પ્રિન્સ હેરીએ ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ રાણી વિશ્વાસઘાત કર્યો હોવાનુ જણાવી અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, પોતે બાઇડેનની જેમ પ્રિન્સ હેરીને કોઈ મદદ કરશે નહીં. ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં CPAC કોન્ફરન્સમાં સંબોધન દરમિયાન આ ટીપ્પણી કરી હતી, દેશભરમાંથી તેમના રૂઢિચુસ્ત સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા. ટ્રમ્પે પ્રિન્સના ઇમિગ્રેશન દરજ્જાને છુપાવીને “હેરીનું રક્ષણ” કરવા બદલ બાઇડેન એડમિનિસ્ટ્રેશન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, “હું તેમને બચાવીશ નહીં. તેમણે રાણી સાથે દગો કર્યો તે ભૂલી શકાય તેમ નથી. મને લાગે છે કે તેમણે જે કર્યું છે તે પછી બાઈડેન તેમના પ્રત્યે ખૂબ જ દયાભાવ રાખે છે.” અમેરિકામાં આ વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીમાંથી ટ્રમ્પની દાવેદારી નિશ્ચિત માનવામાં આવી રહી છે ત્યારે વોશિંગ્ટન ડીસીમાં ચાર દિવસની CPAC કોન્ફરન્સ, તેમની લાંબી સભામાં પરિવર્તિત થઇ ગઈ હતી.

પ્રિન્સ હેરીએ ભૂતકાળના ડ્રગના ઉપયોગને છુપાવીને અમેરિકામાં તેમના ખોટા ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ ખોટા બનાવ્યા હોવાના આરોપો અંગે કોર્ટની સુનાવણીનો સામનો કર્યાના એક દિવસ પછી ટ્રમ્પે આવી નારાજગી દર્શાવી હતી. પ્રિન્સ હેરીએ તેમના પુસ્તક-સ્પેરમાં આ વાત સ્વીકારી હતી. વોશિંગ્ટન ડીસીમાં રૂઢીચુસ્ત વિચારધારા ધરાવતી સંસ્થા-હેરિટેજ ફાઉન્ડેશને, પ્રિન્સ હેરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેને બાઇડેનના હોમલેન્ડ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટે સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY

twenty + thirteen =