Vol. 2 / No. 54 About   |   Contact   |   Advertise March 14, 2024


 
 
સુનકે અર્થતંત્ર, સમાજ ઉપરના બ્રિટિશ એશિયનોના પ્રભાવને બિરદાવ્યો

લંડનમાં એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા આયોજિત વાર્ષિક GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડમાં વિજેતાઓને અભિનંદન આપી દેશની અર્થવ્યવસ્થા અને સમાજમાં સાઉથ એશિયાના લોકોના અતુલ્ય યોગદાનની સરાહના કરતા વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે. મને પ્રથમ બ્રિટિશ એશિયાઈ વડા પ્રધાન હોવાનો ગર્વ છે, પરંતુ ગર્વની વાત એ પણ છે કે આ કોઈ મોટી બાબત નથી.”

Read More...
GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં ટોચનું સન્માન મેળવતા લોર્ડ જિતેન ગઢિયા

મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનની ભવ્ય પાર્ક પ્લાઝા હોટલ ખાતે યોજાયેલા વાર્ષિક GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ સમારોહમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન લોર્ડ જિતેશ ગઢિયાને ત્રણ દાયકાથી વધુ સમય લાંબી જાહેર અને સામુદાયિક સેવા માટે માં GG2 હેમર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Read More...
સુપર ટ્યૂસડે જંગમાં બાઇડન- ટ્રમ્પનું વર્ચસ્વ, અંતિમ સ્પર્ધા માટે બંનેની આગેકૂચ

અમેરિકાના 15 રાજ્યોમાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ નોમિનેશન પ્રાઈમરીઝમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ જો બાઇડન અને રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પે સપાટો બોલાવ્યો હતો.

Read More...
હું ઇમિગ્રન્ટ્સને ટ્રમ્પની જેમ રાક્ષસ નથી માનતોઃ બાઇડેન

અમેરિકાના પ્રમુખ જો બાઇડને શુક્રવારે સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતાં. ચૂંટણી પહેલા છેલ્લા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં 81 વર્ષીય બાઇડને તેમની વધુ ઉંમરની ટીકા કરનારાઓને જવાબ આપતા...

Read More...
નિક્કી હેલીનો વર્મોન્ટ રીપબ્લિકન પ્રાઇમરીમાં ટ્રમ્પ સામે વિજય

ઇન્ડિયન અમેરિકન નિક્કી હેલીએ વર્મોન્ટમાં રિપબ્લિકન પ્રાઇમરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે આશ્ચર્યજનક વિજય મેળવ્યો હતાં. 2024માં વ્હાઇટ હાઉસની રેસમાં આ તેમની બીજી જીત હતી.

Read More...
અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને ચાર અગ્રણી મહિલાઓનું સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ચાર અગ્રણી ભારતીય અને ભારતીય-અમેરિકન મહિલાઓનું તેમની સિદ્ધિઓ અને સમાજમાં યોગદાન માટે ન્યૂયોર્કમાં સન્માન કરાયું હતું.

Read More...
કેનેડામાં ચપ્પાના ઘા મારી ચાર બાળકો સહિત છ શ્રીલંકનોની હત્યાથી ચકચાર

કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં બુધવારે મોડી રાત્રે એક માતા અને ચાર નાના બાળકો સહિત શ્રીલંકાના છ લોકોની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી.

Read More...
ચૂંટણી પૂર્વે જ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અમલી બન્યો

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સોમવાર વિવાદાસ્પદ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલ માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

Read More...
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેરઃ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે

કોંગ્રેસે આવનારી લોકસભાની ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

Read More...
ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળથી લોકસભાની ચૂંટણી લડશે

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતાં અને પશ્ચિમ બંગાળના બેરહામપોરથી લોકસભાની ચૂંટણી લડશે.

Read More...

  Sports
પાંચમી ટેસ્ટમાં ભારતનો જ્વલંત, ઐતિહાસિક વિજય

પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે હરીફ ટીમને એક ઈનિંગ અને 64 રનથી હરાવી અંતિમ ટેસ્ટ મેચ તેમજ સીરીઝમાં પણ જ્વલંત,

Read More...
ભારત ફરી આઈસીસી રેન્કિંગમાં ત્રણે ફોર્મેટમાં નંબર વન

ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર એક જ સમયે ક્રિકેટની ત્રણે ફોર્મેટ – ટેસ્ટ મેચ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ્સમાં આઈસીસી રેન્કિંગ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Read More...
સાત્વિકસાઈરાજ – ચિરાગ ફ્રેંચ ઓપન બેડમિંટનમાં ફરી ચેમ્પિયન

બેડમિંટનમાં પુરૂષોની ડબલ્સમાં વિશ્વની નંબર વન ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે ફ્રેન્ચ ઓપન સુપર 750 ટુર્નામેન્ટનો પોતાનો તાજ જાળવી રાખ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા મોટર્સનું બે લિસ્ટેડ કંપનીઓ વિભાજન થશે

