Vol. 3 No. 191 About   |   Contact   |   Advertise 12th March 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
કોરોનાનો કેરઃ ક્રુડ ઓઈલ, શેરબજારોમાં જંગી કડાકો

કોરોના વાઈરસનો રોગચાળો વિશ્વના વધુને વધુ દેશોમાં કેર વર્તાવી રહ્યો છે, જેના પગલે પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં ઉત્પાદન નિયંત્રણો વિષે મતભેદોના પગલે પેટ્રોલિયમ પેદાશોના નિકાસકાર દેશોના સંગઠન ઓપેકમાં મતભેદો સર્જાયા હતા અને સાઉદી અરેબિયાએ સંગઠનની શિસ્ત તોડી નાખતા ક્રુડ ઓઈલના ભાવોમાં સોમવારે 30 ટકાની આસપાસનો મોટો કડાકો બોલી ગયો હતો. ઓપેકના ભાગલા અને પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં તેમજ વિશ્વભરમાં પ્રવાસન તેમજ આવશ્યક મુસાફરીમાં પણ કોરોનાના રોગચાળાના કારણે થયેલા અસાધારણ ઘટાડાના પગલે પ્રવાસન ઉદ્યોગમાં, એરલાઈન્સની કમાણીમાં મંદીના ટકોરા સંભળાવા લાગ્યા હતા.
Read More...
દુનિયામાં એક લાખથી વધૂ લોકોને કોરોનાનો ચેપ
દુનિયાભરમાં ઝડપભેર ફેલાઈ રહેલાં કોરોનાવાઈરસની પક્કડમાં એક લાખ કરતાં વધુ લોકો આવી ચૂક્યા છે. મૃત્યુ આંક 4062ને પાર થયો છે. યુરોપમાં છેલ્લાં થોડાંક દિવસોથી કોરોનાવાઈરસના કેસ સતત વધતા જતા હોવાથી દહેશતનો માહોલ ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝને કહ્યું હતું કે બધા દેશોએ હજુ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂર છે.
Read More...
અમેરિકામાં H1B વીસા મંજુરીનું ઘટતું પ્રમાણઃ 2019માં 20 ટકા અરજીઓ રીજેક્ટ
અમેરિકાએ2019ના વર્ષમાં દર પાંચ એચ1બી અરજીઓ પૈકી એક અરજી ફગાવી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એચ1બી વિઝાની મંજૂરીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છ. બીજી તરફ અમેરિકન કંપનીઓની સરખામણીમાં ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓની એચ1બી અરજીઓનું ફગાવવાનું પ્રમાણ વધારે છે.
Read More...
ભારતમાં સીએએની સંભવિત અસરો અંગે બ્રિટન ચિંતિત
હાઉસ ઓફ કોમન્સમાં ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લગતી હાલની હિંસા પર ગયા સપ્તાહે વિપક્ષ લેબર પાર્ટીના પાકિસ્તાની મૂળના સાંસદ ખાલિદ મહમૂદે રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં બ્રિટનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલય (એફસીઓ)ના રાજ્યમંત્રી નિજેલ એડમ્સે કહ્યું કે, બ્રિટનના માનવાધિકારો સહિત તમામ સ્તરો પર ભારત સાથે મંત્રણા કરી રહ્યા છે. Read More...
દુબઇના શેખ સામે લંડનમાં રહેતી પત્નીને ડરાવવા-ધમકાવવા સંતાનોને દુબઈ લઈ જવા સામે હાઇકોર્ટની મનાઈ
દુબઇના 70 વર્ષના મિલિયોનેર શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તૂમે તેમની 45 વર્ષની ભૂતપૂર્વ પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈન વિરૂદ્ધ ડરાવવા, ધમકાવવાની એક કેમ્પેઈન ચલાવી હોવાનું જણાવતા લંડન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન્ડ્રુ મેકફારલેને પ્રિન્સેસના બે સંતાનોને રક્ષણ આપતા આદેશો ગયા સપ્તાહે ફરમાવ્યા હતા અને શેખને પણ એવું ફરમાન કર્યું હતું કે તેણે પ્રિન્સેસ સામે કોઈપણ પ્રકારની ડરાવવા, ધમકાવવાની પ્રવૃત્તિઓ કરવી નહીં.
Read More...
ગઢડામાં ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’, પ.પૂ. મહંતસ્વામીના હસ્તે પ. પૂ પ્રમુખસ્વામીના અસ્થિપુષ્પોનું વિસર્જન
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More...
કૃષ્ણને પણ શારીરિક કાનૂન લાગુ પડતાં હતા
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ તેમના જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઅો વેઠવી પડી હતી અને તમારા કિસ્સામાં પણ આમ જ હોય તેમ લાગે છે.
Read More...
  sports

