ANI Photo)

ઘણા સમયથી બોલીવૂડમાં જેની અટકળો હતી તે અનુષ્કા શર્માએ તાજેતરમાં પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના બીજા સંતાન અંગે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી, પરંતુ તે બંને આ અંગે છેલ્લે સુધી મૌન રહ્યા હતા.

તેમણે પુત્રના જન્મના છ દિવસ પછી તે અંગે જાહેરાત કરી હતી. આ વર્ષે બોલીવૂડમાં બીજા બે દંપત્તીઓને ત્યાં પ્રથમ બાળકની કિલકારી ગુંજશે તેવા સમાચાર બહાર આવી રહ્યા છે. અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલ ટૂંક સમયમાં પપ્પા-મમ્મી બનવાના છે. વરુણ ધવને પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ દ્વારા નતાશા પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી છે. વરૂણ ધવને પત્ની નતાશા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો નજરે પડે છે. વરૂણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે,

“હમ પ્રેગનન્ટ હૈ. આપ સભી કે આશીર્વાદ ઔર પ્યાર કી જરૂરત હૈ.”

આ પોસ્ટ પછી બોલિવૂડ સેલિબ્રિટિઝ અને ચાહકોએ તેમને અભિનંદન આપ્યા હતા. અનિલ કપૂર, અર્જુન કપૂર, ક્રિતિ સેનન, મૌની રોય, જેક્લીન ફર્નાન્ડીઝ, ઇશા ગુપ્તા, જ્હાનવી કપૂર અને મલાઇકા અરોરા સહિતની સેલિબ્રિટિઝે તેમને અભિનંદન પાઠવ્યા છે.

વરૂણ-નતાશાએ વર્ષ 2021માં જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. આમ, તેમણે લગ્નનાં ત્રણ વર્ષ પછી ગૂડ ન્યૂઝ આપ્યા છે. વરૂણ અને નતાશા બાળપણનાં મિત્રો છે અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. વરૂણ ધવન નવી ફિલ્મ બેબી જોનમાં નજરે પડશે.

બીજી તરફ જેને બોલીવૂડનું હોટ કપલ માનવામાં આવે છે તે દીપિકા-પદુકોણ અને રણવીર સિંહ પણ આ વર્ષે માતા-પિતા બને તેવી ચર્ચા છે. જોકે, આ અંગે તેમણે હજુ સુધી અધિકૃત જાહેરાત કરી નથી. 2013માં સંજયલીલા ભણસાલીની ફિલ્મથી દિપીકા અને રણવીર નજીક આવ્યા હતા. ત્યાર પછી નવેમ્બર, 2018માં તેમણે ઈટાલીમાં લગ્ન કર્યા હોવાથી ઘણા વર્ષથી તેમના સંતાન અંગે ચર્ચા થઇ રહી હતી.

 

LEAVE A REPLY

fifteen − 9 =