Vol. 4 / No. 374 About   |   Contact   |   Advertise March 08, 2024


 
 
GG2 પાવર લિસ્ટમાં ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ સતત ત્રીજા વર્ષે ટોચ પર

વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે સતત ત્રીજા વર્ષે 2024ના GG2 પાવર લિસ્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાવર કપલ સુનક યુકેમાં તેમના વધતા પ્રભાવ માટે ઓળખાય છે. સુનક સત્તાના ટોચના પદ પર બિરાજે છે તો અક્ષતા મૂર્તિ રાજદ્વારી સંબંધોમાં મહત્વનો ભાગ ભજવે છે.

Read More...
મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે: ઋષિ સુનક

લંડનમાં એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા આયોજિત GG2 વાર્ષિક એવોર્ડ સમારોહમાં કરેલા સંબોધનમાં સાઉથ એશિયન વારસાના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે.

Read More...
પાર્લામેન્ટે રવાન્ડાની એસાયલમ યોજનાને નકારતા સુનકને આંચકો

પાર્લામેન્ટના ઉપલા ગૃહે એસાયલમ સીકર્સને દેશનિકાલ કરતી ફ્લાઇટ્સ ઉપડે તે પહેલાં વધુ સુરક્ષા રજૂ કરવાની માંગણી કર્યા પછી વડા પ્રધાન ઋષિ સુનકને રવાન્ડામાં એસાયલમ સીકર્સને મોકલી આપવાના તેમના કાયદા સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે.

Read More...
સિગ્મા કોન્ફરન્સ 2024: દર્દીની સારી સંભાળ સુનિશ્ચિત કરવા માટે ઇન્ટીગ્રેટેડ NHSની હિમાયત કરતા ડૉ. ભરત શાહ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સન સિટી હોટેલ સંકુલમાં 25થી 29 ફેબ્રુઆરી સુધી ચાલેલી ત્રણ દિવસીય સિગ્મા કોન્ફરન્સ 2024માં 220થી વધુ પ્રતિભાગીઓની ઉપસ્થિતીમાં સિગ્મા ફાર્માસ્યુટિકલ્સે પ્રાયમરી હેલ્થકેર પ્રોવાઇડર્સ વચ્ચે સહયોગ વધારવાની દિશામાં પ્રથમ પગલું શરૂ કર્યું હતું.

Read More...
ટ્રમ્પે સાત વર્ષમાં 46 ટકા સંપત્તિ ગુમાવી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ કાનૂની અવરોધો ભરેલા રસ્તે ચાલીને બીજીવાર પ્રેસિડેન્ટ બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં કાનૂની કેસોના કારણે ટ્રમ્પની સંપત્તિમાં જોરદાર ઘટાડો થયો છે.

Read More...
ભારતીય યુગલને લગ્નની નોંધણી માટે USથી વર્ચ્યુઅલ હાજર રહેવા કોર્ટની મંજૂરી

દિલ્હી હાઈકોર્ટે યુએસમાં રહેતા ભારતીય દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપી હતી.

Read More...
ભાજપની 195 ઉમેદવારોની પ્રથમ યાદી સાથે ચૂંટણી જંગનો આરંભ

લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા ભાજપે શનિવાર, 2 માર્ચે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડશે.

Read More...
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વચ્ચે ભાજપનો 10 અને વિપક્ષનો 5 બેઠકો પર વિજય

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે કોસ વોટિંગ થયું હતું અને તેનો ફાયદો ભાજપને થયો હતો.

Read More...
ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોના નામ જાહેર, 5 સાંસદો પડતાં મૂકાયાં

આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે શનિવાર, 2 માર્ચે તેના કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

Read More...
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું ઝાકઝમાળભર્યું પ્રી-વેડિંગ સેલિબ્રેશન

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની જામનગરમાં ધામધૂમથી ઊજવણી થઈ હતી.

Read More...
અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. મંગળવારે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતાં.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ચૂંટણી પહેલા ભારતની GDPમાં 8.4%ની આશ્ચર્યજનક વૃદ્ધિ

2023ના છેલ્લા ત્રણ મહિનામાં ભારતની જીડીપીમાં 8.4 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 8.4 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે એક વર્ષ અગાઉના આ સમયગાળા 4.3 ટકા હતી. દેશના અર્થતંત્રમાં આ વધારો મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને એનાલિસ્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓના અંદાજ કરતાં ઊંચો છે.

Read More...
સુનીલ ભારતી મિત્તલને યુકેનો ઓનરરી નાઈટહુડનો ઇલકાબ

ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ બુધવાર, 28 ફેબ્રુઆરીએ બ્રિટનના રાજા ચાર્લ્સ III દ્વારા માનદ નાઈટહુડના ઇલકાબથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યા હતાં. યુકે અને ભારતના બિઝનેસ સંબંધો માટે યોગદાન આપવા બદલ તેમને આ બિરુદ અપાયું હતું.

Read More...
પતંજલિ પ્રોડક્ટ્સની જાહેરખબરો પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

કેન્દ્ર સરકાર અને પતંજલિ આયુર્વેદ પર આકરા ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નનને નોટિસ જારી કરી હતી અને જવાબ માંગ્યો હતો કે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. પતંજલિને આગામી આદેશો સુધી તેની પ્રોડક્ટ્સની જાહેરાત અને માર્કેટિંગ ન કરવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.

Read More...
  Entertainment

…… ઔર પ્યાર હો ગયા

જેમ ફિલ્મોમાં હીરો-હીરોઇન ક્યાંક અચાનક મળે છે અને તેમના વચ્ચે પ્રેમ પાંગરે છે તેમ, રીઅલ લાઇફમાં પણ કેટલાક એવા ફિલ્મી કલાકારો છે કે જેમના વચ્ચે આવી જ રીતે પ્રેમ થયો હતો અને પછી તેમણે લગ્ન કરીને સંસાર શરૂ કર્યો હોય. અહીં એવા કેટલાક દંપત્તીઓની કહાની રજૂ કરવામાં આવી છે જેઓ ફિલ્મનાં સેટ પર સાથે કામ કરતા હતા ત્યારે એકબીજાથી આકર્ષાયા અને પછી લગ્ન કરીને ઠરીઠામ થયા.

Read More...

કરિશ્મા કપૂરે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કર્યું

બોલીવૂડના જાણીતા કપૂર ખાનદાનની પુત્રી કરિશ્માને 1990ના દાયકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ગીત-સંગીતના એ જમાનામાં અભિનયથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવનાર કરિશ્મા સોશિયલ મીડિયા પર અંગત માહિતી પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં કરિશ્માને અમેરિકાની હર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવા આમંત્રણ મળ્યું હતું. કરિશ્માએ હાર્વર્ડના સ્ટેજ પર પોતાના અનુભવો જણાવ્યા તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

Read More...

બોલીવૂડમાં આ વર્ષે વધુ કિલકારીઓ ગુંજશે

બોલિવૂડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરે પ્રથમ બાળકના માતાપિતા બનશે. દંપતીએ 29 ફેબ્રુઆરીએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતની સાથે અભિનંદનની વર્ષા થઈ હતી. આ કપલના લગ્ન નવેમ્બર 2018માં થયાં હતાં અને લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં માત્ર સપ્ટેમ્બર 2024 જ લખેલું છે. આ ફોટોમાં નાના બાળકના કપડા, ટોપી, શૂઝ જેવા ફોટા હતાં.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store