(Photo by RAVI RAVEENDRAN/AFP via Getty Images)
બોલીવૂડના જાણીતા કપૂર ખાનદાનની પુત્રી કરિશ્માને 1990ના દાયકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ગીત-સંગીતના એ જમાનામાં અભિનયથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવનાર કરિશ્મા સોશિયલ મીડિયા પર અંગત માહિતી પોસ્ટ કરતી રહે છે.
તાજેતરમાં કરિશ્માને અમેરિકાની હર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કરવા આમંત્રણ મળ્યું હતું. કરિશ્માએ હાર્વર્ડના સ્ટેજ પર પોતાના અનુભવો જણાવ્યા તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. કરિશ્માએ આ તક બદલ પોતે સન્માનિત થઈ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. કરિશ્માએ ત્યારે પોતાની નાની બહેન કરીનાને પણ યાદ કરી હતી અને પોતાના જીવનમાં બહેને નિભાવેલી નૈતિક જવાબદારી બદલ તેના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કરિશ્મા કપૂરની આ પોસ્ટ પછી અનેક લોકોએ તેને અભિનંદન આપીને પ્રશંસા કરી હતી. કરિશ્માની આ પોસ્ટ પછી ટ્રોલર્સ પણ એક્ટિવ થયા હતા અને કરિશ્માને ઓછા ભણતર બાબતે ટોણા માર્યા હતા. એક યુઝરે જણાવ્યુ હતું કે, છઠ્ઠા ધોરણમાંથી કરિશ્મા સીધી અમેરિકાની યુનિવર્સિટીમાં પહોંચી છે. એક યુઝરે કરિશ્માને આઠ ધોરણ નાપાસ ગણાવી હતી. કરિશ્મા કપૂરે ખૂબ નાની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે તેની પ્રથમ ફિલ્મ આવી હતી. અભિનય શરૂ કરનારી કપૂર ખાનદાનની પ્રથમ દીકરી કરિશ્મા હતી. કરિશ્માએ પોતાની કારકિર્દી માટે અભ્યાસને તિલાંજલિ આપી હતી. તેણે ગોવિંદા સાથે અનેક હિટ ફિલ્મો આપ્યા પછી ફિલ્મોને અલવિદા કહ્યુ હતું. પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા પછી પણ કરિશ્મા લાંબા સમય સુધી અભિનયથી દૂર રહી છે.

LEAVE A REPLY

five × 5 =