Vol. 3 No. 185 About   |   Contact   |   Advertise 30th Jan 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
ભારતમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

રવિવારે 26 જાન્યુઆરીએ ભારતનો 71મો પ્રજાસત્તાક દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો. ભારતની સાથે અમેરિકા તથા બ્રિટન સહિતના દેશોમાં રહેતાં ભારતીયોએ પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય ઉજવણી દિલ્હીમાં અને ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં કરાઇ હતી. દિલ્હીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્ત્વમાં ધ્વજવંદન થયું હતું. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંડળના સભ્યો, વિરોધ પક્ષના અગ્રણીઓ તેમજ અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બ્રાઝિલના પ્રેસિડેન્ટ ઝયેર મેસિયાસ બોલસોનેરો આ વખતે ઉજવણીના મુખ્ય મહેમાન હતા.પ્રજાસત્તાક દિનની પરેડ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતું. આ પરેડમાં ભારતના લશ્કરનાં અપ્રતિમ શૌર્ય સહિતનું યુદ્ધકૌશલ્ય રજૂ થયું હતું. ભારતીય લશ્કરે અદ્યતન મિસાઇલો, ટેન્કો, યુદ્ધ વિમાનો વગેરેનું પ્રદર્શન કર્યું હતું. એ જોઇને સર્વ ભારતીયોએ ગર્વ અનુભવ્યો હતો. પરેડમાં લશ્કરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સલામી આપી હતી. Read More...
ભારત – યુકે સંબંધો વધુ મજબૂત બનાવવા બ્રિટનનું એક મહત્ત્વનું લક્ષ્યઃ ક્લેવર્લી
ભારતના 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ગીલ્ડહોલ ખાતે સોમવારે (27 જાન્યુઆરી) યોજાયેલા એક સમારંભને સંબોધન કરતાં યુકેની સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીના અધ્યક્ષ જેમ્સ ક્લેવર્લીએ કહ્યું હતું કે, હવે બન્ને દેશોમાં મહત્ત્વાકાંક્ષાની એક નવી લહેર ફરી વળી છે, Read More...
લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળના અધ્યક્ષની ચૂંટણી ફરી થશે: લેબર
લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં ગયા સપ્તાહે પૂર્વ એમપી કીથ વાઝને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા બાદ ઉભા થયેલા વિરોધ પછી લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળના અધ્યક્ષની ચૂંટણી ફરીથી કરાશે તેવી માહિતીની ઇસ્ટ મિડલેન્ડ્સ લેબર પાર્ટીએ પુષ્ટિ આપી છે
Read More...
તુલસી ગબાર્ડે હિલેરી ક્લિન્ટન સામે 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડ્યો
ડેમોક્રેટ પાર્ટીના સાંસદ તુલસી ગબાર્ડે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન પર 50 મિલિયન ડોલર (અંદાજે રૂ. 350 કરોડ)નો માનહાનિ કેસ કર્યો છે. હિલેરીએ ગયા વર્ષે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન ગબાર્ડ પર સાંકેતિક રીતે આકરા પ્રહાર કર્યા હતા. Read More...
વિશ્વમાં અડધો અબજ લોકો બેકાર છેઃ યુએન
વિશ્વમાં હાલમાં ૪૭0 મિલિયનથી વધુ એટલે કે લગભગ અડધો અબજ જેટલાં લોકો બેકાર છે અથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નથી તેમ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)એ જણાવ્યું છે. યુએનએ ચેતવણી આપી છે કે યોગ્ય નોકરીઓની સંખ્યા ઘટતી જશે તો સામાજિક અશાંતિ સર્જાશે.
Read More...
ઇસરોની નવી મહત્ત્વાકાંક્ષા: મહિલા રોબોટ અવકાશમાં મોકલશે
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોનું ગગનયાન મિશન ડિસેમ્બર 2021માં લૉન્ચ કરવામાં આવશે, પરંતુ આ પહેલા બે માનવરહિત મિશન થશે. પહેલું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. આ મિશનમાં એક મહિલા રોબોટને ગગનયાનમાં બેસાડીને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
Read More...
ધીમેથી અને સરળતાથી શ્વાસ લો – શહેરોમાં પ્રાણાયામ અને પ્રદૂષણ
પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું? સદ્્ગુરુ – જો તમારા શરીરમાં તકલીફ છે તો તમારા જીવનનું સંપૂર્ણ ધ્યાન તેના ઉપર જ કેન્દ્રિંત થશે. જ્યારે તમારા ઉપર દમનો હુમલો આવે છે ત્યારે તમે શ્વાસ લઇ શકતા નથી,
Read More...
  sports

