ધામને ખરીદવાના જારી રહેલા પ્રયાસોને નકારવાના તેમના નિર્ણયને વધુ મજબૂત બનાવે છે.

Read More...
અમેરિકામાં 2023માં એક્સ્ટેન્ડેડ સ્ટે હોટેલની આવક $1.1 બિલિયન વધી

ધ હાઇલેન્ડ ગ્રુપ અનુસાર અમેરિકામાં 2023માં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ રૂમની આવકમાં $1.1 બિલિયનનો વધારો થયો છે, જે 2018 અને 2019 ની જેમ જ છે, જોકે મોટા રૂમ બેઝને કારણે નીચા સંબંધિત લાભ સાથે, ત્રણેય એક્સ્ટેન્ડેડ સ્ટે વિભાગોએ 2023 માં હાઇ રૂમ ગ્રોથ રેટ નોંધાવ્યો હતો, જેમાં અગાઉ રોગચાળાના પુનઃપ્રાપ્તિમાં પાછળ હોવા છતાં અપસ્કેલ સેગમેન્ટ અગ્રણી છે.

Read More...
પીચટ્રી ગ્રુપે ડેન્વરમાં HGI હસ્તગત કરી

તાજેતરમાં ડેન્વરમાં 180-રૂમનું હિલ્ટન ગાર્ડન ઇન ડેન્વર ટેક સેન્ટર હસ્તગત કર્યું છે, જે એલિમેન્ટ ડેન્વર પાર્ક મીડોઝ પછી ડેન્વરમાં તેની બીજી હોટેલને ચિહ્નિત કરે છે. કંપનીની હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ટીમ શહેરના રોજગાર કેન્દ્રમાં આવેલી સાત માળની હોટલની દેખરેખ કરશે, એમ પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
  Entertainment

વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

‘ચિઠ્ઠી આયે હૈ’ અને ‘ઔર આહિસ્તા કિજીયે બાતેં’ માટે પ્રખ્યાત બનેલા ગઝલ ગાયક પંકજ ઉધાસનું લાંબી માંદગી પછી સોમવાર, 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતાં. ઉધાસે સાથી સંગીતકારો જગજીત સિંહ અને તલત અઝીઝ સાથે મળીને સમગ્ર ભારતમાં ગઝલ સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Read More...

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડઃ શાહરૂખ શ્રેષ્ઠ અભિનેતા

બોલીવૂડમાં ફિલ્મફેર એવોર્ડ અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. દર નવા વર્ષની શરૂઆતમાં બોલીવૂડ અને ટીવી જગતના સ્ટાર્સ આ એવોર્ડ સમારોહની આતુરતાથી રાહ જુએ છે.

Read More...

બોલીવૂડમાં આ વર્ષે વધુ કિલકારીઓ ગુંજશે

ઘણા સમયથી બોલીવૂડમાં જેની અટકળો હતી તે અનુષ્કા શર્માએ તાજેતરમાં પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના બીજા સંતાન અંગે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી, પરંતુ તે બંને આ અંગે છેલ્લે સુધી મૌન રહ્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store