શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને ૨૦૧૯ના ‘ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની દિશામાં કરેલા પ્રયાસો માટે આપવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શિલ્પાને આ પુરસ્કારથી સમ્માનિત કરી હતી.
આ એવોર્ડ મેળવીને અભિનેત્રીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યુ હતુ કે, ” આ પુરસ્કાર મેળવીને હું સ્વયંને સમ્માનિત અનુભવી રહી છું.મને લાગે છે કે પોતાના દેશને સ્વચ્છ રાખવાનું દરેક નાગરિકનું કર્તવ્ય છે. સ્વચ્છતા દિમાગથી શરૂ થાય છે, આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીએ છીએ તો પછી દેશને કેમ નહીં ?” શિલ્પાએ વધુમાં કહ્યું હતુ કે, ” આw વર્ષ મેં કાર્બન ફુટપ્રિન્ટને ઓફસેટ કરવા માટે મેં ૪૮૦ વૃક્ષ વાવ્યા છે. દરેક વ્યક્તિની આ જવાબદારી છે. ફક્ત વર્તમાન માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ પૃથ્વી ગ્રહની દેખરેખ કરવી જરૂરી છે.
”તેણે પોતાના ટ્વિટમાં સ્વચ્છ ભારત અભિયાન પર જોર આપતાં કહ્યું હતું કે, આ કેમ્પેઇનથી દેશમા એક સારો બદલાવ આવ્યો છે. હું ભવિષ્યમાં પણ વધુ વૃક્ષો ઊગાડીશ. મન અને વિચાર સારા રાખવાથી સારા કામ કરી શકાય છે, તેમ પણ તેણે કહ્યું હતું. એક લાંબા સમય બાદ તે ફરી રૂપેરી પડદે પોતાની કારકિર્દી શરૂ કરી રહી છે. ‘નિકમ્મા અને હંગામા ટુ’માં શિલ્પા જોવા મળશે.