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત રનર્સ અપ, ઓસ્ટ્રેલિયા 5મી વાર ચેમ્પિયન
મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રને હરાવી પાંચમી વાર વર્લ્ડ કપ ટ્રોફી હાંસલ કરી હતી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 184 રન કર્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમ 19.1 ઓવર્સમાં 99 રનમાં ઓલ આઉટ થઈ ગઇ હતી.
Read More...

IPLની પ્રાઇઝ મનીમાં મોટો ઘટાડો, ફ્રેન્ચાઇઝીસ નારાજ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રાઈઝ મનીમાં ઘટાડો કરીને તે અડધી કરવાના બીસીસીઆઈના નિર્ણયથી તમામ આઠ ફ્રેન્ચાઇઝ નારાજ થઈ છે. તમામ ફ્રેન્ચાઇઝસ બોર્ડના ‘અનપેક્ષિત પગલાં સામે કાર્યવાહી કરવા નિર્ણય લેવા માટે ટુંક સમયમાં બેઠક કરશે તેવા સંકેતો છે.
Read More...

દ. આફ્રિકા સામેની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવી, ધવનની વાપસી
આ સપ્તાહમાં ભારતમાં ઘરઆંગણે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તથા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનો સમાવેશ કરાયો છે,
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

સોફ્ટબેન્કના ગેમિંગ સોફ્ટવેર બિઝનેસ ઇમ્પ્રોબેબલને 39 મિલિયન પાઉન્ડની ખોટ

સોફ્ટબેન્કના સમર્થનવાળા સ્ટાર્ટઅપ ગેમિંગ સોફ્ટવેર બિઝનેસ ઇમ્પ્રોબેબલને 39 મિલિયન પાઉન્ડની ખોટ જતાં ઇમ્પ્રોબેબલે ચેતવણી આપી છે કે તેના ગેમિંગ સોફ્ટવેર બિઝનેસમાં અગાઉના વર્ષની 50 મિલિયન પાઉન્ડની ખોટની સામે મેં માં પૂરા થતાં વર્ષના અંતે ખોટ ઘટીને 39 મિલિયન પાઉન્ડ થવા છતાં સ્વયંને ટકાવી શકે તેવી નફાકારક્તા આવી નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અલ્મનસ હર્મન નરૂલાએ 2012માં લંડનમાં શરૂ કરેલા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવાતા સોફ્ટવેર સ્પેટિયાઅોએસની ટેકનોલોજીથી ગેમ ડેવલોપરો વીડિયો ગેમ માટેનું વિશાળ અોનલાઇન વર્લ્ડ ઉભુ કરતાં હોય છે.તથા સંરક્ષણ ક્ષેત્રમાટે ટ્રેનિંગ અને વોરગેમ સિમ્પુલેશન ટેકનોલોજી પણ શક્ય બની છે. 2017માં જાપાનીઝ ટેકનોલોજી જાયન્ટ સોફ્ટબેન્કના નેતૃત્વમાં બ્રિટીશ સ્ટાર્ટઅપ રોકાણકારો પાસેથી 390 મિલિયન પાઉન્ડ (500 પાઇન્ડ) મેળવ્યા બાદ 2018માં નેટીસ પાસે 50 મિલિયન ડોલર મેળવતા ઇમ્પ્રોબેબલ 2 બિલિયન ડોલરની કંપની બની હતી.
Read More...

