Muslims offer Namaz 5 times and kidnap Hindu girls: Baba Ramdev
(ANI Photo)

કેન્દ્ર સરકાર અને પતંજલિ આયુર્વેદ પર આકરા ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નનને નોટિસ જારી કરી હતી અને જવાબ માંગ્યો હતો કે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. પતંજલિને આગામી આદેશો સુધી તેની પ્રોડક્ટ્સની જાહેરાત અને માર્કેટિંગ ન કરવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.

SCએ કહ્યું હતું કે સરકાર આંખો બંધ કરીને બેઠી છે અને સરકાર પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી કરી. કંપનીને આગામી આદેશો સુધી બિમારીઓ-વિકારના ઈલાજ માટેના ઉત્પાદનોની જાહેરાત અને માર્કેટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પતંજલિની જાહેરખબરોના સંદર્ભમાં સરકારે લીધેલા પગલાંના સંદર્ભમાં પણ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

ન્યાયમૂર્તિ અમાનુલ્લાએ એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજને કહ્યું હતું “સમગ્ર દેશને હળવાથી લેવામાં આવી રહ્યો છે.  ધારાઓ કહે છે કે આવી જાહેરખબરો પ્રતિબંધિત છે, પરંતુ તમે બે વર્ષ સુધી રાહ જોઇ છે.

સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ સામે પુરાવા આધારિત દવાને બદનામ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પતંજલિ આયુર્વેદ અને તેના અધિકારીઓને કોર્ટ સમક્ષ તેમની અગાઉની બાંયધરી મુજબ, મીડિયામાં કોઈપણ મેડિકલ પ્રણાલી વિશે કોઈપણ નકારાત્મક નિવેદનો કરવા સામે ચેતવણી આપવામાં આવી હતી.

નવેમ્બરમાં કોર્ટે પતંજલિ આયુર્વેદને તમામ ગેરમાર્ગે દોરતી જાહેરાતો બંધ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે કોઈપણ ખોટા અથવા ભ્રામક દાવાઓ માટે દરેક દાવા દીઠ રૂ. 1 કરોડનો દંડ ફટકારશે. આ પછી જાન્યુઆરીમાં કંપનીએ SCને ખાતરી આપી હતી કે તે તેની જાહેરાત સંબંધિત કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરશે નહીં.

આ દરમિયાન પતંજલિ ફૂડ્સે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટે તેમને જે નોટિસ આપી છે તેનાથી પતંજલિના બિઝનેસ પર કોઈ અસર નહીં પડે. તેનું કારણ છે કે પતંજલિ ફૂડ્સ એ અલગ લિસ્ટેડ એન્ટીટી છે. પતંજલિ ફૂડ્સનું જૂનું નામ રુચિ સોયા હતું. આ કંપની હવે પતંજલિ આયુર્વેદનો હિસ્સો છે અને બાબા રામદેવ તેના સહસ્થાપક છે. કંપની ન્યુટ્રેલા, રુચિ ગોલ્ડ, સનલાઈટ અને સનરિચ જેવા તેના ઘરગથ્થુ ઉત્પાદનો માટે જાણીતી છે.

 

LEAVE A REPLY

four + 5 =