ન્યૂઝિલેન્ડ સામે બીજી ટી-20માં પણ ભારતનો શાનદાર વિજય
પહેલી ટી-20 મેચમાં ભારતીય બોલર્સ ખાસ પ્રભાવશાળી નહોતા જણાયા, ત્યારે બેટિંગે રંગ રાખી રેકોર્ડ રન-ચેઝમાં વિજય હાંસલ કર્યો હતો, તો રવિવારે (26 જાન્યુઆરી) ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20માં ભારતીય બોલર્સે પણ પોતાની કાબેલિયત દર્શાવી યજમાન ટીમને 20 ઓવર્સમાં 132 રન જ કરવા દીધા હતા
Read More...

પાર્થિવ પટેલની ગુજરાતી ક્રિકેટર તરીકેની વિશિષ્ટ સિદ્ધિ
ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટ સહિત ઈન્ટરનેશનલ લેવલે રમી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ગુજરાત તરફથી 100 રણજી ટ્રોફી મેચ રમવાની એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. 27મીએ સુરત ખાતે શરૂ થયેલી વિદર્ભ સામેની મેચમાં મેદાનમાં ઉતરવા સાથે પાર્થિવે આ રેકોર્ડ કર્યો હતો.અત્યારસુધી કોઈપણ ક્રિકેટર એકલા ગુજરાત માટે 100 રણજી ટ્રોફી રમવા સુધી પહોંચી શક્યો નથી. રણજી ટ્રોફીમાં 100 કે તેથી વધુ મેચ રમનારા ભારતના ઘણા ક્રિકેટર છે પરંતુ ગુજરાત તરફથી પાર્થિવ પ્રથમ ક્રિકેટર છે,
Read More...

સાનિયા મિર્ઝા ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું બે વર્ષ પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં કમબેકનું સપનું ઈજાને પગલે રોળાયું છે. પગની પિંડીમાં ઈજા થતાં વર્ષના સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમની વિમેન્સ ડબલ્સની ચાલુ મેચમાંથી સાનિયાને ખસી જવું પડ્યું હતું.સાનિયા અને તેની યુક્રેનની ભાગીદાર નાદિયા કિચેનોકે તાજેતરમાં જ હોબાર્ટ ઈન્ટરનેશનલમાં ચીની હરીફોને હરાવીને ટાઈટલ મેળવ્યું હતું. બે વર્ષના લાંબા બ્રેક પછી સાનિયા ટેનિસ કોર્ટ પર પાછી ફરી હતી.
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

વોલ સ્ટ્રીટના ભારતીય અગ્રણીની અર્થતંત્ર પર તાકિદે ધ્યાન આપવા મોદીને સલાહ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફે) ભારતના અર્થતંત્રના વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને ૪.૮ ટકા કર્યાના એક દિવસ પછી અમેરિકાની પ્રસિદ્ધ વોલ સ્ટ્રીટ ખાતે ઇન્વેસ્કોમાં વાઇસ ચેરમેન ક્રિશ્ના મેમાણીએ ભારતીય અર્થતંત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં શું ચાલી રહ્યું છે તે અમે જાણીએ છીએ અને આ તમામ બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. હાલની સ્થિતિ જોતાં એમ લાગી રહ્યું છે કે ભારત લાંબાગાળાની આર્થિક મંદીમાં સપડાઇ શકે છે. તમારી રાજનીતિ રાહ જોઇ શકે છે પરંતુ અર્થતંત્ર નહીં. તમે સારી રીતે જાણો છો કે કયા કારણે ભારતીય અર્થતંત્ર માંદું પડયું છે.
Read More...

