અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA)ના લાંબા સમયથી વડા, વિલિયમ “ચિપ” રોજર્સ “અન્ય વ્યાવસાયિક હિતોના પગલે તેમના પ્રેસિડેન્ટ અને સીઇઓના પદ પરથી રાજીનામું આપ્યું છે. AHLAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે AHLAના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓઓ કેવિન કેરીને વચગાળાના પ્રમુખ અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યા છે અને રોજર્સ માટે સંભવિત રિપ્લેસમેન્ટને શોધવા માટે એક સમિતિની રચના કરી છે અને આ માટે એક્ઝિક્યુટિવ રિસર્ચ ફર્મ નીમાશે.

AHLA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોજર્સના રિપ્લેસમેન્ટ માટે તેની શોધ પર વધુ માહિતી આગામી અઠવાડિયામાં તેની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. રોજર્સ કેમ રાજીનામું આપી રહ્યા છે તે વિશે તેણે વધુ માહિતી બહાર પાડી નથી.

રોજર્સે નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકાના સૌથી અસરકારક સંગઠનોમાંથી એકનું નિર્માણ કરવામાં સક્ષમ છીએ.” “તેમણે જણાવ્યું હતું કે જેમ જેમ હું મારા આગલા પ્રકરણ તરફ આગળ વધી રહ્યો છું, ત્યારે મને આ અદ્ભુત ટીમનું નેતૃત્વ કરવાની અને ઉદ્યોગના શ્રેષ્ઠ નેતાઓની સાથે કામ કરવાની તક માટે હું ખરેખર આભારી છું.”

જાન્યુઆરીમાં AHLA ના બોર્ડના અધ્યક્ષ તરીકે નીમાયેલા હિલ્ટનના CFO અને વર્લ્ડ ડેવલપમેન્ટના પ્રમુખ કેવિન જેકોબ્સ તેમની સેવા બદલ રોજર્સનો આભાર માન્યો હતો.

AHLA ખાતે પ્રમુખ અને CEO પદ સંભાળતા પહેલા, રોજર્સ 2014 થી 2019 સુધી AAHOA ના પ્રમુખ અને CEO હતા. તેમણે 2002 થી 2012 સુધી જ્યોર્જિયા રાજ્યના સેનેટર તરીકે સેવા આપી હતી અને 1994 થી 2011 સુધી વુડસ્ટોક, જ્યોર્જિયામાં રોજર્સ કોમ્યુનિકેશન્સના પ્રમુખ અને CEO હતા.

કેરી 2017 થી AHLA ના COO તરીકે સેવા આપી રહ્યા  છે અને AHLAની અસંખ્ય પહેલોનું નેતૃત્વ કર્યું છે, જેણે એસોસિએશનની વૃદ્ધિ અને વિસ્તરણમાં વધારો કર્યો છે. આ પ્રયાસોમાં એસોસિએશનનો વ્યૂહાત્મક પ્લાન ડેવલપમેન્ટ, લેણાં મોડલ ફેરફારો અને સભ્યપદ વૃદ્ધિ, મર્જર અને ભાગીદારી દ્વારા આવકમાં લગભગ 60 ટકાનો વધારો સામેલ છે. AHLAમાં જોડાતા પહેલા, કેરીએ અમેરિકન એક્સપ્રેસ સાથે 25 વર્ષથી વધુ સમય વીતાવ્યો હતો, જ્યાં તેમણે વૈશ્વિક બિઝનેસ જૂથોનું નેતૃત્વ કર્યું હતું.

LEAVE A REPLY

nineteen − 8 =