ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રાઈઝ મનીમાં ઘટાડો કરીને તે અડધી કરવાના બીસીસીઆઈના નિર્ણયથી તમામ આઠ ફ્રેન્ચાઇઝ નારાજ થઈ છે. તમામ ફ્રેન્ચાઇઝસ બોર્ડના ‘અનપેક્ષિત પગલાં સામે કાર્યવાહી કરવા નિર્ણય લેવા માટે ટુંક સમયમાં બેઠક કરશે તેવા સંકેતો છે. ટોપ-4 ફ્રેન્ચાઇઝીસ વચ્ચે વેંચાતી રકમ 50 કરોડ રૂપિયાથી ઘટાડીને 25 કરોડ કરી દેવાઈ છે.
આ સિવાય પ્રત્યેક ફ્રેન્ચાઇઝને આઈપીએલ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર યોજવા જે તે ક્રિકેટ એસોસિએશનને રૂ. 50 લાખ ચૂકવવા કહેવાયું છે. આ રકમ પહેલા 30 લાખ હતી, તેમાં પણ રૂ. 20 લાખનો વધારો કરાયો છે.
દક્ષિણ ભારતની એક ફ્રેન્ચાઇઝના અધિકારીએ જણાવ્યું, ‘અમે નાખુશ છીએ આ મુદ્દે અમારી સાથે ચર્ચા-વિચારણા પણ કરાઈ નથી.
આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાથે શરૂ થશે.