(PTI Photo)

ઇન્ડિયન અમેરિકન નિક્કી હેલીએ વર્મોન્ટમાં રિપબ્લિકન પ્રાઇમરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે આશ્ચર્યજનક વિજય મેળવ્યો હતાં. 2024માં વ્હાઇટ હાઉસની રેસમાં આ તેમની બીજી જીત હતી. બે પ્રેસિડેન્શિયલ પ્રાયમરીમાં વિજય મેળવનારી નિક્કી હેલી પ્રથમ રિપબ્લિકન મહિલા બની હતી.

યુએસ મીડિયા આઉટલેટ્સ અનુસાર, 52 વર્ષીય હેલી, 98 ટકા મતોની ગણતરી થઈ ત્યારે હેલીને 49.9 ટકા મત મળ્યા હતા.

જોકે બીજા મોટાભાગના રાજ્યોમાં ટ્રમ્પનો વિજય થયો હતો. માત્ર બે દિવસ પહેલા હેલીએ વોશિંગ્ટન ડીસીમાં રિપબ્લિકન પ્રાઈમરી જીતીને ઈતિહાસ રચ્યો હતો, અને આ સીમાચિહ્ન હાંસલ કરનાર પ્રથમ મહિલા બની હતી.

મોટાભાગના રાજ્યોમાં ટ્રમ્પનો વિજય થયો હોવાથી હેલી પર રેસમાં નીકળી જવાનું દબાણ ઊભું થયું છે. જોકે સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલીએ જણાવ્યું હતું કે જો તેઓ રેસમાં નીકળી જશે તો  તેમને ભૂતપૂર્વ બોસ ટ્રમ્પને સમર્થન આપવું કે નહીં તેનો તેમને નિર્ણય કર્યો નથી. આ મુદ્દે ચૂંટણીપ્રચાર દરમિયાન ઘણા અભિપ્રાય બન્યાં છે.

હેલીની નજીકના લોકોના મત અલગ છે. કેટલાક માને છે કે ટ્રમ્પને સમર્થન આપવું તેમના માટે સારું રહેશે કારણ કે તેનાથી તેમને એક ટીમ પ્લેયર તરીકે જોવામાં આવશે. અન્ય લોકો ટ્રમ્પને સમર્થન આપવાનો જોરદાર વિરોધ કર્યો હતો.

 

LEAVE A REPLY

2 × 4 =