પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકાર કેટલાંક દેશોને નિર્ધારિત જથ્થામાં નોન બાસમિત વ્હાઇટ રાઇસ, બ્રોકન રાઇસ અને ડુંગળીની નિકાસને પરવાનગી આપી હતી. સરકારે તાન્ઝાનિયામાં 30,000 ટન નોન-બાસમતી સફેદ ચોખા અને જીબુટી અને ગિની બિસાઉમાં 80,000 ટન ટુકડી ચોખાની નિકાસને મંજૂરી આપી છે. તાંઝાનિયા પૂર્વ આફ્રિકન રાષ્ટ્ર છે, જ્યારે જીબુટી આફ્રિકન ખંડના ઉત્તરપૂર્વ કિનારે આવેલ છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે તાંઝાનિયા ખાતે ૩૦,૦૦૦ ટન નોન-બાસમતિ વ્હાઈટ રાઈસ નિકાસની છૂટ અપાઈ છે, જ્યારે યુએઈ તથા બાંગ્લાદેશ ખાતે ૬૪,૪૦૦ ટન ડુંગળી રવાના કરાશે.

નેશનલ કોઓપરેટિવ એકસપોર્ટસ મારફત આ નિકાસ કરાશે. ઘરઆંગણે પુરવઠો વધારવા સરકારે ગયા વર્ષની ૨૦ જુલાઈથી નોન-બાસમતિ વ્હાઈટ રાઈસની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.જોકે કોઈ દેશની અન્ન સલામતિ માટે આવશ્યક હોય તો તેવા કિસ્સામાં નિકાસની છૂટ આપવામાં આવે છે. સરકારે યુએઈ તથા બંગલાદેશમાં ૬૪૪૦૦ ટન ડુંગળીની નિકાસ છૂટ આપી છે. બાંગ્લાદેશ ખાતે ૫૦,૦૦૦ ટન, જ્યારે યુએઈ ખાતે ૧૪,૪૦૦ ટન ડુંગળી રવાના કરાશે.

સરકારે ગયા વર્ષના ૮ ડિસેમ્બરથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. પરંતુ મિત્ર દેશો ખાતે સંબંધિત સરકારની વિનંતી પર ડુંગળી નિકાસ કરવામાં આવે છે. વાણિજ્ય મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર “નેશનલ કો-ઓપરેટિવ એક્સ્પોર્ટ્સ (NCEL) દ્વારા યુએઇને ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરાશે. જેની ત્રિમાસિક ટોચમર્યાદા ૩,૬૦૦ મેટ્રિક ટન રહેશે.” વાણિજ્ય મંત્રાલયનો ભાગ એવા ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આયાત અને નિકાસના ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે.

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશને કરવામાં આવનારી ડુંગળીની નિકાસના નિયમ NCEL ગ્રાહક બાબતોના વિભાગ સાથે ચર્ચા પછી કરશે.

 

 

LEAVE A REPLY

9 + three =