કોરોનાના કારણે વિમાની કંપનીઓને 113 બિલિયન ડોલરનું નુક્સાન
કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે 113 બિલિયન ડોલરનો ફટકો પડશે. હવાઈયાત્રામાં ઘટાડો થયો હોવાથી એરલાઈન્સની દુનિયાભરની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે. એરલાઈન્સને મોટો ફટકો પડી રહ્યો હોવાથી એક પછી એક એરલાઈન્સ તેમની સર્વિસ બંધ કરી રહી છે. અગાઉ મોનાર્ક અને થોમસ કૂક એરલાઈન્સે તેેમની સર્વિસ બંધ કર્યાની જાહેરાત કરી હતી.હવે બ્રિટિશ એરલાઈન્સ ફ્લાઈબ પણ બંધ થઈ ગઈ છે. આ એરલાઈન્સના માધ્યમથી દર વર્ષે આશરે 80 લાખ કરતા વધુ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા.એવો જ ફટકો પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીને પણ પડયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) સંગઠને સાથી દેશોને દરરોજ 15 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Read More...

ખાનગીક્ષેત્રની યસ બેન્ક પણ નબળી પડીઃ ખાતેદારોને ઉપાડ પર લિમિટ બંધાઇ
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલી ખાનગી બેન્ક યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.
Read More...
  Entertainment

સોશિયલ મીડિયા પર દીપિકાની પદ્માવત લૂકવાળી ડૉલ્સ વાયરલ થઈ

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની ટૉપ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિઅરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે દીપિકા પાદુકોણ જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. દીપિકાની પૉપ્યુલારિટીનો અંદાજ આ વાતથી લગાડી શકાય છે કે તેને ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દીપિકાને તેના સારા અભિનય માટે અનેક એવૉર્ડ્સથી પણ સન્માનિત કરવામાં આવી છે.
Read More...

કિઆરાએ એક્ટ્રેસ બનવા શરમાળ સ્વભાવ બદલ્‍યો
ફિલ્મ ‘કબીર સિંઘ’ની શરમાળ પ્રીતિના કૅરૅક્ટરથી ઓડિયન્સનાં દિલ ધબકાવનારી કિઆરા અડવાણી રિસન્ટલી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે કરવામાં આવેલા બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહી હતી. કિઆરાને પત્રકારોએ પૂછ્યું કે, તમારામાં કોઈ ખામી હતી તો એના જવાબમાં તે કહે છે કે, ‘મારી નબળાઈ એ હતી કે, હું પહેલાં ખૂબ શરમાળ હતી. હું હંમેશાથી એક્ટ્રેસ બનવા ઇચ્છતી હતી, પરંતુ સ્કૂલમાં એટલી બધી શરમાળ હતી
Read More...

સૂર્યવંશી પછી હું કૅટરિનાની ઍક્ટિંગનો ફૅન થઈ ગયો છું : અક્ષયકુમાર
આ સપ્તાહમાં ભારતમાં ઘરઆંગણે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તથા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનો સમાવેશ કરાયો છે,
Read More...

યામી ગૌતમને કૉમેડી રોલ ઑફર થઈ રહ્યા છે
યામી ગૌતમને આજકાલ ઘણા કૉમેડી રોલની ઑફર થઈ રહી છે. તેણે ૨૦૧૯માં આવેલી ‘બાલા’માં ટિકટૉક સ્ટાર પરીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તેની ઘણી વાહવાહી થઈ હતી. આ ફિલ્મ બાદ યામીને હવે બૉલીવુડમાં કૉમેડી કરી શકનાર અભિનેત્રી તરીકે જોવામાં આવી રહી છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]