પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું?
સદ્્ગુરુ – જો તમારા શરીરમાં તકલીફ છે તો તમારા જીવનનું સંપૂર્ણ ધ્યાન તેના ઉપર જ કેન્દ્રિંત થશે. જ્યારે તમારા ઉપર દમનો હુમલો આવે છે ત્યારે તમે શ્વાસ લઇ શકતા નથી, તે સિવાય કાંઇ જ નહીં તમારે માત્ર શ્વાસ લેવો હોય છે. આવું તો પીડા, અન્ય કોઇ રોગ કે અન્ય કાંઇ પણની સાથે થઇ શકે છે. જો તમારા શરીરની યોગ્ય કાળજી ના લેવાઇ હોય તો તમારૂં સંપૂર્ણ ધ્યાન તે તરફ જ દોરાવાનું છે અને તમારી પાસે હાથવગું જે કાંઇ હશે તે જે તે તકલીફને નીવારવા વપરાવાનું છે.
તમારા શરીરની સારી દેખભાવ અને સારૂં રાખવાનો મતલબ અન્ય કોઇની નજરે સારું દેખાવવાનું નથી તમારૂં શરીર તમારા જીવનમાં અવરોધરૂપ ના બને તે માટે શરીરને સારું રાખવાનું છે. તમે દમના દરદી છો એટલે તમે આધ્યાત્મિક ના બની શકો તેવું કાંઇ નથી પરંતુ તે ઘણું બધું માંગી લે છે. સાથોસાથ તમારું શરીર કઇ મુશ્કેલી લાવી શકે છે તેની યાદ અપાવવનારું છે. આથી જ જ્યારે તમને દમ હોય ત્યારે તમારે સમજવું રહ્યું કે આ તમારા શરીરનું સ્વરૂપ છે જે આજે નહીં તો કાલે તમને કોઇને કોઇ તકલીફ આપવાનું જ છે. એક વખત જ્યારે આ હકીકત તમને સમજાઇ જાય છે તે પછી તેને પહોંચવા કે તેના આકલનનું બંધન પણ મોટું થતું હોય છે. આપણે તો દમનું નિરાકરણ જોઇએ છીએ. જો તમે આશ્રમમા રહેતા હો તો કદાચ થોડા મહિનાઅોમાં આ તકલીફ દૂર થઇ પણ શકે પરંતુ જો તમે શહેરમાં રહેતા હો તો મોટાભાગના શહેરો જ દમ પીડિત છે. જો તમે દિલ્હીમાં હો તો દિલ્હીની હવાને તો તમે અનુભવો છો. જો તમને કોઇ શારીરિક તકલીફ હોય તો શહેર તમારા વસવા માટે નથી. અને દૂર સુદૂરના ગામમાં જઇ વસવાનો સમય પાકી ગયો કહેવાય પરંતુ હું શું કરૂં? મારે તો કામ છે. દિવસ અને રાત જો તમારે સિસોટીના અવાજવાળા શ્વાસ લેવાના હોય અને કામ કરવાનું હોય તો તમે શું કરો? ગામમાં કમાણી અોછી હોય છે પરંતુ સારી રીતે શ્વાસ લઇ શકાય છે તેમ હું માનું છું.
જો તમે તાજી હવાવાળા સ્થળે જઇને વસશો તો તમે જોઇ શકશો કે તમારો 25 થી 30 ટકા દમ ઘટી જશે. જ્યારે આપણે બાહ્ય સમસ્યાને દૂર કરીએ છીએ ત્યારે આપણી આંતરિક સમસ્યાઅોને સંભાળવાનું શકય બને છે. સારી રીતે શ્વાસ લઇ શકાય અને સારી રીતે ઉચ્છવાસ થઇ શકે તે પ્રત્યેક માનવી માટે આનંદદાયી નીવડતું હોય છે. પરંતુ કમનશીબે તમામ મોટા શહેરોમાં શ્વાસ લેવાનું અઘરું બનતું જાાય છે જો તમે પ્રદૂષિત સ્થળે પ્રાણાયમ કરો છો તો તમે તમારા માટે વધુને વધુ સમસ્યાને નોંતરો છો.શહેરોમાં વસી રહેલા લાખો લોકો એકબીજાના પ્રેમ માટે એક સ્થળે ભેગા થયા નથી. આ મેળાવડો લોભ, લાલચ, શેરબજાર, ઉદ્યોગ અને અન્ય ભૌતિક લાલસા થકી ઉભો થયો છે. દુનિયા તમારા મારા વિના ચાલવાની જ છે. જો તમને શ્વાસની તકલીફ હોય તો તાજી હવાવાળા સ્થળે જ વસવું યોગ્ય ગણાશે. ઘણા વર્ષો પૂર્વે ભારતમાં પ્રથમ ઇશા યોગ સેન્ટરની સ્થાપના કરવા અને દક્ષિણ ભારતમાં યોગ્ય જમીન માટે ભારે શોધખોળ કરી તે પછી અમારું ધ્યાન કોઇમ્બતુર ઉપર કેન્દ્રિત થયુંં અને કોઇમ્બતુર ઉપર કેન્દ્રીત થયું અને કોઇમ્બતુરમાં અમે જમીનની શોધખોળ આરંભી. કોઇમ્બતુરમાં મને ઘણા બધા સ્થળો બતાવાયા હતા જેમાંના કેટલાક તો શહેરમાં જ હતા અને જો ત્યાં સેન્ટર બનવાયું હોત તો બાંધકામ પણ સરળ બનત અને સેન્ટર પણ વધારે લોકપ્રિય થયું હોત. છેવટે મને વેલીયનગીરી ટેકરીઅો પસંદ આવી ત્યારે મને કહેવાયું આ તો વિચિત્ર અને વાહિયાત છે અહિંયા કોણ આવશે? મેં જવાબમાં કહ્યું અહિંયા જ સેન્ટર બનશે. તમારે અન્યો કરતાં વધારે સારી રીતે કે વધારે કમાણી કરી શકાય તેવા સ્થળે નહીં પરંતુ તમારા માટે શ્રેષ્ઠ હોય તેવા સ્થળે જ જીવવું જોઇએ માનવજીવન માટે કાર્બન નહીં પરંતુ અોક્સિજન શ્વાસમાં જાય તે જરૂરી છે. અેક વખત જો તમે આ સમજી લેશો તો તમે બધું ગોઠવી શકશો. એક વખત જો તમે બાહ્ય મુશ્કેલીઅો મુક્ત થશો તો અમે આંતરિક સમસ્યાઅોને નીવારવામાં સહાયરૂપ નીવડી શકીશું.
– Isha Foundation