ટાટા ગ્રુપની અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સ પોતાના બિઝનેસનું બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરશે. આ અંગેની સોમવારે જાહેરાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ટાટા મોટર્સને બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં ડિમર્જર કરવાની દરખાસ્તને મંજૂરી આપ છે

Read More...
નોન-બાસમતિ વ્હાઈટ રાઈસ, ડુંગળીની મર્યાદિત નિકાસને ભારતની મંજૂરી

ભારત સરકાર કેટલાંક દેશોને નિર્ધારિત જથ્થામાં નોન બાસમિત વ્હાઇટ રાઇસ, બ્રોકન રાઇસ અને ડુંગળીની નિકાસને પરવાનગી આપી હતી. સરકારે તાન્ઝાનિયામાં 30,000 ટન નોન-બાસમતી સફેદ ચોખા અને જીબુટી અને ગિની બિસાઉમાં 80,000 ટન ટુકડી ચોખાની નિકાસને મંજૂરી આપી છે. તાંઝાનિયા પૂર્વ આફ્રિકન રાષ્ટ્ર છે, જ્યારે જીબુટી આફ્રિકન ખંડના ઉત્તરપૂર્વ કિનારે આવેલ છે.

Read More...
ભારત અને યુરોપના ચાર દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

ભારત અને યુરોપના ચાર દેશોના સંગઠન EFTA વચ્ચે રવિવારે મુક્ત વેપાર સમજૂતી (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ કરાર હેઠળ યુરોપના આ દેશોએ ભારતમાં રોજગારીની 10 લાખ તકોનું સર્જન કરવા માટે આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની કાનૂની પ્રતિબદ્ધતા આપી છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) સભ્યોમાં આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે.

Read More...
AHLAના અધ્યક્ષ પદેથી રોજર્સની વિદાય

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA)ના લાંબા સમયથી વડા, વિલિયમ “ચિપ” રોજર્સ “અન્ય વ્યાવસાયિક હિતોના પગલે તેમના પ્રેસિડેન્ટ અને સીઇઓના પદ પરથી રાજીનામું આપ્યું છે.

Read More...
5,964 પ્રોજેક્ટ્સ સાથે અમેરિકા 2023ની ગ્લોબલ હોટેલ કન્સ્ટ્રકશન પાઇપલાઇનમાં મોખરે

ગ્લોબલ હોટેલ કન્સ્ટ્રકશન પાઇપલાઇને 2023ના અંતિમ ક્વાર્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી હતી.અમેરિકા તેમા 5,964 પ્રોજેક્ટ્સ અને 693,963 રૂમ સાથે ટોચ પર હતું.

Read More...
અમેરિકામાં એક્સ્ટેન્ડેડ સ્ટે હોટલમાં ઓક્યુપન્સીમાં ઘટાડો, 2023માં ADR-REVPARમાં વધારો

ધ હાઇલેન્ડ ગ્રૂપના જણાવ્યા અનુસાર અમેરિકામાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલની ઓક્યુપન્સીમાં 2019ની તુલનાએ 2023માં 59 એમએસએમાં ઘટાડો થયો છે, જે મુખ્યત્વે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર ADR વૃદ્ધિને કારણે છે.

Read More...
  Entertainment

ઓસ્કર અવોર્ડઝમાં ઓપનહાઇમર છવાઈ

લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં સોમવાર, 10 માર્ચે યોજાયેલા 96મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં સાત એવોર્ડ જીતીને ઓપનહાઇમર છવાઈ હતી. આ ફિલ્મને કુલ 13 ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ હતી. તેને શ્રેષ્ઠ પિક્ચર, ક્રિસ્ટોફર નોલાન માટે શ્રેષ્ઠ દિગ્દર્શક, સિલિયન મર્ફી માટે શ્રેષ્ઠ અભિનેતા અને રોબર્ટ ડાઉની જુનિયર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.

Read More...

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પાઇઝ્કોવાના શિરે વિશ્વસુંદરીનો તાજ

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પાઇઝ્કોવાએ શનિવારે મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો હતો. ભારતીય સ્પર્ધક સિની શેટ્ટી આ સૌંદર્ય સ્પર્ધામાં આઠમા ક્રમે રહી હતી. મિસ લેબનોન યાસ્મિના ઝાયતૌન ફર્સ્ટ રનર અપ બની હતી.

Read More...

અભિનેતાઓની તુલનાએ અભિનેત્રીઓની ફી ઓછી પરંતુ સોશિયલ મીડિયાના ફોલોઅર્સમાં અગ્રેસર

બોલીવૂડમાં મહિલા સશક્તિકરણ વધી રહ્યું હોય તેવું જણાય છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ-10 બોલીવૂડ સ્ટાર્સની યાદીમાં આઠ મહિલાઓ છે અને તેમાં માત્ર બે અભિનેતાઓને સ્થાન મળ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store