મોરિસન્સ 3,000 મેનેજર્સને છુટા કરશે, સેઇન્સબરી પણ એ જ માર્ગે
મોરીસન્સ સુપરમાર્કેટ વિશાળ પુનર્ગઠનના એક ભાગરૂપે 3,000 મેનેજર્સને છૂટા કરી પોતાના 500 સ્ટોર્સમાં શોપ ફ્લોર પરના વિવિધ વિભાગો માટે નવી 7,000 નોકરીઓ ઉભી કરશે. એ તમામ જોબ્સ માટે પર કલાક દીઠ પગાર ચૂકવવામાં આવશે. આમ તેઓ નવી 4,000 પોસ્ટ્સ ઉભી કરશે.
Read More...

LICની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રૂ. ૩૦,૦૦૦ કરોડનો આંક વટાવી ગઇ
સરકારી બેન્કોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) કૂદકે અને ભૂસકે વધી રહી છે તેમાં કોઇ નવાઇ નથી પરંતુ હંમેશાં સરકાર માટે સંજીવની પુરવાર થતી જાહેરક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની LICની NPAમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે LICની NPA રૂપિયા ૩૦,૦૦૦ કરોડને પાર થઈ હતી.
Read More...

  Entertainment

અક્ષય કુમાર આગામી ફિલ્મ માટે રૂપિયા 120 કરોડની ફી લેશે

અક્ષય કુમાર બોલીવૂડનો સૌથી વ્યસ્ત અને સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા બની ગયો છે. આગામી ફિલ્મ માટે તે રૂપિયા ૧૨૦ કરોડ મહેનતાણું લેવાનો હોવાની વાત છે. ”આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે સુપરસ્ટારને રૂપિયા ૧૨૦ કરોડ ચુકવવામાં આવશે.અક્ષય વધુ ફી લેવા માટે જાણીતો છે. બોક્સ ઓફિસ પર તેના નામે ડંકો વાગી રહ્યો છે. એટલું જ નહીં ડિજિટલ અને સેટલાઇટ નેટવર્કસમાં પણ તેની માંગ છે. અક્ષય અને તેની ટીમ માને છે કે, અભિનેતાને ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦ કરોડ જેટલી ફી મળવી જોઇએ.
Read More...

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાને ‘ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ’
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને ૨૦૧૯ના ‘ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની દિશામાં કરેલા પ્રયાસો માટે આપવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શિલ્પાને આ પુરસ્કારથી સમ્માનિત કરી હતી.
Read More...

મોદીનો મેસેજ કોપી-પેસ્ટ કરનાર ઉર્વશી સોશિયલ મીડિયામાં ટ્રોલ
માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા શબાના આઝમી જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિવટની બેઠી ઉઠાંતરી કરવા માટે ઉર્વશી રાઉતેલના ટ્રોલ થઈ રહી છે. ઉર્વશીએ તાજેતરમાં ટિવટર પર શબાના આઝમી ઝડપથી સાજા થઈ જાય એ માટે કામના કરી હતી. પરંતુ તેની ટવીટ મોદીના શબાના આઝમી માટેના મેસેજની ડીટ્ટો કોપી હતી.
Read More...

પહેલીવાર ટાઇગર અને જેકી શ્રોફ ફિલ્મમાં સાથે કામ કરશે
સાજિદ નડિયાદવાળાની ફિલ્મ ‘હીરોપંતી’થી કારકિર્દી શરૂ કરનારા ટાઇગર શ્રોફને, ઘણા ફિલ્મસર્જકો પિતા સાથે રૂપેરીપડદે લેવા ઇચ્છતા હતા. અંતે આ મેળ ખાઇ ગયો છે. મળેલી બાતમીના અનુસાર, જેકી શ્રોફને ફિલ્મ બાગીની ફ્રેન્ચાઇઝીમાં લેવામાં આવ્યો છે. સૂત્રની વાત સાચી માનીએ તો, જેકી શ્રોફ ‘બાગી ૩’માં તે ટાઇગર અને રિતેશ દેશમુખના પિતા અને પોલીસની ભૂમિકામાં ભજવવાનો છે. ટાઇગર અને રિતેશ ફિલ્મમાં ભાઇઓની ભૂમિકામાં છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]