ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ નવસરી લોકસભા બેઠકમાંથી ચૂંટણી લડશે

આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે શનિવાર, 2 માર્ચે તેના કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમાંથી ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગુજરાત પાંચ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે અને 10 વર્તમાન સાંસદોને રિપિટ કરાયા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ફરી ગાંધીનગરની લોકસભા બેઠકથી ચૂંટણી લડશે. કેન્દ્રી પ્રધાનો પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાલમાં રાજ્યસભાના સભ્ય છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી લડશે. પાર્ટીએ પોરબંદર અને રાજકોટ બેઠક પરથી અનુક્રમે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો પરથી વર્તમાન સાંસદો રમેશ ધડુક અને મોહન કુંડારિયાને પડતા મૂકવામાં આવ્યાં છે.

અમિત શાહ ઉપરાંત, પાર્ટીના અન્ય નેતાઓ કે જેઓ અગાઉના જ મતદારક્ષેત્રમાંથી લડશે તેમાં ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલ નવસારીથી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય દૂરસંચાર પ્રધાન અને ખેડાના પક્ષના સાંસદ દેવુસિંહ ચૌહાણ ખેડાથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી ભરત ડાભી પાટણથી, મિતેશ પટેલ આણંદથી, જસવંતસિંહ ભાભોર દાહોદથી, અને પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે.

યાદીમાં નવા ચહેરાઓમાં અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા અને બનાસકાંઠાથી રેખા ચૌધરી ચૂંટણી લડશે. મકવાણા ભાજપના અમદાવાદ શહેર એકમના પ્રવક્તા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પણ છે. તેઓ ભાજપના વર્તમાન સાંસદ કિરીટ સોલંકીની જગ્યા લેશે.બીજી તરફ રેખા ચૌધરીને બનાસકાંઠામાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા ચૌધરીની પૌત્રી છે. તેઓ અગાઉ પાર્ટીના મહિલા વિકાસ સેલના કન્વીનર રહી ચૂક્યા છે. ચૌધરી આંજણા ચૌધરી સમુદાયના છે, જે ઓબીસી કેટેગરીમાં આવે છે. બનાસકાંઠાના વર્તમાન ભાજપના સાંસદ પરબત પટેલના સ્થાને તેમને ટિકિટ આપવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં પાર્ટીએ વર્તમાન સાંસદ રતનસિંહ રાઠોડને પડતાં મૂકીને પંચમહાલના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવને મેદાનમાં ઉતાર્યા છે. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે મતવિસ્તારમાં જ્ઞાતિ સમીકરણોને કારણે પાર્ટીએ જાદવ એક OBC નેતાની પસંદગી કરી છે.

આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભરૂચમાંથી છ ટર્મના સાંસદ મનસુખ વસાવા રિપીટ કરવામાં આવ્યા છે. મનસુખ વસાવાએ 2019ની ચૂંટણીમાં 3.34 લાખ મતોના માર્જિનથી જીત મેળવી હતી.

ઉમેદવાર બેઠક
1. અમિત શાહઃ ગાંધીનગર

2. પરષોત્તમ રૂપાલાઃ રાજકોટ

3. મનસુખભાઈ માંડવીયાઃ પોરબંદર

4. વિનોદભાઈ લખમશી ચાવડાઃ કચ્છ

5. ડો.રેખાબેન હિતેશભાઈ ચૌધરીઃ બનાસકાંઠા

6. ભરતસિંહજી ડાભીઃ પાટણ

7. દિનેશભાઈ કોદરભાઈ મકવાણાઃ અમદાવાદ પશ્ચિમ

8. પૂનમબેન માડમઃ જામનગર

9. મિતેશભાઈ રમેશભાઈ પટેલઃ આણંદ

10. દેવુસિંહ ચૌહાણઃ ખેડા

11. રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવઃ પંચમહાલ

12. જસવંતસિંહ ભાભોરઃ દાહોદ

13. મનસુખભાઈ વસાવાઃ ભરૂચ

14. પ્રભુભાઈ નાગરભાઈ વસાવાઃ બારડોલી

15. સી આર પાટીલ નવસારી

LEAVE A REPLY

10 − four =